________________
૨૨/૮
० व्यावहारिकसाधनायाम् इतिकर्तव्यता नास्ति ० २०२७ चेतसिकृत्य जिनेश्वरबाह्यातिशय-वाणीगुणादिगर्भस्तोत्रादिकं व्यवहारनयतः शास्त्रकारैः अकारि । व्यावहारिकस्तवनादौ नेतिकर्तव्यता पर्यवस्यति, नैश्चयिकवीतरागतादिगुणस्तवनादिकमद्याऽपि मम । कर्तव्यमित्यवधानकृते 'व्यवहारनयाभिप्रेतमिदं स्तोत्रादिकम्' इत्यवधातव्यं स्तोत्रपाठाद्यवसरे प्राज्ञैः स्वचेतसि । एवं स्वभूमिकानुसारेण प्राज्ञैः प्रभुदेहगुणाद्यनुविद्धात्मगुणसंस्तवगर्भस्तोत्रादिकं पठितव्यम्। । परमाऽऽध्यात्मिकभूमिकोपलब्धौ च प्रशान्तचित्तेन केवलवीतरागता-परमनिर्विकारिता-निष्कषायता-निःसङ्गता-स निर्मलता-निरालम्बनता-निरुपमता-निर्बन्धदशाद्यात्मगुणगर्भं जिनेश्वरस्तोत्रादिकं तत्तद्गुणोपलब्ध्याशयतः । पठनीयम्, यतो द्वौ अपि नयौ विभिन्नभूमिकोचिततत्त्वप्रकाशकारिणौ। तदुक्तं नमस्कारमाहात्म्ये सिद्धसेनसूरिणा “निश्चय-व्यवहारौ द्वौ सूर्याचन्द्रमसाविव । इहाऽमुत्र दिवा-रात्रौ सदोद्योताय जाग्रतः ।।” क (न.मा.२/११) इति। निरन्तरम् आदरपूर्वम् इत्थमर्हद्विशिष्ट-विशुद्धगुणगोचरतात्त्विकरुचिं सम्पाद्य, णि तत्प्राप्तिसङ्कल्पं दृढीकृत्य, तथाविधगुणप्रापकसाधनापराकाष्ठया सर्वसद्गुणसिद्धिशिखराऽऽरोहणं द्रुतं कार्यम् । ततश्च “अणंतुत्तमसोक्खमोक्खं” (म.नि.१/१११-पृ.१२) इत्येवं महानिशीथोक्तं मोक्षं द्रुतं लभते सर्वसद्गुणसिद्धिशिखराऽऽरूढ इत्यवधेयम्।।१३/८।। સ્તુતિ વગેરે બોલતી વખતે નીચલી ભૂમિકાવાળા જીવોને લાભ થાય, પ્રાથમિક કક્ષાના ભક્તોનો પ્રભુભક્તિમાં ઉલ્લાસ-ઉમંગ વધે માટે શાસ્ત્રકાર ભગવંતોએ પ્રભુના મૂર્તસ્વભાવને મનમાં રાખીને બાહ્ય અતિશય, વાણીના પાંત્રીશ ગુણો વગેરેનું વર્ણન સ્તવન, સ્તોત્ર વગેરેમાં કરેલ છે. “શ્રીજિનેશ્વર ભગવંતની વ્યાવહારિક સ્તવનામાં મારી ઈતિકર્તવ્યતા સમાયેલી નથી. હજુ મારે નિશ્ચયનયસંમત પ્રભુવર્તી વીતરાગતાદિ ગુણોની સ્તવના કરવાની બાકી છે' - ઈત્યાદિ બાબત ખ્યાલમાં રહે તે માટે વ્યવહારનયસંમત તે તે સ્તુતિ, સ્તવન વગેરે બોલતી વખતે પ્રાજ્ઞ જીવોએ “આ પ્રભુની વ્યવહારનયસંમત સ્તુતિ છે' - આવો સ આંતરિક ખ્યાલ રાખવો જરૂરી છે. તથા પોતાની ભૂમિકા મુજબ પ્રભુના દેહગુણોની સાથે આત્મગુણોની પ્રશંસાથી ગર્ભિત સ્તુતિ, સ્તવન વગેરે બોલવા જોઈએ. આ રીતે વ્યવહાર-નિશ્ચયનો સમન્વય કરવો. CBI. તથા પોતાની ભૂમિકા વિશિષ્ટ રીતે આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરે ત્યારે પ્રશાંત ચિત્તે કેવલ વીતરાગતા, પરમ નિર્વિકારિતા, નિષ્કષાયતા, નિઃસંગતા, નિર્મલતા, નિરાલંબનતા, નિરુપમતા (= ઉપમાઅતીતતા), રા. નિબંધદશા વગેરે આત્મગુણોથી ગર્ભિત એવી પ્રભુસ્તવના તે તે ગુણોની પ્રાપ્તિના આશયથી કરવી જોઈએ. કારણ કે બેય નય અલગ-અલગ ભૂમિકાને યોગ્ય એવા તત્ત્વને પ્રકાશે છે. તેથી જ નમસ્કારમાહાભ્યમાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે “સૂર્ય અને ચંદ્ર જેમ દિવસ-રાત પ્રકાશ પાથરવા જાગતા છે, તેમ નિશ્ચય અને વ્યવહાર બન્ને નય આ લોકમાં અને પરલોકમાં પ્રકાશ પાથરવા સદા જાગતા રહે છે.' નિરંતર અહોભાવપૂર્વક આ રીતે પ્રભુના વિશિષ્ટ અને વિશુદ્ધ ગુણોની તાત્ત્વિક રુચિ કેળવી, તેની પ્રાપ્તિના સંકલ્પને દઢ બનાવી, તથાવિધ ગુણપ્રાપ્તિની સાધનાને જ્વલંત બનાવી સર્વગુણસિદ્ધિના શિખરે વહેલી તકે આરૂઢ થવું જોઈએ. સર્વસગુણસિદ્ધિના શિખરે આરૂઢ થયેલ સાધક ત્યાર બાદ મહાનિશીથમાં જણાવેલ અનંત અને ઉત્તમ એવા સુખવાળા મોક્ષને મેળવે છે. આ બાબત ખ્યાલમાં રાખવી. (૧૩/૮) 1. અનન્નોત્તમસોમમાં