________________
/• मुक्तिलाभक्रमप्रकाशनम् ।
२२४९ ध्यानादिकम् ? तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “जे णयदिट्ठिविहीणा ताण ण वत्थूसहावउवलद्धि । वत्थुसहावविहूणा प सम्मादिट्ठी कहं हुंति ?।।” (द्र.स्व.प्र.१८१) इति। प्रकृते कार्य-कारणभावस्त्वेवं बोध्या - द्रव्यादितत्त्वगोचराद् भाषा-लिप्यादिरूपाद् द्रव्यश्रुताद् अपुनर्बन्धकादीनां व्यवहारतो भावश्रुतं जायते, ततो । देहात्मभेदविज्ञानोपधायकं नैश्चयिकसम्यक्त्वम्, तत आत्मतत्त्वसंवेदनम्, तत्परिपाकात् शुक्लध्यानादि-म द्वारा केवलज्ञानम्, ततश्चाऽखिलकर्मक्षयेण परमानन्दमया मुक्तिरिति। तदुक्तं द्रव्यस्वभावप्रकाशवृत्तौ श उद्धरणरूपेण "दव्वसुयादो भावं, तत्तो भेयं हवेइ संवेदं । तत्तो संवित्ती खलु, केवलणाणं हवे तत्तो ।।” है (द्र.स्व.प्र.गा.२९७ वृ.) इति । ततो मोक्षार्थिभिः द्रव्यानुयोगोऽवश्यं परिशीलनीय इति सिद्धम् । ___ तथा द्रव्यानुयोग एव ईतिवियोगः = सम्यग्दर्शनादिलक्षणसस्योपद्रवकारिसंशय-विपर्ययाऽज्ञानादिलक्षणमूषक-शलभाद्युत्पत्तिविरहः, तथाभ्यासस्य तथासंशय-विपर्ययाऽनध्यवसायादिनिवारकत्वात्। का શુક્લધ્યાન વગેરે તો ક્યાંથી મળે? તેથી જ દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેલ છે કે “જે જીવો નયબોધશૂન્ય છે, તેઓને વસ્તુના સ્વભાવની જાણકારી પણ મળતી નથી. તેથી વસ્તુસ્વભાવબોધરહિત એવા તે જીવો સમ્યગ્દષ્ટિ તો કઈ રીતે થાય ?' પ્રસ્તુતમાં કાર્ય-કારણભાવ આ રીતે જાણવો કે દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક તત્ત્વ સંબંધી ભાષા, લિપિ વગેરે સ્વરૂપ દ્રવ્યશ્રુતથી અપુનબંધક વગેરે જીવોને વ્યવહારથી ભાવશ્રુત ઉત્પન્ન થાય છે. તે ભાવશ્રુતથી નૈૠયિક સમ્યગ્દર્શન થાય છે. તે સમકિતથી શરીર અને આત્મા - આ બન્ને વચ્ચે ભેદવિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાથી આત્મતત્ત્વનું તે જીવને સંવેદન થાય છે. તથા આત્મતત્ત્વસંવેદન પરિપક્વ બને ત્યારે તેના પ્રભાવે જીવને શુક્લધ્યાન-ક્ષપકશ્રેણિ-પ્રાતિજજ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે. તથા તે શુક્લધ્યાન વગેરે દ્વારા કેવલજ્ઞાન મળે છે. ત્યાર બાદ સર્વ કર્મનો ક્ષય થવાથી તેનું પરમાનંદમય મુક્તિ મળે છે. તેથી જ દ્રવ્યસ્વભાવપ્રકાશવૃત્તિમાં એક ઉદ્ધત પ્રાચીન ગાથા મળે છે. તેમાં જણાવેલ છે કે “દ્રવ્યૠતથી ભાવકૃત ઉત્પન્ન થાય. તેનાથી ગ્રંથિભેદ થાય. તેનાથી દેહાત્મભેદવિજ્ઞાન પ્રગટે. તેનાથી આત્મતત્ત્વનું સંવેદન થાય. તેનાથી કેવલજ્ઞાન થાય.' તેથી “મોક્ષાર્થીએ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અત્યન્ત આવશ્યક છે' - તેવું સિદ્ધ થાય છે.
| # દ્રવ્યાનુયોગ એ જ ઉપદ્રવવિયોગ છે (તા.) દ્રવ્યાનુયોગ એ જ ઉપદ્રવનો વિયોગ છે. જેમ ખેતરમાં ઉગેલ ઘઉં વગેરે ધાન્યમાં ઉંદર, તીડ કે પતંગિયા વગેરે જીવાતોનો ઉપદ્રવ થાય તો ધાન્યનો નાશ થાય છે. તે જ રીતે સમ્યગ્ દર્શન -જ્ઞાન-ચારિત્રમાં સંશય, વિપર્યય, અજ્ઞાન વગેરેનો ઉપદ્રવ થાય તો સમ્ય દર્શન આદિનો નાશ થાય છે. આમ સમ્યગ્દર્શનાદિ ધાન્યના સ્થાનમાં છે. સંશય, વિપર્યાસ વગેરે ઉંદર વગેરેના સ્થાનમાં છે. દ્રવ્યાનુયોગ એ જ સમ્યગુ દર્શનાદિ સ્વરૂપ ધાન્યમાં ઉપદ્રવ કરનાર સંશય, વિપર્યય, અજ્ઞાનાદિ સ્વરૂપ ઉંદર, તીડ, પતંગિયા વગેરેની ઉત્પત્તિના વિરહ સ્વરૂપ છે. દ્રવ્યાનુયોગનો તથાવિધ અભ્યાસ તેવા પ્રકારના સંશય, વિપર્યય, અનધ્યવસાય વગેરેનું નિવારણ કરે છે. તેથી દ્રવ્યાનુયોગને જ સંશયાદિના
1. ये नयदृष्टिविहीनास्तेषां न वस्तुस्वभावोपलब्धिः। वस्तुस्वभावविहीनाः सम्यग्दृष्टयः कथं भवन्ति ?।। 2. द्रव्यश्रुताद् भावम्, ततो भेदं भवति संवेदः। ततः संवित्तिः खलु केवलज्ञानं भवेत् ततः।।