SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ २२६४ ० निजशुद्धस्वभावे उपयोगलीनता सम्पादनीया ० १५/१-४ प अर्कतुल्यतया अभिप्रेतम्, बाहुल्येन अभव्य-दूरभव्यादिसाधारणत्वात् । ग्रन्थिभेदोत्तरकालीनसम्यग्ज्ञानोपलब्धये - परद्रव्य-गुण-पर्यायेषु लीनो निजोपयोगः तेभ्यो व्यावर्त्य शुद्धस्वद्रव्य-गुण-पर्यायेषु संलीनः कार्यः । उपयोगं निजशुद्धद्रव्यादिषु स्थिरीकृत्य 'शुद्धचैतन्याऽखण्डपिण्डोऽहमिति दृढतरं श्रद्धेयम्। श्रद्धेये शुद्धचैतन्यस्वभावे एव निजोपयोगलीनता सम्पादनीया। तदर्थं निरुपाधिक-स्वाधीनाशे ऽक्षयाऽनन्तानन्दमयनिजशुद्धचैतन्यस्वरूपमाहात्म्यं स्वज्ञाने स्थाप्यम् । एवं पारमार्थिक-सहज-शाश्वत___ शान्तिप्रादुर्भावक्रमेण सहजमलप्रक्षयेण तमोग्रन्थिभेदात् पठितं द्रव्यानुयोगादिशास्त्रं सम्यग्ज्ञानतया परिणमति। तदनुसरणतश्च “अपुणरागमणं जाइ-जरा-मरण-रोग-सोगरहियं निरुवमसुहसमेयं मोक्खं" " (स.क.भव.७ / भाग-२ / पृ.६५७) इति समरादित्यकथायां श्रीहरिभद्रसूरिवर्णितं मोक्षं तरसा उपलभते લાભાર્થી 9૧/૦-૪ના ગ્રંથિભેદ પછીના કાળમાં થનાર સમ્યજ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કરવો. તે માટે સૌપ્રથમ પરદ્રવ્યપરગુણ-પરપર્યાયમાં લીન બનેલા પોતાના ઉપયોગને તેમાંથી પાછો વાળીને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, શુદ્ધ આત્મગુણમાં અને શુદ્ધ આત્મપર્યાયમાં જ સમ્યક્ પ્રકારે લીન કરવાનો છે. નિજ ઉપયોગને પોતાના જ નિર્મળ દ્રવ્યાદિમાં સ્થિર કરીને “શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ એ જ હું છું” – આવી શ્રદ્ધાને અત્યંત દઢ કરવાની છે. # શાશ્વત શાંતિને પ્રગટાવીએ % (શ્ર.) પોતાના જે શુદ્ધ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરી છે, તે જ શુદ્ધસ્વભાવમાં પોતાના ઉપયોગને લીન કરવાનો છે. ઉપયોગને તેમાં લીન કરવા માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો મહિમા પોતાના Sા જ્ઞાનમાં આ મુજબ સ્થાપવો જોઈએ કે “મારો શુદ્ધ ચૈતન્યસ્વભાવ અનંત આનંદમય છે. એ આનંદ ઉપાધિશૂન્ય છે, સ્વાધીન અને શાશ્વત છે. આવા શાશ્વત અનંત આનંદના શાશ્વત સાગરને છોડીને વા નશ્વર, પરાધીન, ઉપાધિવર્ધક, ઉપાધિજન્ય, જડ, પૌદ્ગલિક, ભૌતિક સુખની પાછળ મારે શા માટે ભટકવું? મારી અંદર રહેલા અનંત આનંદના મહાસાગરને જ ઝડપથી પ્રગટ કરું.” એક નિયમ એવો એ છે કે જ્ઞાનમાં જેનું માહાસ્ય દઢ બને તેમાં જ જ્ઞાન એકાગ્ર થાય, લીન બને. પરતત્ત્વનો મહિમા અનંત કાળથી જ્ઞાનમાં હોવાથી ત્યાં જેમ જ્ઞાન એકાગ્ર થાય છે, તેમ આત્માના અનંત સુખમય સ્વભાવનું માહાસ્ય જો જ્ઞાનમાં વસી જાય તો બધાય બાહ્ય પ્રયોજનોની દરકાર કર્યા વિના જ્ઞાન આત્મસ્વભાવમાં ઠરે, લીન બને. તો જ સાચી સહજ શાશ્વત શાંતિ પ્રગટ થાય. આ ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતાં સહજમલનો ધરખમ ઘટાડો થાય. તેના લીધે અજ્ઞાનગ્રંથિનો ભેદ થાય અને નૈૠયિક ભાવ સમકિત પ્રગટે. તેના પ્રભાવે પૂર્વે ભણેલા દ્રવ્યાનુયોગાદિવિષયક શાસ્ત્રો સમ્યજ્ઞાનરૂપે પરિણમે છે. તે સમ્યગુ જ્ઞાનને આદરપૂર્વક અનુસરવાથી સમરાદિત્યકથામાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ મોક્ષને આત્માર્થી જીવ ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “મોક્ષ એવું સ્થાન છે જ્યાંથી સંસારમાં પાછા આવવું પડતું નથી. જન્મ-જરા-મરણ-રોગ-શોકથી રહિત મોક્ષ તો નિરુપમ સુખથી યુક્ત છે.” (૧૫/૧-૪) 1. પુનરામનું નાતિ-ગરા-મરણ-રોગ-શોરરિત નિરુપમસુણસમેત મોક્ષમ્ (અનુ છત્તિ) |
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy