SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ર રા * कालाणूनामप्रदेशत्वसङ्गतिः ૨૦/૬ પણિ બંધનો પ્રદેશસમુદાય એહનઈં નથી. તે ભણી (–તે વિણ) ધર્માસ્તિકાયાદિકની પરિ *તિર્યક્ પ્રચય ન(ઘટઈ=) સંભવઈ* તિર્યક્ પ્રચય નથી. તે માટઈં જ કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિઈં. द्रव्यस्य समयाऽऽवलिका - मुहूर्त्तादिपूर्वापरपर्यायाः सन्ति । स्थास - कोश- कुशूलादिपूर्वापरपर्यायसमुदायाऽनुयायित्वाद् मृद्द्रव्यस्येव समयाऽऽवलिका - मुहूर्त्तादिपूर्वापरपर्यायसमूहाऽनुगामित्वात् कालाणुद्रव्यस्य ऊर्ध्वताप्रचयः सम्भवतीति भावः । १५६२ परं कालाणुद्रव्यस्य तिर्यक्प्रचय: न स्यात्, स्कन्धत्वेन देशत्वेन वा अनुविद्धानां प्रदेशानां समूहस्य विरहात् । न हि स्कन्धप्रदेशौघं = स्कन्ध-देशाऽन्यतरानुस्यूतनिरवयवद्रव्यांशसमुदायं विना तिर्यक्प्रचयः भवेत् सम्भवेद् इति भावार्थः । कालाणूनां निरवयवत्वेऽपि मिथोऽननुविद्धत्वेन स्कन्धादिपरिणामपरिणतत्वं नास्ति । अतो धर्मास्तिकायाऽधर्मास्तिकायादिद्रव्यपञ्चकवत् कालाणुद्रव्यस्य तिर्यक्प्रयो नास्ति । तत एव कालाणुद्रव्यस्य अस्तिकायत्वेन नास्ति व्यवहारः । अत एवाद्धासमयणि स्याऽप्रदेशत्वमपि सङ्गच्छते। न हि निरवयवत्वमेव प्रदेशत्वं भण्यते किन्तु स्कन्धादिसंलग्ननिरवका यवांशत्वमेव तत्। अत एव कालाणुद्रव्ये सप्रदेशत्वमपि व्यवच्छिन्नम् । न हि निरवयवावयवोपेतत्वमेव सप्रदेशत्वम् उच्यते किन्तु स्कन्धादिसंलग्ननिरवयवावयवान्वितत्वमेव तत्। = મુહૂર્ત વગેરે પૂર્વાપર પર્યાયો રહેલા છે. તેથી જેમ સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પૂર્વાપર પર્યાયોના સમૂહમાં અનુગત હોવાથી મૃત્તિકાદ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે તેમ સમય, આવલિકા, મુહૂર્ત વગેરે પૂર્વાપર૫ર્યાયોના સમૂહમાં અનુગત હોવાથી કાલાણુદ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપે સંભવે છે. આ પ્રમાણે અહીં આશય છે. * કાલાણુમાં તિર્યક્મચયની વિચારણા – (નં.) પરંતુ કાલાણુ દ્રવ્યમાં તિર્યક્મચય સંભવતો નથી. કારણ કે સ્કંધ તરીકે કે દેશ તરીકે પરસ્પર સંકળાયેલા પ્રદેશોનો નિરંશ અવયવોનો સમૂહ કાલાણુદ્રવ્યમાં નથી. સ્કંધ કે દેશ બેમાંથી એક સ્વરૂપે પરસ્પર અનુવિદ્ધ = સંકળાયેલા જોડાયેલા = બંધાયેલા નિરવયવ દ્રવ્યાંશોનો પ્રદેશોનો સમૂહ ન હોય તો તિર્યક્પ્રચય સંભવતો નથી. યદ્યપિ કાલાણુ દ્રવ્યો નિરવયવ છે. પરંતુ તેઓ પરસ્પર ( અનુવિદ્ધ નથી. આથી જ કાલાણુઓ સ્કંધાદિપરિણામથી પરિણત નથી. આથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યની જેમ કાલાણુદ્રવ્યમાં તિર્યક્મચય નથી. તેથી જ કાલાણુ દ્રવ્યમાં અસ્તિકાય તરીકેનો વ્યવહાર થતો નથી. આ જ કારણસર ‘અહ્વાસમય અપ્રદેશ પ્રદેશાનાત્મક છે' - આ વાત પણ સંગત થઈ શકે છે. જો કે કાલાણુઓ નિરવયવ છે જ. પણ ફક્ત નિરવયવપણું એ જ પ્રદેશત્વ કહેવાતું નથી. પરંતુ સ્કંધાદિસંલગ્ન નિરવયવઅંશરૂપતા એ જ પ્રદેશત્વ કહેવાય છે. કાલાણુઓ સ્કંધાદિસંલગ્ન નથી. તેથી ‘કાલાણુઓ પ્રદેશાત્મક નથી' - તેવું સિદ્ધ થાય છે. આથી જ કાલાણુ દ્રવ્યમાં સપ્રદેશપણાની પણ બાદબાકી થઈ જાય છે. જો કે નિરવયવ એવા અવયવો તાદાત્મ્યસંબંધથી કાલાણુમાં રહેલા છે. પરંતુ નિરવયવ અવયવોથી યુક્ત હોવાપણું એ જ સપ્રદેશત્વ નથી. પણ સ્કંધાદિસંલગ્ન એવા નિરંશ અંશોથી યુક્ત હોવાપણું એ જ સપ્રદેશત્વ છે. આવું સપ્રદેશત્વ તો કાલાણુ દ્રવ્યોમાં નથી જ. તેથી * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૦+૧૧)માં છે. = = =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy