________________
/-૪ • आन्तर उद्यमः कर्तव्यः ।
२२६३ विज्ञानहीनैश्छेत्तुं न शक्यते ।।” (यो.शा.४/२) इति । ततश्चाऽऽत्मज्ञानयोग एव कर्मनाशकं प्रबलं तप इति फलितम् ।
_ 'न हि अन्धानां सहस्रेणाऽपि पाटच्चरेभ्यो गृह रक्ष्यते' इति न्यायोऽपि प्रकारान्तरेण रा क्रियातो ज्ञानस्य बलाधिकत्वं दर्शयति इत्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'ज्ञान-क्रियान्तरं कश्चिद् विरलः पण्डित एव जानाति' । इत्युक्त्येदं सूच्यते यदुत कलिकाले आराधकाः उपयोगतीक्ष्णता-सूक्ष्मता-स्थिरतागोचर-बौद्धिकपरि- शे श्रमप्रयुक्तद्रव्यानुयोगपरामर्शपरायणतां परित्यज्य प्रायशः प्राचुर्येण बाह्यक्रियामात्रसन्तुष्टाः स्युः। अधाकृतचिन्तामणिं शुद्धद्रव्यदृष्टिसमुपधायकं द्रव्यानुयोगपरिज्ञानं हित्वा काकिणीतुल्यां ज्ञानशून्यक्रियां बद्धकक्षतया उपार्जयन्ति आराधकाः प्राचुर्येण इति विषमकलिकालप्रभावोऽवसेयः। कलिकालवैषम्य ण -वैचित्र्याभ्यां परित्राणाय निष्कपटम् आन्तर उद्यमः कर्तव्य आत्मार्थिनेत्युपदिश्यतेऽत्र। का
भानुसमं ज्ञानं मुख्यवृत्त्या ग्रन्थिभेदोत्तरमेव ज्ञेयम्, न तु अभिन्नग्रन्थिकस्य द्रव्यानुयोगज्ञानम् આત્મજ્ઞાનથી હણાય છે. આત્મજ્ઞાનશૂન્ય વ્યક્તિઓ તપ વડે પણ તે દુઃખનો ઉચ્છેદ કરી શકતા નથી.” આમ આત્મજ્ઞાનયોગ એ જ કર્મનાશક પ્રબળ તપ છે - તેમ સિદ્ધ થાય છે.
( દિ.) “હજારો પણ અંધ લોકો લૂંટારુઓથી લૂંટાતા ઘરને બચાવી શકતા નથી” - આ ન્યાય પણ બીજી રીતે ‘ક્રિયા કરતાં જ્ઞાનનું બળ અધિક છે' - તેમ જણાવે છે. આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
8 કલિકાલની બલિહારી ! મક આધ્યાત્મિક ઉપનય :- “જ્ઞાન અને ક્રિયા વચ્ચેના તફાવતને કલિકાલમાં તો કોઈક વિરલા પંડિત જ જાણે છે' - આવું કહેવા દ્વારા ગ્રંથકારશ્રી એવું સૂચિત કરવા માંગે છે કે કલિકાલના આરાધક જીવો છે જેમાં ઉપયોગને તીક્ષ્ણ-સૂક્ષ્મ-સ્થિર બનાવવો પડે, બુદ્ધિની કસરત કરવી પડે, મગજને કસવું પડે તેવા દ્રવ્યાનુયોગવિષયક જ્ઞાન માટે તત્પરતા રાખવાના બદલે મોટા ભાગે બાહ્ય ક્રિયામાત્રમાં જ સંતોષ માનનારા ના વધુ પ્રમાણમાં હશે. કોહિનૂર હીરા અને ચિંતામણિ રત્ન કરતાં પણ કિંમતી તથા શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને તાત્કાલિક ઉત્પન્ન કરનારા એવા દ્રવ્યાનુયોગગોચર સમ્યજ્ઞાનનું ઉપાર્જન કરવાના બદલે કોડીની કિંમત ધરાવનાર જ્ઞાનશૂન્ય ક્રિયાનું ઉપાર્જન કરવામાં વધારે રુચિ ધરાવનાર આરાધક જીવોની પ્રચુરતા એ પણ આ વિષમ કલિકાલની બલિહારી જ સમજવી. કળિયુગની આ વિષમતાથી અને વિચિત્રતાથી બચવા માટે આપણે સહુએ પ્રામાણિકપણે આંતરિક ઉદ્યમ કરવો જોઈએ. આવી પાવન પ્રેરણા આ શ્લોક દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે.
લઇ નિજસ્વભાવનો મહિમા પ્રગટાવીએ છે (ભાનુ) મૂળ ગ્રંથમાં જ્ઞાનને સૂર્યસમાન જણાવેલ છે, તે મુખ્યવૃત્તિથી તો ગ્રંથિભેદ થયા પછીનું જ જ્ઞાન સમજવું. ગ્રંથિભેદ થયા પૂર્વે જે દ્રવ્યાનુયોગનું જ્ઞાન થયું હોય તે અહીં સૂર્યસમાન બતાવવું અભિપ્રેત નથી. કારણ કે તેવું જ્ઞાન તો ઘણી વાર અભવ્ય-દૂરભવ્ય વગેરે પાસે પણ હોય છે. તેથી