________________
१५६८
* अप्रतिबद्धत्वोपदेशः
१०/१६
पु यास्तक्रियात्मकः। औपचारिक एवासौ मुख्यकालस्य सूचकः । । ” ( ध.श. सर्ग- २१/ श्लो.८८/८९) इत्युक्तम्, न शु तु लोकाकाशप्रदेशप्रमितनित्यकालाणुद्रव्याणि निश्चयाभिप्रायेण तत्र दर्शितानि इत्यवधेयम् ।
म
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - दिगम्बरमतानुसारेण प्रतिलोकाकाशप्रदेशस्थत्वेऽपि कालाव न परस्परं बध्यन्ते बध्नन्ति वा । मिथोऽत्यन्तसमीपवृत्तीनां कालाणूनामेतादृशाऽसङ्गताध् आत्मार्थिनाऽयमाध्यात्मिक उपदेशो ग्राह्यो यदुत कुत्राऽपि कदापि कस्याऽपि अतिपरिचयेऽपि क नाऽस्माभिः ममत्वादिभावतः केनाऽपि साकं बद्धतया भाव्यं न वा कोऽपि ममत्वादिना बन्धनीयः। णि कर्म-धर्मसंयोगेन सर्वैः सह संवासेऽपि यदा स्व-परनिमित्तं स्व-परेषां ममत्वादिबन्धनं नोपजायेत का तदैव मोक्षमार्गप्रगतिसम्भवः । तत एव “निर्वाणं सर्वद्वन्द्वोपरतिस्वभावं” (सू.सू.श्रु.स्क.१/अ.१/उ.२७/ वृ.पृ.१२२) सूत्रकृताङ्गसूत्रवृत्तिदर्शितं तरसा अभिगच्छति आत्मार्थी । ।१०/१६॥
ઔપચારિક જ છે. તે મુખ્ય કાળનો (= નિશ્ચયકાળદ્રવ્યનો) સૂચક છે.” હરિચન્દ્ર સ્વયં દિગંબર હોવા છતાં તેમણે નિશ્ચયના અભિપ્રાયથી નિત્યકાલદ્રવ્યને જણાવવા લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય નિત્ય કાલાણુ દ્રવ્યોને જણાવેલ નથી. આ એક નોંધપાત્ર વાત અહીં ધ્યાનમાં રાખવી. કાલાણુ અપ્રતિબદ્ધતાનો ઉપદેશ આપે છે
સુ
આધ્યાત્મિક ઉપનય :- દિગંબરમત મુજબ લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં કાલાણુ દ્રવ્ય રહેવા છતાં એકબીજાથી તે બંધાતા નથી કે એકબીજાને બાંધતા નથી. પરસ્પર અત્યંત સમીપ રહેવા છતાં પણ
| કાલાણુદ્રવ્યોમાં રહેનારી આ અસંગતા ઉપરથી આત્માર્થી જીવે એવો આધ્યાત્મિક બોધપાઠ લેવા જેવો
છે કે ‘કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈ પણ વ્યક્તિનો અત્યંત પરિચય થવા છતાં પણ આપણો આત્મા મમત્વ આદિ ભાવોથી કોઈ પણ વ્યક્તિ સાથે બંધાઈ ન જાય. અથવા કોઈ પણ વ્યક્તિને મમત્વાદિ ભાવોથી બાંધવાનો પ્રયત્ન થઈ ન જાય તે બાબતમાં જાગૃતિ રાખવાની છે. તથા કર્મ -ધર્મસંયોગે બધાની સાથે રહેવા છતાં પણ સ્વ-પર નિમિત્તે સ્વ-પરને મમત્વાદિ ભાવોનું બંધન ઉભું ન થાય તો જ મોક્ષમાર્ગે આગળ વધી શકાય.' તેનાથી જ આત્માર્થી સાધક સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં દર્શાવેલ સર્વન્દ્વન્દ્વવિરામસ્વરૂપ નિર્વાણને ઝડપથી પામે છે. (૧૦/૧૬)
લખી રાખો ડાયરીમાં......
• બુદ્ધિ મોટા નિમિત્તથી પણ માંડ માંડ ચેતે.
શ્રદ્ધા નાનકડા નિમિત્તથી પણ ચેત્યા વિના ન રહે.
• વાસના બહારથી કોઈની નજીક આવવા છતાં અંદરથી દૂર રહે છે.
ઉપાસના બહારમાં કોઈથી દૂર રહેવા છતાં અંદરથી નજીક રહે છે.