________________
१६४५
હ શાખા - ૧૦ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અનુમાન પ્રમાણ અને આગમપ્રમાણ દ્વારા આકાશદ્રવ્યની સિદ્ધિ કરો. ૨. કાળ દ્રવ્યસ્વરૂપ છે - આ વિશે શાસ્ત્રના સંદર્ભ આપો અને આનું કારણ જણાવો. ૩. કાલ અતિરિક્ત દ્રવ્ય છે અને અનતિરિક્ત દ્રવ્ય પણ છે - સમજાવો. ૪. ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો અસ્વીકાર થઈ શકે તેમ નથી - શા માટે ? ૫. “અસ્તિકાયનું સ્વરૂપ દર્શાવતા વિવિધ દિગંબર અને શ્વેતાંબર મતો જણાવો. ૬. વર્તના સ્વરૂપ, જીવાજીવસ્વરૂપ તથા ઔપચારિક દ્રવ્ય સ્વરૂપ કાળની સમજણ આપો. ૭. નયની દૃષ્ટિએ ધર્માસ્તિકાયની વિચારણા રજૂ કરો. ૮. દષ્ટાંત દ્વારા અને અનુમાન દ્વારા ધર્માસ્તિકાયની સિદ્ધિ કરો. ૯. દિગંબરોના મતે કાળનું સ્વરૂપ નિશ્ચયથી અને વ્યવહારથી જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ધર્માસ્તિકાયમાં એકત્વની અને નિયત્વની સિદ્ધિ કરો. ૨. કાલાણુમાં ઔપચારિક અસ્તિકાય માની શકાય ખરું ? શા માટે ? ૩. લોક અને અલોક વિશે સમજાવો. ૪. યોગસૂત્રભાષ્યની દૃષ્ટિએ કાળને ઓળખાવો. ૫. કાલાણ વિશે દિગંબરમાં અને શ્વેતાંબરમાં શું મતભેદ છે ? ૬. દ્રવ્યાનુયોગનું પરિશીલન ક્રિયાને શુદ્ધ અને સફળ શી રીતે કરે છે ? ૭. વ્યુત્પત્તિઅર્થ અને નિરૂઢ લક્ષણા વચ્ચે તફાવત “કુશલ' શબ્દના આધારે સમજાવો. ૮. અરૂપી અજીવતત્ત્વના દશ પ્રકાર જણાવો. ૯. “અસ્તિકાયનો વ્યુત્પત્તિઅર્થ જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. કાલાણમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા નથી. ૨. માછલાની સ્થિતિ માટે પૃથ્વી ઉપષ્ટભકકારણ છે. ૩. ધર્માસ્તિકાય જીવને ગતિ કરાવે છે. ૪. સ્થિતિનો અભાવ એટલે ગતિ - એવું કહી શકાય. ૫. દિશા એક સ્વતંત્ર દ્રવ્ય છે. ૬. અધર્માસ્તિકાય ન હોય તો મન સ્થિર રહી ન શકે. ૭. કાલાણુદ્રવ્ય તિર્યક્ટ્રીય સ્વરૂપ નથી.