SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१८ ० नैश्चयिक-व्यावहारिको कालौ पर्यायात्मको एव ० १५८३ (१) वर्तनादिपर्यायस्वरूपो नैश्चयिकः। (२) ज्योतिश्चक्रस्य भ्रमणजन्यो यः समयाऽऽवलिका-मुहूर्त्तादिलक्षण: कालः स च व्यावहारिकः । वस्तुतस्तु अयं कालो न परमाणुसमुदायात्मकः किन्तु सर्वद्रव्येषु वर्तनादिपर्यायाणां सर्वदा सद्भावाद् उपचारेण कालो द्रव्यत्वेन उच्यते” (न.त.गा.६/वृ.पृ.२६) इति यदुक्तं तदप्यत्र प समाकलितसमयरहस्यैः समनुसन्धेयम् । ततश्च कालस्य न क्लृप्तद्रव्यातिरिक्तद्रव्यत्वं पारमार्थिकमिति रा आगमयुक्त्यनुसारेण दृढतरमवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - विरुद्धत्वेनावभासमानानां द्रव्य-पर्यायान्यतरात्मककालप्रतिपादकशास्त्रवचनानां गौण-मुख्यभावेन सङ्गतिः ग्रन्थकृता कृता, न तु एकमपि शास्त्रवचनमप्रमाणतया श निष्टङ्कितम् । एतावताऽयमत्रोपदेशो ग्राह्यः यदुत विरुद्धत्वेन अवभासमाना कस्यापि उक्तिः यावद् के अर्थसाङ्गत्यमियति तावद् विवेकपूर्वं तदुक्तिसमन्वयकृते औदार्यं माध्यस्थ्यञ्च अस्माभिः व्यवहारे । धार्यम् । इत्थमेव नः शुद्धभावस्याद्वादपरिणतिनिष्पत्तिः स्यात् । अन्यथा स्याद्वादः शास्त्रे एवण जीवेत्, न त्वस्मासु । परकीयाशयमविज्ञाय, तदन्यायपरिहारप्रयत्नं विमुच्य, केवलं द्वेषभावेन तदुक्ति- का खण्डनपरिणतिः यावद् न विलीयेत तावन्न शुद्धभावस्याद्वादलभ्यः “मोक्षः = कर्मविमुक्त आत्मा” (ત.ફૂ.9/9 વૃ-પૃ.૭૬) રૂતિ તત્ત્વાર્થરિમીવૃત્તો તો મોક્ષઃ સુત્તમ તા૧૦/૧૮ના નિશ્ચય-વ્યવહારના ભેદથી બે પ્રકારે છે. તેમાં (૧) નૈઋયિક કાળ વર્તનાદિ પર્યાયસ્વરૂપ છે. (૨) તથા જ્યોતિશ્ચક્રના ભ્રમણથી ઉત્પન્ન થનાર જે સમય, આવલિકા, મુહૂર્નાદિસ્વરૂપ કાળ છે તે વ્યવહારિક કાળ છે. વાસ્તવમાં તો કાળતત્ત્વ પરમાણસમુદાયસ્વરૂપ નથી. પરંતુ સર્વ દ્રવ્યોમાં વર્તનાદિ પર્યાયો સર્વદા વિદ્યમાન હોવાથી ઉપચારથી કાળ દ્રવ્ય કહેવાય છે.” જૈનાગમસિદ્ધાન્તના રહસ્યોના જાણકાર સમયવેત્તા વિદ્વાનોએ આ બાબતનું પ્રસ્તુતમાં સમ્યફ અનુસંધાન કરવું. તેથી આગમ અને યુક્તિ અનુસાર, પ્રમાણસિદ્ધ જીવાદિ પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળ દ્રવ્ય નથી' - આમ દઢપણે અવધારણ કરવું. છે વિવેકપૂર્વક સમન્વય કરવાની ઉદારતા કેળવીએ છે આધ્યાલિક ઉપનય :- કાળમાં દ્રવ્યાત્મકતાનું અને પર્યાયાત્મકતાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રવચનો પરસ્પર વિરોધી લાગે. તેમ છતાં ગ્રંથકારશ્રીએ બન્ને પ્રકારના શાસ્ત્રવચનોની સંગતિ ગૌણ-મુખ્યભાવ | દ્વારા કરેલ છે. પરંતુ કોઈ પણ શાસ્ત્રવચનને ખોટું ઠરાવેલ નથી. આના ઉપરથી આપણે એટલો બોધપાઠ લેવા જેવી છે કે કોઈ પણ વ્યક્તિની વિરોધી લાગતી વાતની જ્યાં સુધી જે પ્રમાણે અર્થસંગતિ સારી રીતે થઈ શકતી હોય ત્યાં સુધી તેની વાતનો તે પ્રમાણે વિવેકપૂર્વક સમન્વય કરવાની ઉદારતા તથા મધ્યસ્થતા આપણે વ્યવહારમાં પણ ધારણ કરવી જ જોઈએ.” આવું બને તો જ શુદ્ધ ભાવસ્યાદ્વાદની પરિણતિ આપણામાં પાંગરી શકે. બાકી સ્યાદ્વાદ ફક્ત શાસ્ત્રમાં જીવતો રહે, આપણા આત્મામાં નહિ. સામેની વ્યક્તિના આશયને સમજ્યા વિના, તેની સાથે અન્યાય થઈ ન જાય તેની કાળજી રાખ્યા વિના, માત્ર દ્વેષભાવથી તેની વાતનું આડેધડ ખંડન કરવાનું વલણ જ્યાં સુધી રવાના થાય નહિ, ત્યાં સુધી કોઈને પણ શુદ્ધ ભાવઅનેકાન્તમય પરિણતિથી મળી શકે તેવો મોક્ષ સુલભ નથી. તત્ત્વાર્થસૂત્રહારિભદ્રી વૃત્તિમાં કર્મમુક્ત આત્માને જ મોક્ષરૂપે જણાવેલ છે. (૧૦/૧૮)
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy