________________
૧/૨ • सिद्धस्वरूपपरामर्शः ।
११३१ व्यमित्युपदेशः। ततश्च “कृत्स्नकर्मक्षयान्मोक्षो जन्म-मृत्यादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त एकान्तसुखसङ्गतः।।” प (अ.प्र.३२/१) इति अष्टकप्रकरणे श्रीहरिभद्रसूरिदर्शितस्वरूपो मोक्षो न दुर्लभः ।।९/२।। પ્રાપ્ત થાય છે. જો તેવું કરવામાં આવે તો તેનાથી અષ્ટપ્રકરણમાં વર્ણવેલ મોક્ષ દુર્લભ નથી. ત્યાં મોક્ષના સ્વરૂપને દર્શાવતા શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જન્મ-મરણાદિશૂન્ય, સર્વપીડારહિત, એકાંતે સુખમય એવો મોક્ષ સર્વકર્મના ક્ષયથી મળે છે. (૨)
(લખી રાખો ડાયરીમાં.....
-
• ઘણી ગતિ કરવા છતાં બુદ્ધિ પ્રગતિશૂન્ય છે,
ભમરડાની જેમ. શ્રદ્ધા ઊર્ધ્વગામી પ્રગતિશીલ ગતિને આત્મસાત કરે છે,
દીપજ્યોતની જેમ. બુદ્ધિ બીજાના ગુણને છૂપાવી બીજાના દોષને જાહેર કરે છે. કારણ કે બુદ્ધિ દોષનો ઉકરડો ચૂંથવામાં ભૂંડણની પ્રતિસ્પર્ધી છે. શ્રદ્ધા પોતાના ગુણને છૂપાવી બીજાના ગુણને પ્રગટ કરે છે. કારણ કે ગુણાનુરાગ-ગુણાનુવાદનું શ્રદ્ધાને
વ્યસન છે. • વાસનામાં ઘણી પૂર્વશરત હોય છે.
ઉપાસનામાં કોઈ પૂર્વશરત નથી હોતી. • વાસના મોટા ભાગે શબ્દાક્ષરમાં અટવાય છે.
ઉપાસના સદા આત્માક્ષરમાં મહાલે છે. • વાસનાનો અતિરેક અહંકાર સર્જે છે;
હાહાકાર સર્જે છે. ઉપાસના અહંકારનું અર્પણ કરી,
સર્વસ્વ સમર્પણ કરી જયજયકાર સર્જે છે.