________________
૧/૨ • उत्पाद-व्यययोः ध्रौव्याऽविरोधित्वम् ।
११२५ કોઈ કહસ્યૐ જે “જિહાં ઉત્પાદ-વ્યય, તિહાં ધ્રુવપણું નહીં. જિહાં ધ્રુવપણું, તિહાં ઉત્પાદ-વ્યય નહીં; એહવો વિરોધ છઇ. તો ૩ લક્ષણ એક ઠામિ કિમ હોઈ ? 'જિમ છાયાતપ એક ઠામિ ન હોઈ તિમ ૩ લક્ષણ એક ઠામ ન હુઆં જોઈએ.”
તેહનઈ કહિછે જે શીત-ઉષ્ણ સ્પર્શ જલ - અનલનિ વિષઈ પરસ્પરઈ પરિહારઈ દીઠા છઈ, તેહનઈ | એક ઠામઈ ઉપસંહારઈ વિરોધ કહિઈ. ઈહાં તો ૩ લક્ષણ સર્વત્ર એક ઠામ જ પ્રત્યક્ષથી દીસઈ છઇ.
ननु यत्रोत्पाद-व्ययौ तत्र ध्रौव्यमसम्भवि, यत्र च ध्रौव्यं तत्र तौ न सम्भवतः इति तेषां प छायाऽऽतपवत् परस्परपरिहारलक्षणे विरोधे सति कथमेकत्रोत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वं सम्भवेदिति नैकत्र त्रैलक्षण्यं घटामञ्चेदिति चेत् ? ___अत्रोच्यते - शीतोष्णस्पर्शी जलानलयोः परस्परपरिहारेण वर्तिनौ दृष्टौ इति तयोरेकत्रोपसंहारे क्रियमाणे परस्परपरिहारलक्षणो विरोधः उच्यताम् । प्रकृते तूत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वलक्षणं त्रैलक्षण्यं श प्रमेयत्वावच्छिन्ने प्रत्येकमेव वस्तुनि प्रत्यक्षप्रमाणादेवोपलब्धम्, न तु कुत्रापि वस्तुनि उत्पाद-व्यय क
પૂર્વપક્ષ :- (ના) જ્યાં ઉત્પાદ-વ્યય હોય ત્યાં ધ્રૌવ્ય = ધૈર્ય સંભવી શકતું નથી. તથા જ્યાં ધ્રૌવ્ય = નિત્યત્વ હોય ત્યાં ઉત્પાદ-વ્યય સંભવતા નથી. કારણ કે ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય વચ્ચે છાયા અને તડકાની જેમ પરસ્પર પરિહાર નામનો વિરોધ છે. એકબીજાને છોડીને એકબીજા રહે છે. આમ ‘પરસ્પર પરિહાર' નામનો વિરોધ પ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય વચ્ચે વિદ્યમાન હોવાથી એક જ વસ્તુ કઈ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સંભવે? વિરોધી પદાર્થ એકત્ર ન સંભવે. તેથી એક જ વસ્તુમાં ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ કૈલક્ષણ્ય સંગત થતું નથી.
$ ઉત્પાદાદિમાં વિરોધ નથી છે ઉત્તરપક્ષ :- (ત્રોચ્યતે.) પરસ્પર પરિહાર નામનો વિરોધ કોને કહેવાય ? તે સૌપ્રથમ સમજી લઈએ. ત્યારબાદ એકત્ર ઉત્પાદાદિ ત્રયાત્મકતા કઈ રીતે સંગત થાય છે ? તે સરળતાથી સમજાઈ જશે. જેમ કે શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શ એકબીજાનો પરિહાર કરીને રહેતા હોવાથી તે બન્ને વચ્ચે પરસ્પર પરિહાર નામનો વિરોધ માની શકાય છે. પાણીમાં શીત સ્પર્શ રહે છે. અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ રહે છે. પાણીમાં [. ઉષ્ણ સ્પર્શ રહેતો નથી કે અગ્નિમાં શીત સ્પર્શ રહેતો નથી. આમ એકબીજાનો પરિહાર કરીને શીત -ઉષ્ણ સ્પર્શ રહેતા હોવાથી એક જ વસ્તુમાં તે શીત-ઉષ્ણ સ્પર્શનો સ્વીકાર કરવામાં આવે તો પરસ્પર- ની પરિહાર નામનો વિરોધ દોષ કહી શકાય. પરંતુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય અંગે પરસ્પર પરિવાર નામનો વિરોધ બતાવી શકાતો નથી. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક્તા સ્વરૂપ કૈલક્ષણ્ય તો પ્રમેયત્વવિશિષ્ટ બધી જ વસ્તુમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ દેખાય છે. દા.ત. ઘડાની ઘટતસ્વરૂપે ઉત્પત્તિ થાય છે તથા ઘડાનો મૃપિંડરૂપે નાશ થાય છે તેમ જ માટીદ્રવ્યસ્વરૂપે ઘડો ધ્રુવ રહે છે. આ હકીકત પ્રત્યક્ષ પ્રમાણથી જ દેખાય છે. કોઈ પણ વસ્તુમાં ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય વચ્ચે પરસ્પર પરિહાર નામનો વિરોધ પ્રત્યક્ષ પ્રમાણથી જ શાં.મ.માં ‘વ્યયપણું” પાઠ. અહીં આ.(૧)નો પાઠ લીધો છે...ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ મુદ્રિત પુસ્તકમાં નથી. પા. + સિ. + લી.(૧+૩+૪) + P(૨) + આ.(૧)માં તથા કો.(૭+૯+૧૦+૧૧)માં છે. • શાં.+મ.માં “અનલઃ નેઈ” પાઠ છે. અહીં આ.(૧)નો પાઠ લીધેલ છે.