________________
२२६६
० प्रणिधानादिशून्यक्रियावैफल्यम् । प सूक्ष्मक्षोदतुल्यः उपदेशपदे श्रीहरिभद्रसूरिभिः प्रोक्तः ।
____ यथा मण्डूकचूर्णे चूर्णावस्थायां मण्डूकक्रियाक्षयः सन्नपि अक्षयकल्पः, प्रावृडादिनिमित्तयोगतः " तदधिकभावात् तथा कायिकक्रियया एकान्तेनैव प्रणिधानाद्याशय-मुक्त्यद्वेषादिभावशून्यया तथाविधामें नुष्ठानसमभिव्यङ्ग्यो रागादिक्षयोऽक्षयसम एव, जन्मान्तरादिनिमित्तयोगतः तदधिकभावादिति । उक्तञ्च शे “क्रियामात्रतः कर्मक्षयः मण्डूकचूर्णवत्, भावनातस्तु तद्भस्मवद्” (योगशतकवृत्तौ समुद्धृतः - गा.८६) इति । _ अपथ्यद्रव्यप्रयोगजनितक्षुदादिवेदनाक्षयोपलक्षणमेतत् । નાશ થવા છતાં પણ દ્રવ્યકર્મ વગેરેના ઉપાર્જનનું કારણ તો જીવતું જ છે. તેથી તેવો કર્મનાશ દેડકાના ચૂર્ણ સમાન છે. આ પ્રમાણે ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે.
જ કર્મનાશ પણ કર્મવર્ધક બને ! જ (થા) દેડકો મરી જાય અને દેડકાનું શરીર ચૂર્ણ સ્વરૂપ બની જાય તો દેડકાના શરીરની તેવી ચૂર્ણ અવસ્થામાં કૂદકો મારવો, ડ્રાઉં ડ્રાઉં.... આવો અવાજ કરવો વગેરે ક્રિયાનો ઉચ્છેદ થઈ જાય છે. દેડકાની આવી ઉપરોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવા છતાં પણ તે ઉચ્છેદ અનુચ્છેદ સમાન જ છે. કારણ કે ફરીથી વરસાદ વગેરે નિમિત્તના યોગથી અનેક દેડકાઓ ઉત્પન્ન થવાના જ છે. પૂર્વે એક દેડકો હતો. ભવિષ્યમાં અનેક દેડકાઓ ઉત્પન્ન થશે. જેમ ચૂર્ણ અવસ્થામાં દેડકાની ક્રિયાનો ઉચ્છેદ અનુચ્છેદ
સમાન છે. તેમ ફક્ત કાયિક ક્રિયા દ્વારા થતો રાગાદિનો ઉચ્છેદ એ અનુચ્છેદ સમાન જ છે. જે શાસ્ત્રોક્ત S ક્રિયા પ્રણિધાન વગેરે આશયથી સર્વથા શુન્ય હોય તેમજ મુક્તિઅદ્વેષ વગેરે ભાવથી પણ તદન રહિત
હોય તેવી ક્રિયા અહીં ફક્ત કાયિક ક્રિયા તરીકે અભિપ્રેત છે. તપ, ત્યાગ, ઉભા ઉભા પ્રતિક્રમણ CL કરવું વગેરે શાસ્ત્રોક્ત ક્રિયાઓ આવા પ્રકારની કેવલ કાયિક ક્રિયા સ્વરૂપ હોય તો તેવા પ્રકારના
અનુષ્ઠાનથી વ્યક્ત થતો રાગાદિનો ઉચ્છેદ એ અનુચ્છેદ સમાન જ છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે તેવી ક્રિયા કર્યા બાદ ફરીથી અનેક જન્મ સુધી ભવભ્રમણ કરાવે તેવા કોઈક નિમિત્ત મળતાની સાથે જ પહેલા કરતાં પણ રાગાદિ ભાવો વધુ પ્રમાણમાં ઉછળે છે. તેથી જ અન્ય શાસ્ત્રમાં જણાવેલ છે કે “માત્ર ક્રિયાથી થતો કર્મક્ષય દેડકાના ચૂર્ણ સમાન છે. જ્યારે ભાવનાથી થતો કર્મક્ષય તો દેડકાના શરીરની ભસ્મ સમાન છે.” (યોગશતક ગ્રંથની વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પ્રસ્તુત શાસ્ત્રોક્તિને સંવાદરૂપે ઉદ્ધત કરેલ છે.)
સ્પષ્ટતા :- શાસ્ત્રોક્ત ક્રિયાને તદન ભાવ વિના કરવામાં આવે, તો તેનાથી માત્ર દ્રવ્યકર્મનો જ નાશ થાય છે તેવું નથી. તેનાથી રાગાદિ ભાવકર્મનો પણ નાશ તો થાય જ છે. નિરતિચાર ચારિત્ર પાળનાર અભવ્ય મુનિ તપ-ત્યાગ-કાઉસ્સગ્ન-વિહાર-લોચ વગેરે દ્વારા પોતાના શરીર પ્રત્યેનો રાગ તથા મીઠાઈ વગેરે દ્રવ્ય પ્રત્યેનો રાગ પણ વ્યવહારથી જરૂર છોડે જ છે. પરંતુ તેટલા સમય પૂરતો થતો આ રાગાદિનો વિલય એ ભવાંતરમાં દેવલોક વગેરેની પ્રાપ્તિ થતાં અનેક નવા નવા રાગાદિનું અવશ્ય નિમિત્ત બનનાર છે. તેથી તેવો રાગાદિનો ઉચ્છેદ અનુચ્છેદ જ કહેવાય.
- અપચ્ચભોજનજન્ય સુધાશમન ઈચ્છનીય નથી કે (પધ્ય.) દેડકાના ચૂર્ણનું દૃષ્ટાંત અપથ્થભોજનજન્ય ભૂખશાંતિનું ઉપલક્ષણ છે. મધુપ્રમેહ (=