SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ० शास्त्रज्ञानादपि आत्मज्ञानेऽधिकं यतनीयम् । १४/१३ आत्मा अनात्मा न भवति, सर्वदा सर्वत्र आत्मनः आत्मत्वेनाऽवस्थानात् । इदमवसायाऽऽत्मार्थिना मानाऽपमानादिद्वन्द्वाऽऽपाते हर्ष-विषादादिकमकृत्वा माध्यस्थ्यमास्थेयम् । ___तदर्थं सकलपरद्रव्य-गुण-पर्यायेभ्य इन्द्रियाऽन्तःकरणवृत्ति-निजोपयोगान् व्यावृत्त्य शुद्धेषु स्वद्रव्य म -गुणार्थ-व्यञ्जनपर्यायेषु स्वोपयोगः चिरकालं, सादरं, लीनतया स्थाप्यः, “स्वद्रव्य-गुण-पर्यायचर्या शे वर्या, पराऽन्यथा” (ज्ञा.सा.५/५) इति ज्ञानसारोक्तिं संस्मृत्य। न हि अन्तर्मुखीभूय निजशुद्धात्मानं क स्वोपयोगाऽगोचरं कृत्वा अपरोक्षस्वानुभूतिः सम्भवति । पौनःपुन्येन शुद्धात्मानं स्वोपयोगगोचरीकृत्य अल्पज्ञोऽपि अल्पकाले नियमेन सर्वज्ञो भवति । ततश्च शास्त्रज्ञानादपि आत्मज्ञानेऽधिको यत्न आत्मार्थिभिः कर्त्तव्यः। तबलेन ‘स्वेतरद्रव्यगोचरेभ्यो ज्ञान-यत्न-भोगोपभोग-स्पृहादिभ्यः सुखमुपजायते, अन्यथा तु આત્મા તરીકે જ રહે છે. આવું જાણીને આત્માર્થી સાધકે માન, અપમાન આદિ દ્વન્દ્ર વખતે હરખ કે શોક કર્યા વિના મધ્યસ્થદશા કેળવવી જોઈએ. આ શુદ્ધાત્મદ્રવ્યાદિરમણતા જ ઉપાદેય છે ? (તર્થ.) તેવી મધ્યસ્થદશા મેળવવા માટે તમામ પરદ્રવ્ય, પરગુણો અને પરપર્યાયો - આ ત્રણેયથી પોતાની સર્વ ઈન્દ્રિયોને, ચિત્તવૃત્તિને અને પોતાના ઉપયોગને પાછા વાળવા જરૂરી છે. આ રીતે અંતર્મુખ બનવું જોઈએ. ત્યાર બાદ શુદ્ધ એવા નિજ આત્મદ્રવ્યમાં, શુદ્ધ આત્મગુણમાં, પોતાના શુદ્ધ અર્થપર્યાયમાં અને પોતાના જ શુદ્ધ વ્યંજનપર્યાયમાં પોતાના ઉપયોગને લાંબા સમય સુધી આદરપૂર્વક લીન-લયલીન બનાવીને રાખવો. આ કાર્યમાં ઉત્સાહ પ્રગટે તે માટે જ્ઞાનસારની એક પંક્તિને યાદ કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે પોતાના શુદ્ધાત્મદ્રવ્યમાં, પોતાના જ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિગુણમાં, એ પોતાના જ શુદ્ધ અર્થપર્યાયમાં અને પોતાના જ શુદ્ધ વ્યંજનપર્યાયમાં પોતાની પરિણતિ (= ચર્યા) રમતી રાખવી એ જ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ગ્રહણ-ઉત્પત્તિરૂપ પરિણતિ (= ચર્યા) તે સારી નથી.” CI (મહોપાધ્યાયજીરચિત જ્ઞાનસારટબાના આધારે આ અર્થ લખેલ છે.) ખરેખર અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવ્યા વિના અપરોક્ષ સ્વાનુભવ નથી જ થઈ શકતો. શુદ્ધાત્માને પોતાના ઉપયોગનો વારંવાર વિષય બનાવવાથી અલ્પજ્ઞ પણ નિયમા અલ્પકાળમાં સર્વજ્ઞ બની જાય છે. તેથી શાસ્ત્રજ્ઞાનને મેળવવા માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે છે, તેના કરતાં આત્મજ્ઞાનને મેળવવા માટે ઘણો વધુ પ્રયત્ન આત્માર્થી જીવે કરવો જોઈએ. જ પરને જાણવા-જવા-ભોગવવાની મિથ્યામતિ છોડીએ જ (તવ7) આત્મજ્ઞાનગોચર પ્રયત્ન બળવાન થવાથી અનાદિકાલીન મિથ્યામતિને સાધક ભગવાનને છોડે છે. અનાદિ કાળથી જીવને એવી મિથ્યામતિ-મિથ્યારુચિ-મિથ્યાશ્રદ્ધા દૃઢ થયેલ છે કે “પોતાના આત્માથી ભિન્ન પરદ્રવ્યોને જાણવાથી, પરદ્રવ્યોને ઉત્પન્ન કરવાનો કે પરદ્રવ્યોને મેળવવાનો પ્રયત્ન કરવાથી સુખ મળે છે. પરદ્રવ્યોને એક વાર કે વારંવાર ભોગવવાથી સુખ ઉત્પન્ન થાય છે. અરે ! પરદ્રવ્યોને મેળવવાની કલ્પના-ઇચ્છા-આકાંક્ષા વગેરેથી પણ સુખ મળે છે. તથા પરદ્રવ્યોને ન જાણવાથી, પારદ્રવ્યોને પ્રાપ્ત
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy