________________
२१७० ० धर्मादौ शुद्धार्थपर्यायप्रकाशनम् ।
१४/९ प शब्दाऽवाच्यत्वे सति निरुपाधिकत्वात्, क्षणमात्रस्थितिकत्वाद्वा ।
“अगुरुग-लघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिच्च” (प.का.स.८४) इत्यादिना पञ्चास्तिकायसङ्ग्रहे - कुन्दकुन्दस्वामिना धर्मास्तिकाये प्रतिसमयसम्भवत्षट्स्थानपतितवृद्धि-हानिसमेतानन्ताऽगुरुलघुपर्यायात्मकार्थपर्यायाऽऽनन्त्यमुपदर्शितम्।
गति-स्थित्यादिपरिणामपरिणतपरमाण्वादिपुद्गल-जीवास्तिकायेभ्यः प्रतिक्षणं गति-स्थित्यादिनिमिकृ त्तत्वलक्षणा ये परिणामा विपरिवर्तन्ते, ते परप्रत्ययाद् अर्थपर्याया ज्ञेयाः। ते शुद्धाऽर्थपर्यायत्वेन
શૃંગગ્રાહિકા ન્યાયથી શબ્દથી દર્શાવી શકાતા નથી. તેમજ તે પર્યાયો નિરુપાધિક છે. અથવા તે પર્યાયોની સ્થિતિ માત્ર એક ક્ષણની હોવાથી તે શુદ્ધ અર્થપર્યાય તરીકે જાણવા.
8 ઈંગગ્રાહિકા ન્યાયની સમજણ હS સ્પષ્ટતા :- અનેક ગોવાળની અનેક ગાય, ભેંસ એક જ મેદાનમાં એકીસાથે ચરતી હોય ત્યારે દરેક ગોવાળ પોતપોતાની ગાય-ભેંસોને સારી રીતે ઓળખતો હોય છે. ટોળાની વચ્ચે રહેલી પોતાની ગાયને શીંગડું પકડીને તે ગોવાળ એમ બોલતો હોય છે કે “આ મારી ગાય છે. આમ “શુ ગૃહ્યસ્ત યસ્યાં ક્રિયાયાં સ કૃદિ ' - આવી વ્યુત્પત્તિ મુજબ ચોક્કસ પ્રકારની અસાધારણ વિશેષતાનો નિર્દેશ જે પ્રવૃત્તિ દ્વારા થાય ત્યાં પ્રસ્તુત શૃંગગ્રાહિકા ન્યાયનો ઉપયોગ થાય છે. ધર્માસ્તિકાય વગેરે
દ્રવ્યોમાં રહેલા સતત પરિવર્તનશીલ અગુરુલઘુપર્યાયોને વ્યક્તિગત ચોક્કસ પ્રકારની અસાધારણ વિશેષતાનો એ ઉલ્લેખ કરવાપૂર્વક, શબ્દ દ્વારા દર્શાવી શકાતા નથી. તેથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના અગુરુલઘુ વગેરે
પર્યાયો વ્યંજનપર્યાય નથી પણ અર્થપર્યાય જ છે. તે સોપાધિક નથી પણ નિરુપાધિક છે. તે પરનિમિત્તક CL નથી પણ સ્વનિમિત્તક જ છે. તેથી તે અર્થપર્યાયોને શુદ્ધ અર્થપર્યાય તરીકે જાણવા. અથવા પૂર્વે (૧૪૭)
જણાવ્યા મુજબ તે પર્યાયો ક્ષણિક હોવાથી શુદ્ધ અર્થપર્યાય જાણવા. કારણ કે સંમતિતર્કવૃત્તિ (૧/૩૨) મુજબ અર્થપર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતાનો નિશ્ચય, નિરુપાધિકતા-સોપાધિકતાના આધારે નથી થતો પણ ક્ષણમાત્રસ્થિતિ-અનેકક્ષણસ્થિતિના આધારે થાય છે.
(“.) “અનન્તા અગુરુલઘુપર્યાયોથી સદા પરિણત થયેલ ધર્માસ્તિકાય નિત્ય છે' - ઈત્યાદિ કથન દ્વારા પંચાસ્તિકાયસંગ્રહમાં કુંદકુંદસ્વામીએ પ્રત્યેક સમયે થનાર ષસ્થાનપતિતવૃદ્ધિ-હાનિવાળા અનન્તા અગુરુલઘુપર્યાયસ્વરૂપ અર્થપર્યાયોનું અનંતપણું ધર્માસ્તિકાયદ્રવ્યમાં જણાવેલ છે. મતલબ કે અનંતા સહજ શુદ્ધ અર્થપર્યાયો ધર્માસ્તિકાયમાં દિગંબરોને માન્ય જ છે.
ધર્મદ્રવ્ય વગેરેમાં સોપાધિક અર્થપર્યાય છે, (ત્તિ) ગતિપરિણામથી અને સ્થિતિ વગેરે પરિણામથી પરમાણુ વગેરે પુગલો અને જીવદ્રવ્યો પરિણમતા હોય છે. આવા પુદ્ગલદ્રવ્યોના નિમિત્તે અને જીવદ્રવ્યોના નિમિત્તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં પણ પ્રતિક્ષણ તત્ તદ્ ગતિનિમિત્તત્વ, સ્થિતિનિમિત્તત્વ વગેરે સ્વરૂપે જુદા જુદા પરિણામો પરિવર્તન પામે છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં આ પ્રમાણે જે ગતિનિમિત્તત્વ વગેરે ક્ષણભંગુર પરિણામો
1, ગુરુ-તપુર્વઃ સ અનન્તઃ રાત: નિત્ય