________________
२२४८
__० द्रव्यानुयोगमाहात्म्यद्योतनम् । શ એહ સર્વ ઐજિનવચનનો સાર છઈ. એહ જ પરમપદ કહિઈ મોક્ષ, તેહનો ભોગ છઇ. જે માટઈ 2 એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાનસંપદાઈ મોક્ષ પામિઈ. તે સત્યાર્થ.* ૧૫/૧-૧il प ऽस्माभिः द्रव्यानुयोगपरामर्शनामकप्रबन्धरूपेण स एव संस्कृतगिराऽनूदितः। श्रीयशोविजयवाचककृतं ग द्रव्य-गुण-पर्यायरासस्तबकम् अनुसृत्याऽस्माभिः द्रव्यानुयोगपरामर्शकर्णिकाभिधाना अभिनवा संस्कृतव्याख्या ____ रचिता, अभिनवशास्त्रसन्दर्भाऽभिनवतर्कादिना समर्थिता, आध्यात्मिकोपनयादिद्वारा संवर्धिता च ।
स च द्रव्यानुयोगः जिनवचसः = जिनागमस्य सारः = नवनीततुल्यो वर्तते। अत एव र दानादिप्रकरणे सूराचार्येण “द्रव्यानुयोगः सकलानुयोगमध्ये प्रधानः” (दा.प्र.५/८६) इत्युक्तम् । क द्रव्यानुयोग एव परपदभोगः = मोक्षानुभवः, कारणे कार्योपचारात्, आध्यात्मिकोपनयादिगर्भितणि रीत्या द्रव्यानुयोगविचारविमर्शतः शुक्लध्यानसम्प्राप्त्या मोक्षोपलब्धेः । का नय-प्रमाणबोधविरहे द्रव्यादिवस्तुतत्त्वानुपलम्भेन सम्यग्दर्शनमपि दुर्लभम्, कुतः पुनः शुक्ल
સમન્વય કરીને તેઓશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામના પ્રબંધ રૂપે દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરેલ છે. તથા તેને અનુસરીને અમે પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ' નામના પ્રબંધ રૂપે તે જ દ્રવ્યાનુયોગ સંસ્કૃત ભાષા દ્વારા અનુવાદ રૂપે જણાવેલ છે. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજીરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ-સ્તબકને અનુસરીને અમે (મુનિ યશોવિજય ગણીએ) દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની નૂતન સંસ્કૃત વ્યાખ્યા રચેલ છે. તેમજ નવીન શાસ્ત્ર સંદર્ભ, અભિનવ તર્ક વગેરે દ્વારા તેનું અમે સમર્થન કરેલ છે. તથા આધ્યાત્મિક ઉપનય વગેરે દ્વારા દ્રવ્યાનુયોગનું અહીં સંવર્ધન પણ કરવામાં આવેલ છે.
# દ્રવ્યાનુયોગ એ જ મોક્ષસુખનો આસ્વાદ # ( .) તે દ્રવ્યાનુયોગ જિનાગમનો સાર છે. જેમ દહીંનો-છાશનો સાર માખણ કહેવાય, તેમ જિનાગમનો સાર દ્રવ્યાનુયોગ કહેવાય છે. તેથી જ દાનાદિપ્રકરણમાં સૂરાચાર્યજીએ જણાવેલ છે કે “તમામ વ અનુયોગમાં મુખ્ય દ્રવ્યાનુયોગ છે.”
(વ્યા.) *તે દ્રવ્યાનુયોગ જ પરમપદ સ્વરૂપ મોક્ષનો ભોગવટો છે'- આવું વચન પણ કારણમાં સ કાર્યનો ઉપચાર કરીને કહી શકાય છે. દ્રવ્યાનુયોગ કારણ છે અને મોક્ષની અનુભૂતિ = ઉપલબ્ધિ તેનું કાર્ય છે. આધ્યાત્મિક ઉપનય આદિથી ગર્ભિત રીતે દ્રવ્યાનુયોગનો વિચાર-વિમર્શ કરવાથી શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે. તેનાથી ક્ષપકશ્રેણી માંડી, કેવલજ્ઞાન પામી આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. આમ દ્રવ્યાનુયોગ કારણ બને છે અને મોક્ષ તેનું કાર્ય બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને મૂળ શ્લોકમાં દ્રવ્યાનુયોગને જ મોક્ષના ભોગવટા સ્વરૂપે જણાવેલ છે.
છે નચબોધ વિના સમ્યગ્દર્શન દુર્લભ છે (ન.) નયનો અને પ્રમાણનો બોધ જેની પાસે ન હોય તેને દ્રવ્ય-ગુણ વગેરે સ્વરૂપ વસ્તુતત્ત્વની યથાવસ્થિત જાણકારી મળી શકતી નથી. તેથી તે વ્યક્તિને સમ્યગ્દર્શન પણ દુર્લભ છે. તો તે વ્યક્તિને 8 B(૨)માં “જિનવચન તે વીતરાગપ્રણીત માર્ગનું સાર' પાઠ. પુસ્તકોમાં “વચનનું” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે.