SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ १५६६ * तत्त्वार्थराजवार्तिकादिसंवादः १०/१६ प्रत्यबन्धाः एकैकस्मिन्नाकाशप्रदेशे एकैकवृत्त्या लोकव्यापिनः, मुख्योपचारप्रदेशकल्पनाऽभावान्निरवयवाः । मुख्यप्रदेशकल्पना हि धर्माधर्मजीवाकाशेषु पुद्गलेषु च द्व्यणुकादिषु स्कन्धेषु । परमाणुषूपचारप्रदेशकल्पना, प्रचयशक्तियोगात्। उभयथा च कालाणूनां प्रदेशकल्पनाऽभावाद् धर्मास्तिकायादिवत् कायत्वाभावः” (त. रा.वा. ૧/૨૨) તિા र्श क प्रवचनसारवृत्तौ तत्त्वप्रदीपिकाभिधानायाम् अमृतचन्द्राचार्येण अपि "प्रदेशप्रचयो हि तिर्यक्प्रचयः समयविशिष्टवृत्तिप्रचयस्तदूर्ध्वप्रचयः । तत्राऽऽकाशस्याऽवस्थिताऽनन्तप्रदेशत्वाद्धर्माधर्मयोरवस्थिताऽसङ्ख्येयप्रदेशत्वाज्जीवस्याऽनवस्थितासंख्येयप्रदेशत्वात् पुद्गलस्य द्रव्येणाऽनेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात् पर्यायेण द्वि-बहुप्रदेशत्वाच्च पिं| अस्ति तिर्यक्प्रचयः। न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । ऊर्ध्वप्रचयस्तु त्रिकोटिस्पर्शित्वेन t જોડાયેલા નથી, સ્કંધપરિણામથી પરિણમેલા નથી. એક-એક લોકાકાશપ્રદેશમાં એક-એક કાલાણુદ્રવ્ય રહેલ છે. આ રીતે કાલાણુદ્રવ્યો ૧૪ રાજલોકમાં વ્યાપીને રહેલા છે. કાલાણુ દ્રવ્યો મુખ્ય રીતે કે ઉપચારથી કોઈ સ્કંધના કે દેશના પ્રદેશ બનતા નથી. આમ પારમાર્થિક કે ઔપચારિક પ્રદેશત્વની કલ્પના કાલાણુ દ્રવ્યોમાં થઈ શકતી નથી. તેથી કાલાણુઓ નિરવયવ, સ્વતંત્ર = છૂટાછવાયા દ્રવ્યો છે. મુખ્ય = પારમાર્થિક પ્રદેશત્વની કલ્પના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને આકાશ દ્રવ્યમાં કરવામાં આવે છે. તેમ જ ચણુક, ઋણુક વગેરે સ્કંધાત્મક પુદ્ગલ દ્રવ્યોમાં મુખ્ય પ્રદેશનો સ્વીકાર કરવામાં આવે છે. કારણ કે તે સ્કંધ દ્રવ્યોમાં નિરવયવ અંશો વિદ્યમાન છે. સ્વતંત્ર પુદ્ગલ પરમાણુ દ્રવ્યોમાં અન્ય નિરવયવ અંશો ન હોવાથી તેમાં મુખ્ય પ્રદેશત્વ રહેતું નથી. પરંતુ સ્વતંત્ર પુદ્ગલ પરમાણુ દ્રવ્યોમાં ઉપચારથી પ્રદેશત્વની કલ્પના કરવામાં આવે છે. કારણ કે તેમાં તિર્યક્મચયશક્તિ (= સ્નિગ્ધ-રૂક્ષત્વશક્તિ) વિદ્યમાન છે. કાલાણુ દ્રવ્યોમાં તો મુખ્ય કે ગૌણ બેમાંથી એક પણ પ્રકારના પ્રદેશત્વની કલ્પના થઈ શકતી નથી. તેથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોની જેમ કાલાણુ દ્રવ્યોમાં અસ્તિકાયત્વ રહેતું નથી. તેથી કાલાણુ દ્રવ્યમાં ‘અસ્તિકાય' તરીકેનો વ્યવહાર શાસ્ત્રકારોને માન્ય નથી” - આ પ્રમાણે અકલંકસ્વામીનું વચન પણ ‘કાલાણુ દ્રવ્ય અસ્તિકાય નથી' તેમ જણાવે છે. ૐ તિર્યક્મચય અને ઊર્ધ્વપ્રચય : દિગંબરદૃષ્ટિએ (પ્રવચન.) દિગંબર કુંદકુંદસ્વામીએ બનાવેલ પ્રવચનસાર ગ્રંથની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યામાં અમૃતચન્દ્રાચાર્ય પણ કાલાણુમાં તિર્યક્મચયનો નિષેધ કરે છે. તેમનું કથન એવું છે કે “પ્રચય એટલે સમૂહ. પ્રદેશપ્રચય એટલે તિર્યક્પ્રચય. તેથી નિરવયવ અવયવોનો સમૂહ એટલે તિર્યક્પ્રચય તથા સમયવિશિષ્ટવૃત્તિપ્રચય તે ઊર્ધ્વપ્રચય. આકાશ દ્રવ્ય તો અવસ્થિત સ્થિર અનંતપ્રદેશાત્મક છે. તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય અવસ્થિત એવા અસંખ્યપ્રદેશસ્વરૂપ છે. જીવ દ્રવ્યો અનવસ્થિત = અસ્થિર અસંખ્યપ્રદેશવાળા છે.‘પુદ્ગલ’ પદાર્થ તો અનેકપ્રદેશત્વશક્તિથી યુક્ત હોવા છતાં દ્રવ્યથી (= પરમાણુની અપેક્ષાએ) એકપ્રદેશાત્મક છે. તથા પર્યાયથી (= ચણુકાદિની અપેક્ષાએ) તે પુદ્ગલ દ્વિપ્રદેશ-ત્રિપ્રદેશ-બહુપ્રદેશાત્મક છે. તેથી સર્વ પુદ્ગલમાં પરમાણુ-ચણુકાદિની અપેક્ષાએ શક્તિ-વ્યક્તિથી અનેકપ્રદેશ = તિર્યક્પ્રચય છે. પરંતુ કાળદ્રવ્યમાં તિર્યક્મચય નથી. કારણ કે શક્તિથી (= સત્તાથી કે યોગ્યતારૂપે) અને વ્યક્તિથી અભિવ્યક્તિથી કાળદ્રવ્ય એકપ્રદેશાત્મક છે. ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોમાં = =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy