________________
१४/९ ० परसन्मुखचित्तवृत्तिः त्याज्या 0
२१७३ प्रयातव्यमात्मार्थिना । पर्यायपरावृत्तौ अपि धर्मादिद्रव्याणामिव आत्मनः असङ्गता, अलिप्तता, उदासीनता प च स्थिरीभूता स्युः तथा यतनीयम् ।
तदर्थञ्च स्वस्य कर्मकार्यक्षेत्रबहिर्भावः द्रुतं कार्यः। परज्ञेयप्रतिभासानन्तरम् ‘इदं मम इष्टम्। ... तच्चाऽनिष्टम्' इत्यादिविकल्पव्यग्रतया परिणमनं हि नाऽऽत्मनः कार्यक्षेत्रं किन्तु कर्मण एव। न , हीष्टाऽनिष्टविकल्पनिमज्जनतः परज्ञेयविश्रान्तिः आत्मनः कार्यक्षेत्रम् । अनवरतं परज्ञेयपदार्थसन्मुख- श चित्तवृत्तिं परित्यज्य निजनिर्विकार-सहजाऽनन्तानन्दानुभवलीनतया परमौदासीन्यतः प्रयोजनभूत-सन्निहित क -परज्ञेयप्रतिभासकालेऽपि निजशुद्धचैतन्यस्वरूपगोचरम् अवलोकनम् अनुभवनञ्च आत्मनः कार्यक्षेत्रम् ।
स्वभूमिकौचित्येन च जीवननिर्वाहाद्यौपयिकभोजनादिप्रवृत्तिकालेऽपि कुकर्मबन्धपरिहारकृते અને અલિપ્તભાવે આપણે રહેવું જોઈએ. તેમાં આપણને હરખ કે શોક ન થાય તે રીતે આપણે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ જવું જોઈએ. પર્યાયોની ઉથલ-પાથલ વચ્ચે પણ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોની જેમ આપણી અસંગતા, અલિપ્તતા અને ઉદાસીનતા ટકી રહેવી જોઈએ. તે મુજબ આંતરિક સંકલ્પ અને દઢ પ્રયત્ન આપણે કરવો જોઈએ.
આ કર્મના કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળી જઇએ છે (ત) તેવો પ્રયત્ન અને સંકલ્પ કરવા માટે આપણે આપણી જાતને કર્મના કાર્યક્ષેત્રમાંથી વહેલી તકે બહાર કાઢવી જરૂરી છે. કર્મનો ભોગવટો જ્યાં હોય, કર્મનો અધિકાર જ્યાં પ્રવર્તતો હોય, ત્યાં શા માટે આપણે ખોટી થવું? માણસો, મકાન, મશીન, મીઠાઈ, મોર, મહિલા, મિલકત, મીલ, માખી વગેરે પરશેય પદાર્થોનો પ્રતિભાસ જ્ઞાનમાં થયા પછી “આ મને ઈષ્ટ છે, તે મને અનિષ્ટ છે - ઈત્યાદિ વિકલ્પના વમળમાં વ્યગ્ર બનીને પરિણમવું એ આત્માનું કાર્યક્ષેત્ર-અધિકારક્ષેત્ર નથી, પરંતુ કર્મનું જ કાર્યક્ષેત્ર-અધિકારક્ષેત્ર છે. પરણેય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટના વિકલ્પમાં ગળાડૂબ થઈને (૧) પરય પદાર્થમાં વિશ્રાન્તિ કરવી, (૨) પરસન્ન ચિત્તવૃત્તિ કરવી, (૩) પરપદાર્થો જ નજરાયા કરે, (૪) પરપદાર્થમાં અટકવું - આ બાબતો આત્માનો મૂળભૂત અધિકાર ભોગવવાનું કાર્યક્ષેત્ર નથી જ. સાધક આત્માએ તો નિરંતર પરણેય પદાર્થની સન્મુખ રહેલી પોતાની ચિત્તવૃત્તિને પૂરેપૂરી છોડવાની છે. તેમાં રુચિને બિલકુલ સ્થાપિત કરવાની નથી. ત્યાર બાદ પોતાના નિર્વિકાર સહજ અનંત આનંદના અનુભવમાં લીન બનીને પરપદાર્થો પ્રત્યે પૂર્ણ ઉદાસીનભાવ ધારણ કરવો. તેવી આત્મસ્થિતિ કર્યા બાદ વ્યવહારમાં કે સાધનામાં ઉપયોગી બને તેવા પ્રયોજનભૂત અને વર્તમાનકાળમાં પોતાની પાસે ઉપસ્થિત એવા પરણેય પદાર્થોનો પોતાના જ્ઞાનમાં પ્રતિભાસ થાય તે સમયે પણ પોતાના જ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું અવલોકન કરવું, તેનો જ અનુભવ કરવો એ જ આત્માનું અધિકારક્ષેત્ર-કાર્યક્ષેત્ર છે. જ્ઞાતા-દેષ્ટાભાવના અંગત અધિકારને ભોગવવાનું કાર્યક્ષેત્ર છોડીને બીજે ક્યાંય માથું મારવા જેવું નથી. બિનઅધિકૃત ચેષ્ટાની મજાની સજા પણ મોટી હોય છે.
& સાધકને ભોગસુખો મૃગજળતુલ્ય લાગવા જોઈએ ? (a) તેમજ પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે જીવનનિર્વાહ વગેરેમાં સાધનભૂત એવી ભોજનાદિ