SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ १५९४ : कालाणुगतमुख्यकालत्वोक्तिसङ्गतिः १०/१९ રા સાર =) લોકાકાશપ્રદેશસ્થપુદ્ગલાણુનઈ વિષઈ જ યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ સ જાણવો. न, अप्रदेशत्वसाङ्गत्यकृते = प्रज्ञापनासूत्रोक्तकालगताऽप्रदेशत्वोपपत्तये पर्यायात्मकसमय'विशिष्टपरमाणुषु कालद्रव्यत्वोपचारेण अणुतावचः = कालगताणुत्वप्रतिपादकमपि वचनम् उपलभ्यते ५. एव। तद्योजनाय हि “लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये। भावानां परिवर्ताय मुख्यः कालः स તેનું ઉચ્યતે ” (યો.શા.9/૬/પ૨ પૃ.૩૭ + ત્રિ.શ.પુ.૪૪/ર૭૪) રૂતિ યોગશાસ્ત્રવૃત્તિરશ્નો-ત્રિષષ્ટિશવિपुरुषचरित्रादौ लोकाकाशप्रदेशस्थपुद्गलाणुद्रव्येषु एव कालाणुत्वोपचारः कृतः। अथ एवं भवतां दिगम्बरमतप्रवेश आपद्येतेति चेत् ? न, दिगम्बरैः लोकाकाशप्रदेशप्रमिताः असङ्ख्येया एव निष्क्रियाः स्वतन्त्राश्च कालाणवः ण स्वीकृताः, प्रत्याकाशप्रदेशम् एकैकस्वतन्त्रकालाणुस्वीकारात् । अस्माभिस्तु प्रकृते लोकाकाशप्रदेशस्था - અપ્રદેશત્વસંગતિ માટે કાલાણપ્રતિપાદન (૧) ના. તમારી વાત બરાબર નથી. કેમ કે પન્નવણાસૂત્રમાં બતાવેલ કાલગત અપ્રદેશત્વની સંગતિ માટે પર્યાયાત્મક સમયથી વિશિષ્ટ એવા પરમાણુઓમાં કાલદ્રવ્યત્વનો ઉપચાર કરીને કાલતત્ત્વમાં રહેનાર અણુત્વનું = અણુદ્રવ્યત્વનું પ્રતિપાદક એવું પણ શાસ્ત્રવચન ઉપલબ્ધ થાય જ છે. કાલતત્ત્વમાં રહેનાર અપ્રદેશત્વની યોજના = સંકલના કરવા માટે જ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ યોગશાસ્ત્રવૃત્તિના આંતર શ્લોકમાં તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રન્થમાં ઉપચરિત કાલાણુ દ્રવ્યનું પ્રતિપાદન કરેલ છે. કહેવાનો મતલબ એ છે કે શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે તે બન્ને ગ્રંથોમાં જણાવેલ છે કે “જીવાદિ ભાવોના જૂના-નવા પર્યાય સ્વરૂપ પરાવૃત્તિ માટે લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જુદા-જુદા જે કાલાણુ દ્રવ્યો રહેલા છે તે કે મુખ્ય કાલ કહેવાય છે. અહીં તેઓશ્રીએ જે “કાલાણુત્વ' નામનો ગુણધર્મ નિર્દિષ્ટ કરેલ છે તે ઉપચરિત છે. વાસ્તવમાં કાલતત્ત્વ તો પર્યાયાત્મક હોવાથી તેમાં અણુત્વ સંભવતું નથી. પરંતુ લોકાકાશના પ્રદેશમાં - જે સ્વતંત્ર પુદ્ગલ પરમાણુઓ રહેલા છે તેમાં જ કાલાણુત્વનો ઉપચાર તેઓશ્રીએ કરેલ છે. આ રીતે 31 કાલાણુ દ્રવ્ય બીજું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. પરંતુ લોકાકાશપ્રદેશવૃત્તિ પુદ્ગલ પરમાણુદ્રવ્યો એ જ કાલાણુ દ્રવ્યો સમજવા. આ રીતે યોગશાસ્ત્ર વગેરે ગ્રંથો પણ “કાલાણ સ્વતંત્ર દ્રવ્ય છે' - એવું પ્રતિપાદન નથી કરતા. પરંતુ “કાલાણુ ઉપચરિત દ્રવ્ય છે' - એવું જ પ્રતિપાદન કરવાનું તાત્પર્ય ત્યાં જણાય છે. શંકા:- (.) જો આ રીતે તમે પ્રત્યેક લોકાકાશપ્રદેશમાં કાલાણુ દ્રવ્યનો સ્વીકાર કરશો તો તમારો દિગંબરમતમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે. આ રીતે તો અપસિદ્ધાન્ત દોષ તમને લાગુ પડશે. ૪ દિગંબરમતપ્રવેશની આપત્તિ અસ્થાને છે સમાધાન :- (૧) ના, તમારી આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે દિગંબરો જેટલા લોકાકાશપ્રદેશ છે તેટલા જ કાલાણુદ્રવ્યો માને છે. લોકાકાશપ્રદેશ તો અસંખ્ય જ છે. પ્રત્યેક લોકાકાશપ્રદેશમાં એક-એક કાલાણુ દ્રવ્યને તેઓ માને છે. તેથી દિગંબરમતે કાલાણુદ્રવ્યો અસંખ્ય જ છે, અનંત નહિ. તથા તે કાલાણુદ્રવ્યો પુદ્ગલપરમાણુથી ભિન્ન છે, સ્વતંત્ર છે, ઉપચરિત નહિ. તથા નિષ્ક્રિય છે. જ્યારે અમે શ્વેતાંબરો કાલાણને સ્વતંત્ર = પુદ્ગલપરમાણુભિન્ન દ્રવ્ય નથી માનતા પરંતુ લોકાકાશના પ્રદેશમાં
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy