________________
२०७६ • मोहक्षोभविहीन आत्मपरिणामो धर्मः .
१३/१५ ज्ञानस्य मम चाऽपृथक्त्वेन ज्ञेय-ज्ञायकभावोऽस्ति' - इत्यादिमन्थनपद्धत्या रागादिप्रतिभासोपसर्जनीभावेन
स्वप्रतिभासस्य उपयोगरूपतासम्पादनतः ज्ञानविरोधिनः रागादिभावकर्मणः अकर्तृत्वेन आत्मा ग्रन्थिरा भेदोत्तरकालीने सम्यग्ज्ञाने प्रतिभाति । म अतः विभावाऽशुद्धस्वभावपरित्यागेन शुद्धात्मस्वभावाऽऽविर्भावाय स्व-परभेदविज्ञानबलाद् ज आत्मार्थिना राग-द्वेषादिपरिणामेषु एकत्वाध्यवसायं विमुच्य, विराधनां विराधकभावांश्च परित्यज्य,
शक्त्यनिगृहनेन तपस्त्यागादिबहिरङ्गसाधनां समभ्यस्य विधि-यतनादिना पञ्चाचारपालनपरायणतया - अपि भाव्यम् । इत्थं परमोच्चाऽऽध्यात्मिकरोहणाऽचलाऽऽरोहणतः “मोहक्खोहविहीणो परिणामो अप्पणो प धम्मो” (भा.प्रा.८३) इति भावप्राभृतदर्शितभावचारित्रधर्मदशाऽऽविर्भावाय समादरेण यतनीयमित्युपदेशः । का ततश्च “कर्मक्लेशविमोक्षाच्च मोक्षे सुखमनुत्तमम्” (त.सू.का.२७) इति तत्त्वार्थसूत्रकारिकोक्तं मोक्षसुखं
સુત્તમ યાત્T૧૩/૧૧ પ્રતિભાસ્ય-પ્રતિભાસકભાવ જ સંબંધ છે. રાગાદિ પ્રતિભાસ્ય છે. જ્ઞાનસ્વરૂપી હું અતન્મયભાવે તેનો પ્રતિભાસક છું. શેયના લક્ષ વગર, શેયમાં પ્રવિષ્ટ થયા વિના, શેયની પાસે ગયા વિના, શેયથી અત્યંત ઉદાસીનભાવે રહીને, સ્વસમ્મુખ રહેતાં-રહેતાં જ જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત રાગાદિસ્વરૂપ કે લોકાલોકસ્વરૂપ એવા શેય પરપદાર્થનો જ્ઞાનસ્વરૂપી એવો હું પ્રતિભાસક છું. જ્ઞાન અને મારા વચ્ચે અપૃથક સ્વરૂપે શેય-જ્ઞાયકભાવ સંબંધ રહેલો છે. મતલબ કે મારા માટે ય ફક્ત જ્ઞાન જ છે, ઘટાદિ કે રાગાદિ નહિ. હું જ્ઞાનથી અપૃથફ બનીને જ્ઞાનનો જ્ઞાયક = જ્ઞાતા છું. જ્ઞાન અને મારા વચ્ચે જુદાપણું (= પાર્થક્ય) નથી. હું આત્મસ્વરૂપ નિર્મળ જ્ઞાનનું તન્મયપણે અખંડ વેદન કરવામાં લીન છું, કર્મયુગલોથી રચાયેલા રાગાદિનો પ્રતિભાસ મારા જ્ઞાનમાં થાય તો ભલે થાય. મારે તેની નોંધ લેવાની કે તેને મહત્ત્વ આપવાની
શી જરૂર ? એ ભલે એના સ્વરૂપમાં રહે. હું તો મારા ચૈતન્યસ્વરૂપમાં જ રહું” - આવી મંથનપદ્ધતિથી - રાગાદિનો પ્રતિભાસ ગૌણ થઈ જાય છે અને સ્વનો પ્રતિભાસ એ ઉપયોગાત્મક થતાં “જ્ઞાનવિરોધી એવા રાગાદિ ભાવકર્મનો કર્તા હું નથી - તેવું પ્રન્થિભેદોત્તરકાલીન સમ્યજ્ઞાનમાં પ્રતિભાસે છે.
(તા. તેથી વિભાવસ્વભાવને અને અશુદ્ધસ્વભાવને રવાના કરી આત્માના શુદ્ધસ્વભાવને પ્રગટ કરવા માટે સ્વ-પરમાં ભેદની જીવંત પ્રતીતિના બળથી આત્માર્થી સાધકે રાગ-દ્વેષાદિ પરિણામોમાં એકપણાના = સ્વઅભિન્નપણાના અધ્યાસને કાઢી, વિરાધનાને અને વિરાધક ભાવોને રવાના કરીને, શક્તિ છૂપાવ્યા વિના તપ-ત્યાગ આદિ બાહ્ય સાધનામાં ઉજમાળ બની, વિધિપૂર્વક અને જયણાપૂર્વક બાહ્ય આચારોના પાલનમાં કટિબદ્ધ પણ બનવું. આ રીતે ક્રમબદ્ધ પોતાની સાધકદશા ઉચ્ચતમ બને તેવી રીતે પરમોચ્ચ આધ્યાત્મિક રોહણાચલનું આરોહણ કરીને “મોહક્ષોભવિહીન આત્મપરિણામ એ ધર્મ છે' - આ પ્રમાણે ભાવપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ ભાવચારિત્રધર્મદશાને પ્રગટ કરવા માટે સતત આદરભાવે જાગૃતિ કેળવવી જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તેનાથી તત્વાર્થસૂત્રકારિકામાં વર્ણવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં મોક્ષસુખને દર્શાવતા શ્રીઉમાસ્વાતિવાચકે કહેલ છે કે “કર્મ અને ક્લેશ - બન્નેમાંથી કાયમી છૂટકારો થવાના લીધે મોક્ષમાં સર્વોત્તમ સુખ છે.” (૧૩/૧૫) 1. મોદવિહીન: રિધામ માત્મનો ધર્મ