________________
२१९०
• धर्मादिद्रव्येऽशुद्धव्यञ्जनपर्यायसिद्धिः ।
१४/१२ प प्रत्ययाश्चामी ‘एकोऽयमि'त्यादिप्रत्ययाः। ततोऽवश्यम् अमीषां निबन्धनेन भवितव्यम् । तच्च न द्रव्यमेव, जो तस्य सदा अवस्थितत्वेन प्रतिनियतकालैकत्वादिप्रत्ययाऽनुत्पत्तिप्रसङ्गात् । ततश्च यदमीषां कालनियमेनोत्पत्तिनिबन्धनं न तत्पर्यवेभ्यस्तत्तत्परिणतिविशेषरूपेभ्योऽन्यद्” (उत्त.२८/१३ शा.व.) इति ।
अत्र हि स्पष्टमेव संयोगोऽपि संस्थानमिव पर्यायतया दर्शित इति धर्मास्तिकायादिद्रव्येषु जीवादिश द्रव्यसंयोगस्य अशुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपता पूर्वं (१४/१०) दर्शिता अव्याहतैव । क अस्तु वा धर्माऽधर्माऽऽकाशादिसम्बन्धिनो नित्यसंयोगस्य गुणरूपता, द्रव्यसहभावित्वात् किन्तु णि गुणत्वाऽवच्छिन्नस्य पर्यायेऽन्तर्भावात्, परापेक्षत्वात्, अभिलाप्यत्वाच्चाशुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपताऽ
नाविलैव। तदुक्तं लब्धिसूरिभिः तत्त्वन्यायविभाकरे नयनिरूपणप्रस्तावे “गुणानां पर्यायेऽन्तर्भावः” (त.न्या. જ રીતે “આ એ જ છે', “આ આનાથી પૃથફ છે' - ઈત્યાદિ પ્રતીતિ પણ લોકોને અસ્મલિતરૂપે થાય છે. તેથી આવી પ્રતીતિઓનું કોઈક ચોક્કસ પ્રકારનું કારણ હોવું જોઈએ. ‘દ્રવ્ય જ ઉપરોક્ત તમામ પ્રતીતિનું અસાધારણ કારણ છે' - એવું કહી શકાતું નથી. કારણ કે દ્રવ્ય તો સદા માટે અવસ્થિત = હાજર હોય છે. તેથી અમુક જ અવસ્થામાં “આ એક છે', “આ આનાથી પૃથક છે' - ઈત્યાદિ પ્રતીતિની ઉત્પત્તિ થઈ ન શકે. દ્રવ્યને ઉપરોક્ત પ્રતીતિઓનું કારણ માનવામાં આવે તો સર્વદા સર્વત્ર સર્વ લોકોને ઉપરોક્ત તમામ પ્રતીતિઓ ઉત્પન્ન થવાની આપત્તિ દુર્વાર બનશે. કારણ કે દ્રવ્ય તો નિત્ય હોવાથી સર્વદા હાજર જ હોય છે. પરંતુ સર્વદા ઉપરોક્ત પ્રતીતિ થતી નથી. પરંતુ અમુક પ્રકારના
ચોક્કસ સમયે જ લોકોને ઉપરોક્ત પ્રતીતિ ઉત્પન્ન થાય છે. તેથી કાલવિશેષનિયંત્રિત ઉપરોક્ત પ્રતીતિઓની સ ઉત્પત્તિનું કારણ જે છે, તે પર્યાયને છોડી બીજું કોઈ નથી. આ પર્યાય વસ્તુની છે તે વિશેષ પ્રકારની
પરિણતિ સ્વરૂપ છે. તેથી દ્રવ્યથી અતિરિક્ત પર્યાયનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. તો જ પ્રતિનિયતકાલીન Cી ઉપરોક્ત પ્રતીતિઓની ઉત્પત્તિ સંગત થઈ શકે.” આમ શ્રી શાંતિસૂરિજીએ જણાવેલ છે.
સંયોગ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે (.) ઉત્તરાધ્યયન સૂત્રની ઉપરોક્ત ગાથામાં સ્પષ્ટ રીતે સંસ્થાનની જેમ સંયોગ પણ પર્યાય તરીકે બતાવેલ છે. તેથી જ “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં ઉત્પન્ન થનારો જીવાદિદ્રવ્યનો સંયોગ એ જ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે' આ પ્રમાણે પ્રસ્તુત ચૌદમી શાખાના દસમા શ્લોકમાં જે વાત જણાવેલ હતી, તે વાત બિલકુલ શાસ્ત્રબાધિત નથી.
ક ગુણનો પર્યાયમાં અંતર્ભાવ છે (અસ્તુ.) અથવા તો એમ પણ કહી શકાય છે કે ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો પરસ્પર સંયોગ કે ધર્માસ્તિકાય અને આકાશ વગેરેનો પરસ્પર સંયોગ નિત્ય છે. તે દ્રવ્યસહભાવી છે, યાવત્ દ્રવ્યભાવી છે. તેથી તે નિત્યસંયોગને ગુણસ્વરૂપ કહી શકાય છે. પરંતુ તમામ ગુણનો પર્યાયમાં અંતર્ભાવ થવાના લીધે નિત્યસંયોગ પણ પર્યાયરૂપ જ છે. તેમજ ધર્માસ્તિકાયથી ભિન્ન અધર્માસ્તિકાયાદિ પરદ્રવ્યને સાપેક્ષ હોવાથી તે અશુદ્ધ પર્યાય છે. તે નિત્યસંયોગ અભિલાપ્ય હોવાના લીધે વ્યંજનપર્યાયસ્વરૂપ છે. આમ ધર્માધર્માકાશાદિસંબંધી નિત્યસંયોગને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપે નિરાબાદપણે કહી શકાય જ છે.