________________
२०८८ • सप्तभङ्गीप्रक्रियाप्रकाशनम् ।
१३/१७ “यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्ग्यामाद्य-द्वितीययोः भङ्गयोर्द्रव्यार्थिक-पर्यायार्थिकाश्रयणप्रक्रिया भज्येत” इत्याद्यत्र
વત્ વિવારીયમ્ ૧૩/૧૭ી प (आ.प.पृ.१५) इति यदुक्तं (शाखा-१३/१) तदपि न युज्यते, यतः स्वद्रव्यादिग्राहक-परद्रव्यादिग्राहकयोः देवसेनमते द्रव्यार्थिकत्वाद् अस्ति-नास्तिस्वभावयोः केवलद्रव्यार्थिकनयविषयत्वमापद्येत ।
न चास्त्वेवम्, का नः क्षतिः ? इति वाच्यम्,
अस्तित्व-नास्तित्वयोः केवलद्रव्यार्थिकनयगोचरत्वे अस्तित्व-नास्तित्वविषयिण्यां सप्तभङ्ग्यां 'सर्वश मस्ति स्वद्रव्य-क्षेत्रादिना, सर्वं नास्ति परद्रव्य-क्षेत्रादिना' इत्येवंलक्षणयोः आद्य-द्वितीययोः भङ्गयोः क क्रमशः द्रव्यार्थिक-पर्यायार्थिकनयाऽऽश्रयणप्रक्रिया पूर्वोक्ता (४/१४) भज्येत । णि अयमत्राऽऽशयः - नयः स्वाभिधेये प्रवर्त्तमानो मिथोविरुद्धनययुगलसमुत्थविधि-निषेधाभ्यां कृत्वा
વસ્તુનો “નાસ્તિ'સ્વભાવ છે.” દેવસેનજીની આ વાત પ્રસ્તુત તેરમી શાખાના પ્રથમ શ્લોકમાં જણાવી ગયેલ છીએ. દેવસેનજીની આ વાત પણ યુક્તિસંગત ન હોવાનું કારણ એ છે કે સ્વદ્રવ્યાદિગ્રાહક નય અને પદ્રવ્યાદિગ્રાહક નય દેવસેનમતે દ્રવ્યાર્થિકનય છે. તેથી સ્વદ્રવ્યાદિગ્રાહક નયથી “અસ્તિ'સ્વભાવનું ગ્રહણ થતું હોવાથી જેમ “અસ્તિ'સ્વભાવ ફક્ત દ્રવ્યાર્થિકનયનો જ વિષય બને છે, તેમ પરદ્રવ્યાદિગ્રાહક નયથી “નાસ્તિ' સ્વભાવનું ગ્રહણ થતું હોય તો “નાસ્તિ'સ્વભાવ પણ ફક્ત દ્રવ્યાર્થિકનયનો જ વિષય બની જશે.
દિગંબર :- (વા.) વસ્તુનો “અસ્તિ'સ્વભાવ અને “નાસ્તિ'સ્વભાવ ફક્ત દ્રવ્યાર્થિકનયનો જ વિષય બને તો ભલે તેમ બનતું. તમને તેમાં શું વાંધો છે ? તેવું માનવામાં અમને કયો દોષ નડશે? સ થતાંબર :- (સ્તિત્વ) જો વસ્તુનો “અસ્તિ'સ્વભાવ અને “નાસ્તિ'સ્વભાવ ફક્ત દ્રવ્યાર્થિકનયનો જ
વિષય હોય તો વસ્તુના અસ્તિત્વ-નાસ્તિત્વગુણધર્મસંબંધી સપ્તભંગીની શાસ્ત્રપ્રસિદ્ધ વ્યવસ્થા ભાંગી પડશે. Q. તે આ રીતે – અસ્તિત્વ-નાસ્તિત્વગોચર સપ્તભંગીનો પ્રથમ પ્રકાર છે – “સર્વમ્ તિ દ્રવ્ય-ક્ષેત્રાવિના '
સપ્તભંગીનો આ પ્રથમ ભાંગો દ્રવ્યાર્થિકનયને આશ્રયીને પ્રવર્તે છે. તથા પ્રસ્તુત સપ્તભંગીનો બીજો ભાંગો છે - “સર્વ નિતિ પદ્રવ્ય-ક્ષેત્રાદ્રિના.” આ બીજો ભાગો પર્યાયાર્થિકનયને આશ્રયીને પ્રવર્તે છે. આ વાત પૂર્વે (૪/૧૪) સપ્તભંગીના નિરૂપણમાં આપણે વિચારી ગયેલ છીએ. મતલબ કે “વસ્તુનો “નાસ્તિસ્વભાવ કેવલ દ્રવ્યાર્થિકનયનો વિષય છે' - આવું દેવસેનજીનું કથન “વસ્તુનો “નાસ્તિ'સ્વભાવ પર્યાયાર્થિકનયનો વિષય છે” – આવી શાસ્ત્ર પ્રસિદ્ધ વ્યવસ્થાનો ઉચ્છેદ કરનાર છે. તેથી પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વસ્તુના “નાસ્તિ'સ્વભાવનું ગ્રહણ કરવાની દેવસેનજીની માન્યતા વ્યાજબી નથી.
* દેવસેનમતમાં સમભંગીપ્રક્રિયાભંગ છે (સા.) અહીં આશય એ છે કે પોતાના વિષયમાં નય જ્યારે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પરસ્પર વિરુદ્ધ નયયુગલથી ઉત્પન્ન થયેલા વિધિ અને નિષેધ દ્વારા સપ્તભંગીને તે અનુસરે છે. પરસ્પર અવિરુદ્ધ 0 શાં.માં “...થયો..” અશુદ્ધ પાઠ. 8 પુસ્તકોમાં “.શ્રયને પ્રક્રિયા' પાઠ. કો. (૯)નો પાઠ ગ્રહણ કરેલ છે.