SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૨૦ • चरमविशेषधर्मपुरस्कारेण मिश्रार्थविभाग: 0 २०४१ अनन्त्यविशेषपर्यायस्य व्यापकत्वं यावत्पदेन प्रतीयत इति तु पूर्वमेवोक्तम् । तथा चान्त्यविशेषपर्याय- प निरूपिताऽवधिमदननन्त्यविशेषपर्यायव्यापकताविशिष्टयोग्यत्वाभावाश्रयः परस्परानुविद्धपदार्थप्रतियोगिकविभक्तव्यवहार इत्यर्थः। ___ यथा ‘कार्तिकपूर्णिमां यावत् साधुविहारोऽयुक्तः' इत्यत्र कार्त्तिकपूर्णिमायाः साधुविहारयोग्यत्वाभावमर्यादारूपतया ‘कार्तिकराकानिरूपितावधिमत्कार्तिकराकापूर्विलदिनव्यापकयोग्यत्वाभावाश्रयः साधु-श विहारः' इति शाब्दबोधः जायते तथा प्रकृते कार्त्तिकपूर्णिमास्थानीया अन्त्यविशेषपर्यायाः, कार्तिक-क पूर्णिमापूर्विलदिनसमाः अनन्त्यविशेषपर्यायाः साधुविहारतुल्यञ्च मिश्रितपदार्थविभजनमिति योजनीयम् । મર્યાદાત્વનો લાભ થશે. આથી “અન્યવિશેષપર્યાયનિરૂપિતઅવધિમદ્ અનન્યવિશેષપર્યાય – આવું ભાન થઈ શકે છે. તથા “યાવતુ” શબ્દ દ્વારા ઉપરોક્ત સ્થળે યોગ્યત્વાભાવમાં અંત્યવિશેષપર્યાયની અવ્યાપકતાની (= વ્યાપકતાસંબંધથી અંત્યવિશેષપર્યાયની અનધિકરણતાની) અને અનન્યવિશેષપર્યાયની વ્યાપકતાની પ્રતીતિ થાય છે. તેથી તેનો અન્વય યોગ્યત્વઅભાવમાં થાય છે – આ વાત પણ આપણે સમજી ગયા છીએ. તેથી ઉપરોક્ત આખા વાક્ય દ્વારા શાબ્દબોધ એવો થશે કે “અંત્યવિશેષપર્યાયથી નિરૂપિત એવી અવધિથી યુક્ત એવા અચરમ વિશેષપર્યાયની વ્યાપકતાથી વિશિષ્ટ એવા યોગ્યત્વાભાવનો આશ્રય પરસ્પર અનુવિદ્ધ પદાર્થનો વિભક્તવ્યવહાર = ભેદવ્યવહાર = વિભાગ બને છે.' જ દૃષ્ટાંત દ્વારા નવ્યાચની પરિભાષાનું સ્પષ્ટીકરણ (યથા.) “કાર્તિક પૂનમ સુધી સાધુવિહાર અયોગ્ય છે” – આ વાક્યમાં કાર્તિક પૂનમ એ સાધુવિહારમાં રહેલ યોગ્યત્વના અભાવની મર્યાદાસ્વરૂપ છે. તેથી આ વાક્યને સાંભળવાથી શ્રોતાને એવો શાબ્દ બોધ ગ્ર થાય છે કે “કાર્તિક પૂનમ પહેલાના જે જે દિવસો છે, તે તમામ દિવસો સાધુવિહાર માટે અયોગ્ય છે છે.” તેથી સાધુવિહારઅનુયોગિક યોગ્યત્વાભાવમાં કાર્તિક પૂનમની પૂર્વના સર્વ દિવસોની વ્યાપકતા શ્રોતાને વા જણાશે. તથા “કાર્તિક પૂનમનો દિવસ સાધુના વિહાર માટે યોગ્ય છે'- એવું પણ શ્રોતાને જણાય છે. અર્થાત સંયમીવિહારઅનુયોગિક યોગ્યત્વાભાવમાં કાર્તિક પૂનમની વ્યાપકતા નથી (= અવ્યાપકતા છે). | મતલબ કે વ્યાપકતાસંબંધથી કાર્તિક પૂનમનું અધિકરણ તાદશયોગ્યત્વાભાવ બનતું નથી. તેથી તાદશ યોગ્યત્વાભાવમાં વ્યાપકતાસંસર્ગથી કાર્તિક પૂનમની અનધિકરણતા અને કાર્તિક પૂનમના પૂર્વદિવસોની વ્યાપકતા શ્રોતાને “વાવ' = “સુધી’ શબ્દ દ્વારા જણાય છે. “શ્રાવણ સુદ-૧, શ્રાવણ વદ-૫, ભાદરવા સુદ-૧૦, આસો સુદ-૧૨, કાર્તિક સુદ-૧૩... આવા દિવસો ક્યાં સુધીના લેવાના ?' આ પ્રશ્નનો જવાબ છે કાર્તિક પૂનમ પહેલાના તમામ દિવસો લેવાના. મતલબ કે કાર્તિક પૂનમની અવધિવાળા જે જે દિવસો છે, તે તમામનું વ્યાપક તાદેશયોગ્યત્વાભાવ છે. તેથી ઉપરોક્ત સ્થળે સંપૂર્ણ શાબ્દબોધ એવો થશે કે “કાર્તિકપૂનમનિરૂપિત અવધિવાળા કાર્તિક પૂનમની પૂર્વના દિવસોનો વ્યાપક જે યોગ્યત્વાભાવ છે, તેનો આશ્રય સાવિહાર છે.” ઉપરોક્ત સ્થળે જે પ્રકારે શાબ્દબોધ થાય છે, તે જ પ્રકારે “અત્યંતવિશેષપર્યાયો સુધી મિશ્રિતપદાર્થવિભાગ અયોગ્ય છે' - આ સ્થળે પણ શાબ્દબોધ થશે. ફક્ત ત્યાં (૧) કાર્તિક પૂનમના સ્થાને અંત્યવિશેષપર્યાયો લેવા, (૨) કાર્તિકપૂનમની પૂર્વના દિવસોના સ્થાનમાં
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy