________________
૧/૨
० उत्पादादीनां सामानाधिकरण्यम् ।
१११७ ऽनुभवाच्चोत्पन्नम्, उभयत्राऽऽकाशद्रव्यस्य अनुगतत्वाच्च उत्पाद-व्यययोः एकाधिकरणत्वम् । ___ एवञ्चोत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वे सर्वभावानां सिद्धेऽपि तद् वस्तु एकमाकाशादिकं नित्यमेव, अन्यच्च . प्रदीप-घटादिकमनित्यमेव इति त्वदाज्ञाद्विषतां = भवत्प्रणीतशासनविरोधिनां प्रलापाः = प्रलपितानि =
સવદ્ધવાવિયાનીતિ વાવ(.વ્ય.. ચા.મ.પૃ.9૮) તા. વિભાગ નામના પરસ્પરવિરુદ્ધ બે ગુણધર્મોનું સાન્નિધ્ય એ જ પૂર્વપ્રદેશાવચ્છિન્ન અને ઉત્તરપ્રદેશાવચ્છિન્ન એવા આકાશમાં રહેલો ભેદ છે. પૂર્વના આકાશપ્રદેશમાં અને ઉત્તરના આકાશપ્રદેશમાં જે ભેદ (=કારણભેદો રહેલો છે તે આકાશમાં દર્શિત પરસ્પરવિરુદ્ધધર્માધ્યાસ સ્વરૂપ ભેદનો સાધક છે. આમ આકાશત્વરૂપે આકાશ એક હોવા છતાં પણ પૂર્વપ્રદેશઅવચ્છિન્ન આકાશ અને ઉત્તરપ્રદેશઅવચ્છિન્ન આકાશ પરસ્પર ભિન્ન સિદ્ધ થાય છે. તેથી પૂર્વસંયોગનાશસ્વરૂપ પરિણામ આવવાથી આકાશનો પણ નાશ થાય છે. તથા ઉત્તરસંયોગઉત્પત્તિ નામના પરિણામના અનુભવથી આકાશ ઉત્પન્ન થાય છે. તેમજ ઉભયત્ર આકાશ દ્રવ્ય આકાશવરૂપે અનુગત હોવાથી આકાશ દ્રવ્ય ધ્રુવરૂપે પણ સિદ્ધ થાય છે. આ રીતે એક જ અધિકરણમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થવાથી આકાશ નિત્યાનિત્ય સિદ્ધ થાય છે.
અવચ્છેદકભેદથી એકત્ર ઉત્પાદાદિસમાવેશ ૪ સ્પષ્ટતા :- (૧) સંયોગ અને વિભાગ એ પરિણામ = પર્યાય છે. પરિણામની ઉત્પત્તિ થવા દ્વારા પરિણામી = ધર્મી = ગુણી દ્રવ્યની તે સ્વરૂપે ઉત્પત્તિ થાય છે. તથા પરિણામનો નાશ થવા દ્વારા પરિણામી દ્રવ્યનો તે સ્વરૂપે નાશ થાય છે. તથા મૂળભૂત સ્વરૂપે આકાશ આદિ દ્રવ્ય ધ્રુવ = સ્થિર રહે છે. આથી આકાશમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. (૨) સંયોગ-વિભાગ સ્વરૂપ વિરુદ્ધ ધર્મના અધ્યાસથી આકાશના જે બે ભેદ હમણાં દર્શાવેલા તેને ધ્યાનમાં લઈને એમ કહી શકાય કે પૂર્વપ્રદેશાત્મક આકાશ નાશ પામે છે, ઉત્તરપ્રદેશાત્મક આકાશ ઉત્પન્ન થાય છે અને સામાન્યસ્વરૂપે આકાશ સ્થિર રહે છે. આ રીતે પણ આકાશમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થઈ શકે છે. (૩) નવન્યાયની પરિભાષામાં આકાશને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ કરવા માટે એમ કહી શકાય કે પૂર્વસંયોગવિશિષ્ટઆકાશવરૂપે નાશ, ઉત્તરસંયોગવિશિષ્ટઆકાશત્વરૂપે ઉત્પત્તિ અને આકાશત્વરૂપે પ્રૌવ્ય આકાશમાં રહે છે. (૪) અથવા નવ્ય ન્યાયની પરિભાષામાં એમ પણ કહી શકાય કે આકાશ દ્રવ્યમાં ઉત્તરપ્રદેશઅવચ્છેદન ઉત્પાદ, પૂર્વપ્રદેશઅવચ્છેદન વ્યય તથા આકાશ–અવચ્છેદન ધ્રૌવ્ય રહે છે.
ર એકાન્તવાદ પ્રલાપ છે જ (વળ્યો.) આ રીતે દીવાના અને આકાશના ઉદાહરણ મુજબ સર્વ ભાવો = પદાર્થો ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે. તેમ છતાં પણ “આકાશ વગેરે અમુક વસ્તુ નિત્ય જ છે. તથા દીવો, ઘડો વગેરે અન્ય વસ્તુઓ અનિત્ય જ છે' - આ પ્રમાણે અસંબદ્ધવાક્યપ્રયોગસ્વરૂપ પ્રલાપો (હે પ્રભુ !) આપના શાસનના વિરોધીઓનો છે” – આ પ્રમાણે મલ્લિષેણસૂરિજી મહારાજે સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેનો પ્રસ્તુતમાં ઉપયોગી અંશ અમે અહીં રજૂ કરેલ છે.