________________
२२१८ ० निजशुद्धस्वभावगुणपर्यायप्रकटनं परमप्रयोजनम् . १४/१६ ज्ञेयज्ञाननिमज्जनतो नित्यसन्निहितो ज्ञाता अत्यन्तं विस्मृतः। शास्त्रवर्णविज्ञान-वचनविन्यास -मानसिककल्पनादिव्यग्रतया निर्द्वन्द्वं परं ब्रह्म नैव अतीन्द्रियानुभवबलेन साक्षात्कृतम् । र प्रकृते “पश्यतु ब्रह्म निर्द्वन्द्वम्, निर्द्वन्द्वानुभवं विना। कथं लिपिमयी दृष्टिः वाङ्मयी वा मनोमयी ? ।।” म (ज्ञा.सा.२६/६) इति ज्ञानसारकारिका विभावनीया। ततश्च परवस्तूनि येन ज्ञेयताम् आपाद्यन्ते तदेव र्श ज्ञानं स्वान्तर्मुखं कृत्वा तेनैव स्ववस्तु ज्ञेयतामापाद्य परमपवित्र-परिपूर्णानन्दमय-शुद्धचैतन्याऽखण्डक पिण्डरूपतया ज्ञातव्यम् । अपूर्णाश्रयणेन पूर्णज्ञानाऽनाविर्भावात् पूर्णानस्वभावाश्रयणकृतेऽत्र मत्यादिमी ज्ञानानां विभावगुणपर्यायत्वमावेदितम् ।
परन्तु विरुद्धभावत्वं तेषु नास्ति, सम्यग्ज्ञानत्वापेक्षया पञ्चानामपि ज्ञानानां सजातीयत्वात् । इत्थं निजपरिशुद्ध-स्थिराऽक्षय-परिपूर्णज्ञानमयाऽऽत्मद्रव्ये आदरतः स्वदृष्टिस्थापनेन अन्याऽखिलद्रव्यધર્મનાથ ભગવાનના સ્તવનમાં આ જ વાત કરે છે કે “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી જાય, જિનેસર !” ખરેખર જાણનારને જ જાણ્યો નહિ. શાસ્ત્રોની લિપિનું વિજ્ઞાન મેળવવામાં કે શબ્દોની ગોઠવણી કરવામાં કે માનસિક કલ્પનાઓની હારમાળા રચવામાં વ્યગ્ર બનીને દ્વન્દાતીત વિશુદ્ધ આત્માને અતીન્દ્રિય અનુભવના બળથી ન જ જાણ્યો. સ્વનો સાક્ષાત્કાર ન જ કર્યો. તેવી વ્યગ્રતાથી - વ્યસ્તતાથી કઈ રીતે શુદ્ધ આત્માનો અપરોક્ષ અનુભવ થાય ?
૪ લિપિમય-વાડ્મય-મનોમય દૃષ્ટિથી આત્માનુભવ ન થાય જ () પ્રસ્તુતમાં જ્ઞાનસારની એક કારિકાની વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “ક્લેશશૂન્ય શુદ્ધ અપરોક્ષ એવા અનુભવ વિના, રાગ-દ્વેષાદિગૂન્ય શુદ્ધ આત્મસ્વરૂપને (૧) રી લિપિમયી દષ્ટિ (લિપિજ્ઞાન કે પુસ્તકીયું જ્ઞાન કે સંજ્ઞાક્ષરમય દૃષ્ટિ), (૨) વામયી દષ્ટિ (વ્યંજનાક્ષરમયી
દૃષ્ટિ કે ધર્મવાદાદિથી ઊભી થતી માન્યતા) કે (૩) મનોમયી દૃષ્ટિ (આત્મસંબંધી કલ્પના કે લબ્ધિઅક્ષરમય Cી! બોધ કે શાસ્ત્રદષ્ટિ) કઈ રીતે જાણી શકે ?” તેથી આત્માનુભવ માટે શાસ્ત્રદૃષ્ટિ કે ચર્મદષ્ટિ ઉપર મદાર | બિલકુલ ન બાંધવો. તેનાથી સ્વાનુભૂતિ શક્ય નથી. તેથી જે જ્ઞાન વડે પરવસ્તુઓ શેય બનાવાય છે,
જે જ્ઞાન પરવસ્તુઓને શેય = સ્વવિષય બનાવીને જાણે છે, તે જ જ્ઞાનને પોતાના અંતરમાં વાળીને, તે જ જ્ઞાનથી સ્વવસ્તુને = સ્વાત્મતત્ત્વને શેય બનાવીને જાણવાનો પ્રયત્ન કરવો. પરમપવિત્રસ્વરૂપે, પૂર્ણાનંદમયરૂપે, શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપે સ્વાત્મતત્ત્વને તે જ જ્ઞાન વડે ઓળખવું. અધૂરા જ્ઞાનના આશ્રયે પૂર્ણજ્ઞાન પ્રગટતું નથી. તેથી પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આશ્રય કરાવવા માટે અહીં મતિ-શ્રુત વગેરે ચાર અપૂર્ણ જ્ઞાનોને વિભાવગુણપર્યાય તરીકે કહ્યા છે.
જ મતિજ્ઞાન વિભાવ છે, વિરુદ્ધભાવ નથી . (ર) પરંતુ આત્માના ચૈતન્યસ્વભાવથી રાગાદિ વિભાવપરિણામો જેમ વિરુદ્ધ ભાવ છે, વિરુદ્ધ જાતના ભાવ છે તેમ મતિજ્ઞાન વગેરે કાંઈ વિરુદ્ધ ભાવ નથી. મતિ વગેરે પાંચેય જ્ઞાનો સમ્યજ્ઞાનત્વ જાતિની અપેક્ષાએ તો આત્માના ચૈતન્યસ્વભાવને સજાતીય જ છે. આ રીતે પોતાના પરિશુદ્ધ-સ્થિર