________________
२११८
* तिर्यक्सामान्यं व्यञ्जनपर्यायः
१४/२
प
स्पर्शनः पर्यायः स व्यञ्जनपर्यायः, यथा घटादीनां मृदादिपर्यायो व्यञ्जनपर्यायः मृन्मयः सुवर्णादिधातुमयो वा । घटः कालत्रयेऽपि मृदादिपर्यायत्वं व्यञ्जयति । सूक्ष्मः वर्त्तमानकालवर्ती अर्थपर्यायः, यथा घटादेः तत्तत्क्षराणवर्त्ती पर्यायः” (द्वा.न. च. अर.१ / भाग-२/पृष्ठ-७) इत्येवं श्रीलब्धिसूरिभिः उक्तम् । एतावता पूर्वं द्वितीयशाखायां (२/५) व्यावर्णितस्य तिर्यक्सामान्यस्य व्यञ्जनपर्यायरूपतैव सूचिता, नानाक्षणव्यापित्वे सति शब्दवाच्यस्थूलपर्यायत्वात् । कालत्रयव्यापित्वेऽपि देशान्वयप्राधान्यविवक्षणाद् भिन्नप्रदेशिषु मार्त्तादिव्यक्तिषु पूर्वोक्तरीत्या (२/५) एकाकारप्रतीतिजनकत्वेन मृन्मयत्व - पार्थिवत्वादीनां तिर्यक्सामान्यत्वं $ शब्दवाच्यत्वेन च व्यञ्जनपर्यायत्वमनाविलम् । व्यञ्जनपर्यायगतकालान्तरस्थायित्वसिद्धिकृतेऽत्र कालत्रयनिर्देशो ज्ञेयः । णि
तदुक्तं रत्नाकरावतारिकायां श्रीरत्नप्रभसूरिभिः “ तिर्यक्सामान्यं तु प्रतिव्यक्ति सदृशपरिणामलक्षणं व्यञ्जनका पर्याय एव, स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्यायाः” (रत्ना.अ.७/६) इति ।
વાત કરેલી છે. તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે ‘પર્યાયના બે પ્રકાર છે. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. જે પદાર્થનો જે પર્યાય ત્રિકાલસ્પર્શી હોય તે પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે ઘટાદિ દ્રવ્યનો માટી (=માર્ત્તત્વ) વગેરે પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય. ઘડો જેમ માટીમાંથી બને છે તેમ સુવર્ણ, ચાંદી વગેરે ધાતુમાંથી પણ બને છે. તેથી ઘટ વગેરેનો મૃત્મય પર્યાય કે સુવર્ણાદિધાતુમય પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય. ઘટ વર્તમાન, ભૂત અને ભવિષ્ય - એમ ત્રણેય કાળમાં મૃદાદિપર્યાયપણાને વ્યક્ત કરે છે. (તેથી તે મૃન્મય આદિ પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે.) જે પર્યાય સૂક્ષ્મ હોય અને વર્તમાન કાળમાં રહેનારો હોય તે અર્થપર્યાય કહેવાય છે. જેમ કે ઘટ વગેરેનો તે તે ક્ષણવર્તી પર્યાય અર્થપર્યાય કહેવાય છે.' આવું કહેવા દ્વારા શ્રીલબ્ધિસૂરિજી મહારાજે ‘તિર્યસામાન્ય એ વ્યંજનપર્યાયસ્વરૂપ જ છે' એવું સૂચિત કરેલ છે. કારણ કે તિર્યક્સામાન્ય અનેક ક્ષણમાં વ્યાપીને રહેલ છે અને તે શબ્દવાચ્ય છે, સ્થૂલ પર્યાય છે. મૃત્મયત્વ વગેરે પર્યાય ત્રણેય કાળમાં રહેવા છતાં પણ અહીં તેમાં દેશાન્વયની મુખ્યતા વિવક્ષિત છે. તેથી જુદા-જુદા પ્રદેશોમાં (અવયવોમાં) રહેલ માત્ત વસ્તુઓમાં, પૂર્વે (૨/૫) જણાવ્યા મુજબ એકાકારતાની પ્રતીતિ કરાવવાના લીધે મૃયત્વ, પાર્થિવત્વ વગેરે તિર્યક્સામાન્યરૂપે નિરાબાધપણે સિદ્ધ થાય છે. તથા શબ્દવાચ્ય હોવાના લીધે વ્યંજનપર્યાયરૂપે નિરાબાધપણે સિદ્ધ થાય છે. વ્યંજનપર્યાય કાલાન્તરસ્થાયી હોય છે. વ્યંજનપર્યાય તરીકે વિવક્ષિત મૃત્મયત્વ વગેરેમાં કાલાન્તરસ્થાયિત્વની સિદ્ધિ માટે દ્વાદશારનયચક્રટિપ્પણમાં કાલત્રયનો નિર્દેશ કર્યો છે - તેમ જાણવું. * રત્નપ્રભસૂરિમતપ્રદર્શન
-
(તવુ.) રત્નાકરઅવતારિકામાં શ્રીરત્નપ્રભસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે ‘તિર્યક્ સામાન્ય તો પ્રત્યેક વ્યક્તિમાં સમાન પરિણામ સ્વરૂપ છે. આવું તિર્યક્સામાન્ય એ વ્યંજનપર્યાય જ છે. કારણ કે જે પર્યાયો સ્થૂલ હોય, કાલાંતરમાં રહેનારા હોય, તેમાં શબ્દનો સંકેત થઈ શકતો હોવાથી તે પર્યાયો વ્યંજનપર્યાય કહેવાય છે.’