________________
१११२
० त्रैलक्षण्यं प्रत्यक्षानुमानागमसिद्धम् । | નિત્યકાંત-અનિત્યકાંત પક્ષ તુ લોકયુક્તિ પણિ વિરુદ્ધ છઈ.
તે માટઈ દીપથી માંડી આકાશ તાંઈ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ માનવું. તે જ પ્રમાણ.
नित्यैकान्ताऽनित्यैकान्तपक्षयोः लोकानुभव-युक्त्योरपि विरोधात् । तदुक्तं महोपाध्याययशोविजयगणिवरैरेव मध्यमपरिमाणे स्याद्वादरहस्ये “परमाणूनामाकाशादीनां च सर्वथा नित्यत्वम्, स्थूलपृथिव्यादिचतुष्टयस्य तु सर्वथाऽनित्यत्वमिति हि परमतनिगर्वः। एतच्च प्रत्यक्षविरुद्धम् । न हि कम्बुग्रीवत्वादिनेव 'मृत्त्वेनाऽपि घटो नष्ट' इति कश्चित् प्रत्येति। प्रत्युत ‘पूर्वमयमेव मृत्पिण्डः तत्कम्बुग्रीवत्वादिनाऽऽसीदिति सर्वोऽपि प्रत्यभिजानीते” (म.स्या.रह.का.१ पृ.९) इति। अधिकन्तु तट्टीकायां जयलतायामस्माभिः व्याख्यातं ततोऽवसेयम् । ___तस्मादादीपमागगनमुत्पाद-व्यय-ध्रौव्यात्मकतोररीकर्तव्या, तस्या एव अबाधितानुभव-युक्त्यागमैः प्रतीयमानायाः प्रामाणिकत्वात्। દ્રવ્યને કેવલ અનિત્ય માને તેમ છતાં નૈયાયિકના મતને તમે પ્રમાણ સ્વરૂપ માનો. તેમાં શું વાંધો છે?
| _ ઘટાદિમાં પણ નિત્યાનિત્યતા છે સમાધાન :- (નિત્યે.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે એકાંત નિત્યપક્ષમાં અને એકાંત અનિત્ય પક્ષમાં લોકઅનુભવનો અને યુક્તિનો પણ વિરોધ આવે છે. તેથી તૈયાયિકનો મત પ્રમાણભૂત બની શકે તેમ નથી. તેથી જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જ મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “પરમાણુ અને આકાશ વગેરે દ્રવ્ય સર્વથા નિત્ય છે. સ્થૂલ પૃથ્વી આદિ ચાર દ્રવ્ય તો સર્વથા અનિત્ય છે - આ પ્રમાણે અન્યદર્શનીઓને પોતાના મતનો અહંકાર છે. તથા આ મત તો પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કારણ કે જેમ “કબુગ્રીવત્વ આદિ રૂપે ઘડો નાશ પામેલ છે' - આ પ્રમાણે લોકોને પ્રતીતિ થાય છે, તેમ “મોટીરૂપે પણ ઘડો નાશ પામ્યો છે' - આવી કોઈને પણ પ્રતીતિ થતી નથી. ઊલટું, બધાય લોકોને પૂર્વોત્તરકાલીન એક જ દ્રવ્યનું અનુસંધાન કરનારી પ્રત્યભિજ્ઞા થાય છે કે “આ જ મૃતપિંડ પૂર્વકાળમાં તે કબુગ્રીવવાદિ રૂપે હતો.” આ પ્રત્યભિજ્ઞા દ્વારા સિદ્ધ થાય છે કે ઘડો કબુગ્રીવત્વાદિ રૂપે નાશ પામવા છતાં પણ મૃદ્રવ્યરૂપે = મૃત્વરૂપે નાશ પામેલ નથી. આથી ઘટસ્વરૂપ કાર્ય દ્રવ્ય પણ મૃત્વરૂપે નિત્ય છે અને ઘટવરૂપે અનિત્ય છે - તેવું સિદ્ધ થાય છે.” મધ્યમપરિમાણ
સ્યાદ્વાદરહસ્ય ગ્રંથની જયલતા નામની વ્યાખ્યામાં અમે આ બાબતની અધિક સ્પષ્ટતા કરેલ છે. તેથી જિજ્ઞાસુઓએ જયલતા વ્યાખ્યામાંથી અધિક જાણકારી મેળવી લેવી.
(તસ્મા.) તેથી દીવાથી માંડીને આકાશ સુધીના તમામ દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે – તેવું સ્વીકારવું જરૂરી છે. કારણ કે તમામ પદાર્થમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાનો જ સર્વ શિષ્ટ જનોને અબાધિત અનુભવ થાય છે. તથા યુક્તિ અને આગમ દ્વારા પણ તેની જ પ્રતીતિ થાય છે. તેથી પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મકતા પ્રામાણિક છે - તેવું સિદ્ધ થાય છે.
સ્પષ્ટતા :- જૈનદર્શન કહે છે કે લોકો જે દીવાને અનિત્ય જ માને છે, તે દીવો નિત્ય પણ જ પુસ્તકોમાં ‘પક્ષમાં પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.