________________
म
र्श
*z[][][
पर्याय- पर्यायणोरभेदः
૧/૨
आकाशादीनामेकान्तनित्यत्वमपाकुर्वता विशेषावश्यकभाष्यकारेण 'न य पज्जवओ भिन्नं दव्वमिहेगंतओ जओ तेण । तन्नासम्म कहं वा नहादओ सव्वहा निच्चा ? ।। " ( वि. आ.भा. २८२३) इति यदुक्तं तदत्राऽनुसन्धेयम् ।
१११८
तदुक्तं बृहत्स्वयम्भू स्तोत्रे समन्तभद्रस्वामिना अपि " न सर्वथा नित्यमुदेत्यपैति न च क्रियाकारकमत्र युक्तम्। नैवाऽसतो जन्म सतो न नाशः दीपस्तमः पुद्गलभावतोऽस्ति ।। (વૃં.સ્વ.સ્તો.૨૪) કૃતિ। તવુń विशेषावश्कभाष्ये अपि 2" उप्पज्जइ नाऽभूयं भूयं न य नासए वत्युं ” (वि.आ.भा. २८०८) इति ।
77
तदुक्तं यशोविजयवाचकैः अपि अष्टसहस्रीतात्पर्यविवरणे तृतीयपरिच्छेदे गोपालसरस्वत्यादिपण्डितपत्रे “सर्वं खल्वादीपमाव्योमपदार्थजातं न सर्वथाऽनित्यम्, नाऽपि सर्वथा नित्यम्, प्रदीपादेरपि सर्वथाऽनित्यत्वे पुद्गलपरमाणुत्वादिनाऽपि ध्वंसप्रसङ्गात् ।
છે દ્રવ્ય-પર્યાય અભિન્ન હોવાથી આકાશ અનિત્ય પણ
(જા.) આકાશ વગેરે દ્રવ્યોમાં સર્વથા નિત્યતાનું વિશેષાવશ્યકભાષ્યકારે નિરાકરણ કરેલ છે. તે પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે જે કારણે પર્યાયથી દ્રવ્ય એકાંતે ભિન્ન નથી તે કારણે પર્યાયનો નાશ થતાં આકાશ વગેરે સર્વથા નિત્ય કઈ રીતે સંભવી શકે ?’ માટે આકાશમાં કથંચિત્ અનિત્યત્વ નૈયાયિકે માનવું પડશે.
(તલુŕ.) બૃહસ્વયંભૂસ્તોત્રમાં સમન્તભદ્રસ્વામીએ પણ જણાવેલ છે કે “જો વસ્તુને સર્વથા નિત્ય માનવામાં આવે તો તેની ઉત્પત્તિ પણ થઈ ન શકે તથા તેનો નાશ પણ થઈ ના શકે. તથા કોઈ પણ ક્રિયાના કારકની પણ સંગતિ થઈ ના શકે. તથા સર્વથા અસત્ વસ્તુનો ક્યારેય જન્મ થઈ ન શકે અને સત્ વસ્તુનો સર્વથા નાશ થઈ ન શકે. તેથી દીવો અંધકારરૂપે પરિણમે ત્યારે પણ પૌદ્ગલિકરૂપે હાજર જ છે - તેવું સિદ્ધ થાય છે.” વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે ‘અસત્ વસ્તુ ઉત્પન્ન નથી થતી તથા સદ્ભૂત વસ્તુ નાશ નથી પામતી.’
1.
→ એકાન્તવાદમાં ક્રિયાકારકભાવ અસંગત : સમંતભદ્રસ્વામી !
સ્પષ્ટતા :- કર્તા, કર્મ, કરણ વગેરે કારકો વિવિધ પ્રકારની ક્રિયાને કરે છે. જો વસ્તુ સર્વથા * નિત્ય હોય તો તેમાં એક પણ ક્રિયા ઉત્પન્ન થઈ ન શકે. તેથી જ સર્વથા નિત્ય પદાર્થને ઉદ્દેશીને
થતા કારકપ્રયોગો સદંતર નિષ્ફળ જાય. તેથી કોઈ પણ ક્રિયાના કારકની સંગતિ થઈ ન શકે.
* મહોપાધ્યાયજીનો પત્ર વાંચીએ *
(તલુરું યો.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ગોપાલસરસ્વતી વગેરે પંડિત ઉ૫ર જે પત્ર લખેલો હતો, તે પત્ર તેઓશ્રીએ અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણના તૃતીય પરિચ્છેદમાં દર્શાવેલ છે. તે પત્રમાં મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે કે “દીવાથી માંડીને આકાશ સુધીના તમામ પદાર્થોનો સમૂહ સર્વથા અનિત્ય પણ નથી કે સર્વથા નિત્ય પણ નથી. જો દીવા વગેરેને પણ સર્વથા અનિત્ય માનવામાં આવે તો તેનો પુદ્ગલ પરમાણુરૂપે પણ નાશ થવાની આપત્તિ આવે.
1. न च पर्यवतो भिन्नं द्रव्यमिहैकान्ततो यतस्तेन । तन्नाशे कथं वा नभआदय: सर्वथा नित्या: ? ।। 2. ઉત્પદ્યતે નાડભૂતમ્, મૂર્ત ન ૬ નતિ વસ્તુ