________________
२१९४ ॐ द्रव्यस्वरूपं परदर्शनदर्पणे 0
१४/१३ એ તો મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ (જોગ = યોગ્ય) ન કહો. અસભૂતવ્યવહારનયગ્રાહ્ય માટઈ સ અસભૂત કહો. પણિ અશુદ્ધ ન કહો. એ પરમાર્થ. ૧૪/૧૩
तर्हि आत्मनि नरादिकाः = मनुष्यादिकाः पर्याया अपि अशुद्धाः न = नैव स्युः, आत्मद्रव्यान्यप थात्वानापादकत्वात्, अन्यथा आत्मनो जडत्वापत्तेः। एवमेव घटादौ अपि सुवर्णद्रव्यस्य अशुद्धरा व्यञ्जनपर्यायता न स्यात्, तत्राऽपि द्रव्यान्यथात्वपरिणामाभावात् । न जातु घटाकारधारणमात्रेण * सुवर्णमसुवर्णं भवतीति न्यायोऽत्र योज्यः।
सम्मतञ्चेदं परेषामपि। तदुक्तं योगसूत्रभाष्ये व्यासेन “धर्मस्य धर्मिणि वर्तमानस्यैवाध्वसु अतीताऽनागतवर्तमानेषु भावाऽन्यथात्वं भवति, न द्रव्याऽन्यथात्वम् । यथा सुवर्णभाजनस्य भित्त्वाऽन्यथा क्रियमाणस्य 9 भावाऽन्यथात्वं भवति, न सुवर्णाऽन्यथात्वम्” (यो.सू.भा.३/३१) इति । पूर्वोपदर्शितम् (२/४) “आकृतिरन्या | વન્યા ર મવત્તિ, દ્રવ્યું પુનઃ તવ” (T.વ્યા.મા.સ્પિ., વા.૨) ડુત પળનીથવ્યાજિરીમદમણका वचनमप्यत्रानुस्मर्तव्यम् । ततश्च ते नृ-नारकादय आत्मपर्याया अपि नानाद्रव्याश्रिताऽसद्भूतव्यवहारनयग्राह्यतया असद्भूतास्तु = असद्भूता एव वाच्याः स्युः। न चैवं देवसेनस्य अभिमतम्, नर
ધમસ્તિકામાં અશુદ્ધ પર્યાય છેઃ શ્વેતાંબર છે શ્વેતાંબર :- (તર્દિ.) જો ધર્માસ્તિકાયાદિમાં રહેલ જીવાદિસંયોગ સ્વરૂપ પર્યાયોને તમે અશુદ્ધ પર્યાયરૂપ માનવાના બદલે ઉપચરિત = અસદ્ભુત પર્યાય સ્વરૂપ માનતા હો તો આત્મામાં રહેલા મનુષ્ય વગેરે પર્યાયો પણ અશુદ્ધ પર્યાય તરીકે માન્ય નહિ જ બની શકે. કારણ કે મનુષ્ય વગેરે પર્યાયો પણ આત્મદ્રવ્યમાં અન્યથા પરિણતિને ઉત્પન્ન કરતા નથી. જો મનુષ્યાદિ પર્યાય આત્મામાં અન્યથા પરિણતિને ઉત્પન્ન કરે તો આત્મા જડ થવાની આપત્તિ આવે. આ જ રીતે અન્યત્ર ઘટ વગેરે પણ સુવર્ણદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાય નહિ બની શકે. કારણ કે તેમાં પણ દ્રવ્યનો અન્યથા પરિણામ થતો નથી. “ઘટાકારને ધારણ કરવા માત્રથી સુવર્ણ દ્રવ્ય કદાપિ અસુવર્ણ બનતું નથી' - આ ન્યાયને અહીં લાગુ પાડવો.
હ9 દ્રવ્ય અન્યથા બનતું નથી : વ્યાસ ૯ વી (સમ્મત) આ વાત અન્યદર્શનકારોને પણ સંમત છે. યોગસૂત્રભાષ્યમાં વ્યાસ મહર્ષિએ જણાવેલ
છે કે “ધર્મી દ્રવ્યમાં ગુણધર્મ વિદ્યમાન હોય છે. તે ગુણધર્મ જ અતીત, અનાગત અને વર્તમાન કાળે એ ધર્મી દ્રવ્યમાં બદલાય છે. તેથી વસ્તુમાં ભાવઅન્યથાપણું આવે છે પરંતુ દ્રવ્યઅન્યથાપણું આવતું નથી.
અર્થાત્ દ્રવ્યનો ભાવ અતીતાદિ કાળમાં બદલાય છે. પરંતુ દ્રવ્ય બદલાતું નથી. જેમ કે સોનાના વાસણને ભાંગીને તેને મુગટ આદિ રૂપે બનાવવામાં આવે ત્યારે વાસણ સ્વરૂપ ભાવ અન્યથા (= મુગટ) રૂપે બને છે. પરંતુ ત્યારે સુવર્ણ દ્રવ્ય બદલાતું નથી.” પૂર્વે બીજી શાખાના ચોથા શ્લોકની વ્યાખ્યામાં પાણિનીયવ્યાકરણ મહાભાષ્યનો એક સંદર્ભ ઉદ્ધત કરીને ત્યાં જણાવેલ હતું કે “આકૃતિ (= મુગટાદિ સંસ્થાન) અલગ – અલગ બને છે પણ (સુવર્ણાદિ) દ્રવ્ય તો તેનું તે જ હોય છે.” આ વાત પણ અહીં ફરીથી યાદ કરવા યોગ્ય છે. તેથી મનુષ્ય વગેરે આત્મપર્યાયો કે મુગટ, ઘટ, વાસણ વગેરે સુવર્ણપર્યાયો પણ ધર્માસ્તિકાયાદિનિષ્ઠ જીવાદિસંયોગની જેમ અસદ્દભૂત = ઉપચરિત પર્યાય સ્વરૂપ જ બની જશે.