________________
२२४३
૩ શાખા - ૧૪ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. વ્યંજનપુગલપર્યાયના અવાંતર પ્રકાર સદૃષ્ટાંત અને સહેતુ જણાવો. ૨. દેવસેનજીપ્રરૂપિત સજાતીય વગેરે ચાર પર્યાય સદષ્ટાંત સમજાવો. ૩. વ્યંજનપર્યાય તિર્યક્સામાન્ય સ્વરૂપ છે. કેવી રીતે ? વિવિધ ગ્રંથના આધારે સમજાવો. ૪. એકતાદિ છ પ્રકારના પર્યાયોના નામ અને વ્યાખ્યા જણાવો. ૫. ધર્માસ્તિકાયને આશ્રયીને “પર્યાયની છણાવટ કરો. ૬. વ્યંજનપર્યાયની સમજણ તેના પ્રકાર અને દષ્ટાંત દ્વારા આપો. ૭. “એકત્વને અને સંખ્યાને એક જ માની ન શકાય' - તેનું કારણ જણાવો. ૮. અર્થપર્યાયના સંદર્ભમાં કેવલજ્ઞાન અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમીક્ષા રજૂ કરો. ૯. અર્થપર્યાયને વિશે સભેદ, સદષ્ટાંત માહિતી આપો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. “શૃંગગ્રાહિકા' ન્યાય સમજાવો. ૨. પરસાપેક્ષત્વને જ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનું નિયામક માની શકાય. શા માટે ? ૩. પર્યાયને ગુણનો વિકાર કહી ન શકાય - સમજાવો. ૪. વ્યંજનપર્યાયની અને અર્થપર્યાયની વ્યાખ્યા જણાવો. ૫. અર્થપર્યાય ચિરકાલસ્થાયી નથી - સમજાવો. ૬. આલાપપદ્ધતિ ગ્રંથને આધારે પર્યાયના પ્રકારો અને અવાંતર પ્રકારો જણાવો. ૭. અગુરુલઘુપર્યાયના બાર ભેદ જણાવો. ૮. પરમાણુને વિભાગજાત પર્યાય શા માટે કહેલ છે ? ૯. આત્માના આઠ પ્રકારને જણાવો. ૧૦. ધર્માસ્તિકાયમાં અશુદ્ધ અર્થપર્યાય સંભવી શકે કે નહિ ? શા માટે ? પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. જે પર્યાયમાં એકદ્રવ્યજનકઅવયવસઘાતત્વ હોય તેને શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સમજવા. ૨. સંયોગ ગુણ છે, પર્યાય નથી. , ૩. પર્યાયશબ્દો દ્વારા જેનું પ્રતિપાદન થઈ શકે તે બધા વ્યંજનપર્યાય કહેવાય. ૪. આકૃતિ એ ગુણ છે. ૫. સૂત્રપર્યાય, અર્થપર્યાય અને વ્યંજનપર્યાય - આ રીતે પર્યાય ત્રિવિધ છે. ૬. ઘટ વગેરેનો સુવર્ણાદિધાતુમય પર્યાય તે ગુણપર્યાય છે. ૭. કષાયાત્મા એ અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે.