________________
१३/९
२०३०
- अस्मदीयदेहादौ अमूर्त्तत्वोपचाराऽभाव: ० चक्षुर्ग्राह्यत्वेनाऽमूर्त्तत्वप्रत्ययबाधादपि पुद्गलद्रव्येऽसद्भूतव्यवहारनयादपि अमूर्तस्वभावो नोच्यते लोके । ग ततश्चाऽमूर्तस्वभावप्रयुक्तः कोऽपि पुद्गलपर्यायो नास्तीति मन्तव्यम् । अन्यथा देहादौ सर्वदैवाऽमूर्त्तत्वं व्यवह्रियेत सर्वत्राऽविगानेन।
एतेन अमूर्त्तात्मद्रव्यसंयोगविशेषलक्षणप्रत्यासत्तिवशादेव मिथ्यात्वादिदोषात् चैतन्यमिव अस्मदीयदेहादिपुद्गलेष्वेवाऽमूर्त्तत्वमुपचर्यतामिति निरस्तम्, --
शास्त्र-लोकबाधात् । न हि केनाऽपि अस्मदीयं शरीरादि अमूर्त्तत्वेन व्यवह्रियते प्रतीयते वा, रूपाद्युपलब्धेः। प्रकृते “मूर्तस्य भावो मूर्त्तत्वं रूपादिमत्त्वम्, अमूर्तस्य भावोऽमूर्त्तत्वं रूपादिरहितत्वम्" મહત્ત્વની વાત એ છે કે દેહાદિ પુદ્ગલોમાં અમૂર્ત એવા આત્માદિદ્રવ્યનો સંયોગ હોય ત્યારે તે દેહાદિ પુગલો ચક્ષુગ્રાહ્ય જ છે. અમૂર્તસંયુક્ત દેહાદિ પુદ્ગલોનું આંખ દ્વારા જ્ઞાન થતું હોવાના કારણે તેમાં અમૂર્તત્વની ઔપચારિક પ્રતીતિ બાધિત થઈ જાય છે. તેથી પુદ્ગલ દ્રવ્યમાં અસભૂત વ્યવહારનયથી પણ લોકો અમૂર્તસ્વભાવ કહેતા નથી. આમ “અમૂર્તસ્વભાવ પ્રયુક્ત કોઈ પણ પુદ્ગલપર્યાય નથી' - તેવું માનવું જોઈએ. જો કોઈ દેહાદિ પુદ્ગલપર્યાયો આત્મદ્રવ્યના અમૂર્તસ્વભાવથી પ્રયુક્ત હોય તો અમૂર્તસ્વભાવ પ્રયુક્ત પર્યાયો દેહાદિમાં હાજર હોવાથી દેહાદિમાં સર્વદા અમૂર્તત્વનો વ્યવહાર નિર્વિવાદરૂપે થવાની આપત્તિ આવશે. પરંતુ આવું તો કોઈને પણ માન્ય નથી. તેથી પુગલમાં ઔપચારિક અમૂર્તતા માનવી વ્યાજબી નથી.
જે આપણા શરીરાદિમાં અમૂર્તતાનો આક્ષેપ . શંકા :- (ર્તન.) પુદ્ગલમાત્રમાં ધર્માસ્તિકાય વગેરે અમૂર્ત દ્રવ્યોનો સંયોગ રહેલો છે – એ તમારી વા વાત સાચી છે. પરંતુ શરીર વગેરેના પુદ્ગલોમાં જેવા પ્રકારનો આત્મસંયોગ રહેલો છે તેવા પ્રકારનો
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો સંયોગ કોઈ પણ પુદ્ગલ દ્રવ્યમાં રહેતો નથી. આત્મા જે રીતે દેહાદિ પુદ્ગલો સાથે એકમેક થયેલો છે તે રીતે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો શરીર સાથે એકમેક થયેલા નથી. તેથી અમૂર્ત આત્મદ્રવ્યના વિશેષ પ્રકારના સંયોગસ્વરૂપ સંબંધના નિમિત્તે મિથ્યાત્વાદિ દોષના કારણે ચૈતન્યનો જેમ દેહાદિ પુદ્ગલોમાં ઉપચાર થાય છે, તેમ આપણા દેહાદિ ગુગલોમાં જ અમૂર્તદ્રવ્યનો પણ અભૂત વ્યવહારનયથી ઉપચાર થવો જોઈએ. તેથી ઘટ-પટાદિમાં અમૂર્તપણાનો ઔપચારિક વ્યવહાર થવાની આપત્તિને અવકાશ રહેશે નહિ. ફક્ત આપણા શરીર વગેરેમાં જ અમૂર્તતાનો ઔપચારિક વ્યવહાર થશે.
વ્યવહાર યોગ્ય સ્વભાવોનો જ ઉપચાર થાય છે સમાધાન :- (શાસ્ત્ર) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે શરીરને અરૂપી માનવામાં શાસ્ત્રનો બોધ છે તથા લોકવ્યવહારનો પણ બાધ છે. કોઈ પણ માણસ મિથ્યાત્વાદિ દોષના લીધે જેમ શરીર વગેરેનો ચેતન તરીકે વ્યવહાર કરે છે, તેમ શરીરનો અમૂર્ત તરીકે વ્યવહાર કરતો નથી. તથા કોઈને પણ આપણા શરીરની અમૂર્તરૂપે પ્રતીતિ પણ થતી નથી. કારણ કે તેમાં રૂપ વગેરે ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુતમાં આલાપપદ્ધતિની પૂર્વોક્ત (૧૧/૨) એક વાત અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “મૂર્તનો