SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ स्वसन्मुखतायाः प्रकृष्टात्मशुद्धिजनकता पु तत्त्वावलोकनमेवाऽनवरतं प्रवर्त्तमानं निजपरमेष्टसाधकम्, स्वसन्मुखतायाः निजपरमात्मसुखाऽऽस्वादद्वारा प्रकृष्टात्मशुद्धिजनकत्वात् । इन्द्रियाऽन्तःकरणनिरपेक्षतया निजात्मतत्त्वाभिमुखज्ञानाभ्यासबलात् साक्षादतीन्द्रिय-निर्विकल्प-निरुपाधिक-शाश्वतशान्तसुधारसमयपरमानन्दाऽऽस्वादनमेव परमतृप्तस्वसंवेदनमुच्यते। तद्बलतश्च निर्ग्रन्थः सुखी भवति । “सुखिनो विषयाऽतृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः । ।” (ज्ञा.सा. १०/८) इति ज्ञानसारकारिकातात्पर्यार्थोऽत्र विभावनीयः । तादृशस्वसंवेदनप्रवाहाऽविच्छेदतश्च "जन्म णि जराऽऽमय-मरणैः शोकैः दुःखैः भयैश्च परिमुक्तम् । निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम्।।” (र.वा.१३१) इति रत्नकरण्डकश्रावकाचारे समन्तभद्राचार्यदर्शितं निःश्रेयसमह्नायोपलभते आत्मार्थी । । १४/१५ ।। 15 २२०६ १४/१५ હોય તેમણે કાયમ (૧) પરના લક્ષે જ અટકી રહેવું, (૨) જનસંપર્કમાં ગળાડૂબ રહેવું, (૩) સ્વમતવાદી સાથે કે પરમતવાદી સાથે વાદ-વિવાદાદિ કરવા ઈત્યાદિ બાબતને છોડવી જ જોઈએ. કેમ કે તે પરમાર્થથી આત્મધ્યાનમાં બાધક છે. બાહ્ય દુનિયાના લક્ષમાં ખોવાયેલા રહેવામાં ભય લાગે, એમાં આખો જન્મ લૂંટાતો હોય તેવું લાગે તો બહિર્મુખતા વગેરે છૂટે. પોતાના શુદ્ધ પરમાત્મતત્ત્વને સતત જોતા જ રહેવું એ પોતાના પરમ ઈષ્ટનું સાધન છે. બહિર્મુખતા ટાળીને સતત પોતાના સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ ખરેખર પોતાના સિદ્ધસ્વરૂપને પ્રગટાવવાનું મુખ્ય અંતરંગ સાધન છે. કારણ કે આ રીતે સ્વસન્મુખ થવાથી પોતાના જ પરમાત્મસુખનો આસ્વાદ મળે છે. તેનાથી આત્માની પ્રકૃષ્ટ શુદ્ધિ જન્મે છે. બાહ્ય વિષયોથી અને વિભાવપરિણામોથી ઉદાસીન બનીને, ઈન્દ્રિયથી અને મનથી નિરપેક્ષ બનીને (A) પોતાના જ આત્મતત્ત્વની સન્મુખ રહેવાનો, (B) નિજ નિર્મળસ્વરૂપનો પરિચય કરવાનો, (C) પોતાને સ્વયંપ્રકાશસ્વરૂપે જોવાનો નિરંતર અભ્યાસ કરવો. તેનાથી આત્મામાં એક એવું અમોઘ સામર્થ્ય [] પ્રગટે છે કે જે સાક્ષાત્ અતીન્દ્રિય, નિર્વિકલ્પ, નિરુપાધિક અને શાશ્વત શાંતસુધારસથી વ્યાપ્ત એવા પરમાનંદનો આસ્વાદ કરાવે છે. આવો પરમાનંદનો આસ્વાદ એ જ સ્વસંવેદન છે, આત્માનુભવ છે. તે સ્વાનુભવ પરમતૃપ્ત હોય છે. ભૌતિક સુખના આસ્વાદની જેમ તે તૃષ્ણાવર્ષક-ભોગતૃષ્ણાજનક બિલકુલ નથી. તેથી આત્મજ્ઞાનીને એવી ભાવના રહે છે કે ‘હું હંમેશા સ્વસન્મુખ જ રહું. પરસન્મુખ કદાપિ ન થાઉં.’ આથી તે વારંવાર નિજચૈતન્યસ્વભાવમાં ડૂબકી લગાવે છે અને સ્વાનુભવધારાને જીવંત-જ્વલંત -જયવંત-બલવંત બનાવે છે. તે સ્વસંવેદનના બળથી નિર્પ્રન્થ સાધુ સુખી બને છે. (“સુ.) અહીં જ્ઞાનસારના એક શ્લોકનો તાત્પર્યાર્થ ઊંડાણથી વિચારવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘આશ્ચર્ય છે કે બાહ્ય વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર અને ઉપેન્દ્ર (ગોવિંદ) વગેરે પણ સુખી નથી. જગતની અંદર આત્મજ્ઞાનમાં લીન બનીને તૃપ્ત થવાથી કર્મમલિનતારહિત બનેલ ભિક્ષુ = સાધુ એક જ સુખી છે.’ તેવા આત્મજ્ઞાનના = સ્વસંવેદનના પ્રવાહનો વિચ્છેદ ન થવાથી રત્નકદંડકશ્રાવકાચારમાં દર્શાવેલ મોક્ષને આત્માર્થી ઝડપથી મેળવે છે. ત્યાં સમન્તભદ્રાચાર્યે જણાવેલ છે કે ‘(૧) જન્મ, ઘડપણ, રોગ, મરણ, શોક, દુઃખ અને ભય - આનાથી જે રહિત છે, (૨) રાગાદિસ્વરૂપ આગ જ્યાં બૂઝાઈ ગયેલ છે, (૩) જ્યાં શુદ્ધ સુખ વિદ્યમાન છે, તે મોક્ષરૂપે માન્ય છે.' (૧૪/૧૫) -
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy