________________
૨૪/૪
चित्तस्थैर्योपायदर्शनम् ।
२१४१ ऽऽकारादिप्रतिभासे तु “आत्मज्ञाने मुनिर्मग्नः सर्वं पुद्गलविभ्रमम् । महेन्द्रजालवद् वेत्ति, नैव तत्राऽनुरज्यते ।।" (अ.उप.२/६) इति अध्यात्मोपनिषत्कारिकां निजचेतसिकृत्य स्वात्मा इत्थम् अनुशासितव्यो यदुत - प ___ 'अहं मूलस्वभावतो वीतरागोऽस्मि, शान्तिपिण्डोऽस्मि । न मे पौद्गलिकैः भवभ्रमणकारिभी रा रागादिभिः प्रयोजनं किञ्चित् । इन्द्रजालकल्पाः तुच्छाः सङ्कल्प-विकल्पादयस्तु कर्मजनिता ममाऽऽयुटुंण्टकाश्च । तैः अलम् । मनश्चञ्चलतादिविधायिन्यः अन्तःप्रतिभासमाना विविधाकृतयोऽपि न मत्स्वरूपाः।। अहं तु सदैव निराकारोऽस्मि, अमूर्तोऽस्मि, अतीन्द्रियोऽस्मि । अहं तु न एतदन्यतरस्य कर्ता र भोक्ता वा। यस्मिन् ज्ञाने एतत्प्रतिभासः वर्तते तस्य निर्मलता, स्वप्रकाशरूपता निजस्वरूपता च क मया ज्ञातव्या । तद् यतः आविर्भूतं स शुद्धचैतन्याऽखण्डपिण्डो मया द्रष्टव्यः, ज्ञातव्यः संवेदनीयश्च, र्णि यतः स एव मदीयं तात्त्विकं स्वरूपम् । अनादिकालतो मया निजशुद्धचित्स्वरूपमेव विस्मृतम्,... अत्यन्तम् उपेक्षितञ्च । निजशुद्धचैतन्यस्वरूपप्रतिबिम्बिता रागादय एव मया रुचिपूर्वं दीर्घकालं વિભાવપરિણામોનો પ્રતિભાસ થાય કે નકામા સંકલ્પ-વિકલ્પાદિનો પ્રતિભાસ થાય કે અલગ-અલગ આકારોનો આભાસ થાય તો અધ્યાત્મઉપનિષતુના એક શ્લોકને પોતાના મનમાં સ્થાપિત કરવો. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “આત્માના જ્ઞાનમાં મગ્ન બનેલા મહાત્મા તમામ પ્રકારના પુદ્ગલવિભ્રમને મોટી માયાજાળ સમાન જુએ છે. તેથી તેમાં તે જરાય અનુરાગ કરતા નથી.”
(‘૬.) આ બાબતને પોતાના ચિત્તમાં લક્ષરૂપે રાખીને પોતાના આત્માને આ રીતે સમજાવવો/ઘડવો કે – “હું મૂળભૂત સ્વભાવથી તો વીતરાગ છું, રાગાદિશૂન્ય જ છું. વૈષ-ક્રોધાદિ પણ મારું સ્વરૂપ નથી. હું તો શાન્તિનો પિંડ છું. રાગાદિ ભાવો તો પૌદ્ગલિક છે, ભવભ્રમણને કરાવનારા છે. મારે તેનું કશું કામ નથી. અંદરમાં જે સંકલ્પ-વિકલ્પાદિ વગર આમંત્રણ આવે છે, તે માયાજાળ જેવા છે. તે છે તુચ્છ છે. કર્મ તેને પેદા કરે છે. હું તેનો કર્તા નથી. તે મારા આયુષ્યને લૂંટનારા છે. મારે તેનું પણ ધ્યા કશું કામ નથી. તથા મનની ચંચળતા પેદા કરનારી જે જુદી-જુદી આકૃતિઓ – વર્ણાદિ અંદરમાં જણાય છે, તે પણ મારું સ્વરૂપ નથી. મારામાં કોઈ સ્વતંત્ર આકૃતિ નથી. હું તો નિરાકાર છું, અમૂર્ત છું, સ અતીન્દ્રિય છે. તેથી રંગ-બેરંગી દશ્ય આકૃતિઓ કે વર્ણાદિ મારામાં કેવી રીતે સંભવે ? હું નથી રાગાદિનો કર્તા, નથી વિકલ્પાદિનો કર્તા કે નથી જુદી-જુદી દશ્યમાન આકૃતિઓનો કર્યા. તથા આ ત્રણમાંથી એકનો પણ ભોક્તા ય હું નથી જ. મારે તો આ રાગાદિ ત્રણેયનો પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનની નિર્મળતાને જાણવી છે. તે જ્ઞાનની સ્વપ્રકાશરૂપતાને જાણવી છે. “જોયાકારરૂપે રાગાદિ જેમાં પ્રતિબિંબિત થાય છે, તે જ્ઞાન મારું જ સ્વરૂપ છે' - આ હકીકત પણ મારે સમજવી છે. તથા તે જ્ઞાન જે શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાંથી પ્રગટેલ છે, તે શુદ્ધ ચૈતન્યનો અખંડ મૂળભૂત પિંડ પણ મારે જોવો છે, જાણવો છે, માણવો છે. કારણ કે તે શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ એ જ મારું તાત્ત્વિક સ્વરૂપ છે. અનાદિ કાળથી હું મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ ભૂલી ગયો તથા મેં તેની ઘોર ઉપેક્ષા કરી. મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પ્રતિબિંબિત થયેલા રાગાદિ ભાવોને જ મેં રુચિપૂર્વક દીર્ઘકાળ સુધી તન્મય બનીને જોયા. તેથી જ તેમાં મેં એકરૂપતાની બુદ્ધિ કરી. તાદાત્મબુદ્ધિથી (= સ્વઅભિન્નપણાની બુદ્ધિથી) મેં રાગાદિને