________________
११३८ ० उत्पाद-व्यय-ध्रौव्येषु शाङ्करभाष्यसम्मति:
९/३ माध्यस्थ्यं तस्माद् वस्तु त्रयात्मकम् । नोत्पाद-स्थिति-भङ्गानामभावे स्यान्मतित्रयम् ।।” (मी.श्लो.वा.वनवाद२१-२२) मीमांसाश्लोकवार्तिके कुमारिलभट्टवचनं व्याख्यातम्, वर्धमानत्व-रुचकत्वादिना तन्नाशोत्पादयोः सतोरपि हेमत्व-पुद्गलत्व-द्रव्यत्व-वस्तुत्व-प्रमेयत्वादिना तु तद्धौव्यात् । तदुक्तं पञ्चाध्यायीप्रकरणे
राजमल्लेन “द्रव्यं ततः कथञ्चित्केनचिदुत्पद्यते हि भावेन । व्येति तदन्येन पुनर्नेतद् द्वितयं हि वस्तुतया ।।" રે (પા.9/69) તિા
“जन्मना लब्धसत्ताकस्य धर्मिणः स्थिति-प्रलयसम्भवाद्” (ब्र.सू.शा.भा.१/१/२) इति ब्रह्मसूत्रशाङ्करणि भाष्यवचनमपि प्रकारान्तरेण प्रकृतमेवाऽर्थं प्रकाशयति ।
प्रकृते भेदनयत उत्पाद-व्ययौ अभेदनयतश्च ध्रौव्यमिति बोध्यम् । तदुक्तम् अकलङ्कस्वामिना ગ્રંથ રચેલ છે તેમાં તેમણે જણાવેલ છે કે “સોનાનું વર્ધમાનક = કોડિયું (શકોસ) ભાંગી જાય અને તેમાંથી રુચક = સોનામહોર જ્યારે ઉત્પન્ન થઈ રહેલ હોય ત્યારે વર્ધમાનકના = કોડિયાના અર્થીને શોક થાય છે. તથા રુચકની રુચિવાળા જીવને આનંદ થાય છે. તથા સુવર્ણના અર્થી પુરુષને બન્ને અવસ્થામાં મધ્યસ્થતા રહે છે. તેથી ‘વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - તેવું સિદ્ધ થાય છે. જો ઉત્પાદ, વ્યય અને સ્થિતિ માનવામાં ન આવે તો પ્રીતિ-વિષાદ-માધ્યચ્યવિષયક વિલક્ષણ ત્રણ બુદ્ધિ સંગત થઈ ન શકે.” અમે ઘટનાશ-મુગટ ઉત્પત્તિ-સુવર્ણસ્થિતિની જે વાત કરી હતી તેના દ્વારા કુમારિલભટ્ટના ઉપરોક્ત વચનની પણ છણાવટ થઈ જાય છે. કેમ કે ઈષ્ટ વસ્તુનો નાશ થાય નહિ તો તેના અર્થીને શોક
ન થાય. ઈષ્ટ વસ્તુની ઉત્પત્તિ ન થાય તો તેના અર્થીને આનંદ ન થાય. તથા પ્રાપ્ત ઈષ્ટ વસ્તુ યથાવસ્થિત છે ન રહે તો તેના અર્થીને મધ્યસ્થતા પણ ન રહે. તેથી તત્ત્વ ઉત્પાદાદિ ત્રિતયાત્મક છે - આ હકીકત તે અબાધિત રહે છે.) પ્રસ્તુતમાં ગર્ભિત આશય એવો રહેલો છે કે વર્ધમાનત્વરૂપે નાશ અને રુચત્વરૂપે
ઉત્પાદ થવા છતાં પણ સુવર્ણત્વ-પુગલત્વ-દ્રવ્યત્વ-વસ્તુત્વ-પ્રમેયત્વાદિસ્વરૂપે તો સુવર્ણનું દ્રૌવ્ય અબાધિત એ જ રહે છે. સુવર્ણત્વાદિરૂપે તેનો નાશ કે ઉત્પાદ થતા નથી. તેથી પંચાધ્યાયી પ્રકરણમાં રાજમલ્લજીએ જણાવેલ છે કે દ્રવ્ય કોઈક ગુણધર્મસ્વરૂપે કથંચિત્ ઉત્પન્ન થાય છે અને તેનાથી ભિન્ન એવા કોઈક ગુણધર્મરૂપે દ્રવ્ય નાશ પામે છે. પરંતુ વસ્તુત્વસ્વરૂપે ઉત્પાદ-વ્યય કદાપિ થતા નથી.”
બસ એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વેદાંતસંમત 8 | (“ગના.) માત્ર મીમાંસક જ નહિ, વેદાન્તી વિદ્વાનો પણ વસ્તુને ઉત્પાદાદિ ત્રયાત્મક માને છે. શંકરાચાર્યના વચન દ્વારા આ વાત સિદ્ધ થાય છે. તેમણે બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાં જણાવેલ છે કે “જન્મ = ઉત્પત્તિ દ્વારા પોતાનું અસ્તિત્વ ધારણ કરનાર ધર્મી = ઉત્પત્તિસ્વરૂપધર્મવિશિષ્ટ વસ્તુ કોઈક સ્વરૂપે રહે છે તથા કોઈક સ્વરૂપે લય-વિલય પામે તેવું સંભવે છે. આ વાત જુદી શબ્દાવલી દ્વારા પ્રસ્તુત ત્રયાત્મક વસ્તુનું જ પ્રકાશન કરે છે. કારણ કે જન્મ એટલે ઉત્પાદ, સ્થિતિ એટલે ધ્રૌવ્ય અને લય એટલે ક્ષય-વ્યય. તેથી એક જ ધર્મીમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વેદાન્તદર્શનકારને પણ સંમત છે - તેવું સિદ્ધ થાય છે.
છે ભેદનયથી ઉત્પાદ-વ્યય, અભેદનાયથી ધ્રોવ્ય છે (પ્ર.) પ્રસ્તુતમાં વસ્તુની અંદર ઉત્પાદ-વ્યય ભેદનયથી જાણવા તથા ધ્રૌવ્ય અભેદનયથી જાણવું.