________________
१५३४
* कालतत्त्वे मैत्रायण्युपनिषदादिसंवादः
१०/१३
“ द्वे वाव ब्रह्मणो रूपे कालश्चाऽकालश्च । अथ यः प्राग् आदित्यात् सोऽकालोऽकलः । अथ च आदित्यात् यः स कालः सकलः” (मै. उप. ६/१५ ) इति मैत्रायण्युपनिषदुक्तितात्पर्यमपि कलायुक्तत्वाऽऽदित्यसापेक्षत्वाद्यन्यथानुपपत्त्या कालगतैकत्व - नित्यत्व-विभुत्वाऽतिरिक्तद्रव्यत्वबाधोपदर्शनतः कालस्य पर्यायरूपतायामेव प्रकारान्तरेण पर्यवस्यति । ब्रह्मस्वरूपविशेषात्मकत्वोक्त्या कालो ब्रह्मतत्त्वपर्यायतयाऽत्र विधीयते स्वतन्त्रद्रव्यतया च निषिध्यते । ततश्च कालो नातिरिक्तद्रव्यमिति फलितम् । एतेन " कालो मूर्त्तिरमूर्त्तिमान् ” ( मैत्रा. उप. ६/१४) इति मैत्रायण्युपनिषदुक्तिरपि व्याख्याता, कालस्य णि मूर्त्तपुद्गलाऽमूर्त्तजीवप्रभृतिद्रव्यपर्यायरूपत्वप्रतिपादनपरतयाऽपि तस्या उपपत्तेः ।
sa
रा
htt
કાળ બ્રહ્મતત્ત્વનું એક સ્વરૂપ : મૈત્રાયણી ઉપનિષદ્ છુ
(૫) (ઢે.) મૈત્રાયણી ઉપનિષમાં એવું પણ જણાવેલ છે કે બ્રહ્મતત્ત્વના બે સ્વરૂપ છે કાલ અને અકાલ. સૂર્યની પૂર્વે જે બ્રહ્મ તત્ત્વ છે તે અકાલ છે. તે અકલ (= કલાશૂન્ય) છે. તથા સૂર્યની પછી બ્રહ્મનું જે સ્વરૂપ છે, તે સકલ (= કલાયુક્ત) કાળ છે.' મૈત્રાયણી ઉપનિષા ઉપરોક્ત વચનનું તાત્પર્ય પણ કાળમાં એકત્વ, નિત્યત્વ, વિભુત્વ અને અતિરિક્તદ્રવ્યત્વનો બાધ સૂચિત કરવા દ્વારા બીજી રીતે કાળ તત્ત્વને પર્યાયસ્વરૂપે માનવામાં જ ફલિત થાય છે. કારણ કે સર્વથા નિત્ય, એક, અખંડ, અતિરિક્ત કાળદ્રવ્યમાં સકલત્વ (કલાયુક્તત્વ) સંભવી શકતું નથી. આથી મૈત્રાયણી ઉપનિષદ્ પણ એક, નિત્ય, સર્વવ્યાપી, અતિરિક્ત કાલ દ્રવ્યનું નિરાકરણ કરે છે. મતલબ એ છે કે સકલત્વસ્વરૂપે કાળનું પ્રતિપાદન કરવાથી કાળગત ‘એકત્વ’ નું નિરાકરણ થાય છે. તથા સૂર્યની પૂર્વે અને પછી કાલ-અકાલાત્મક બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ બદલાય છે. તેથી કાળમાં એકાંતનિત્યત્વનો બાધ થાય છે. બ્રહ્મસ્વરૂપ કાળ જો વિભુ દ્રવ્ય હોય તો સૂર્ય આવે કે ન આવે, તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ મૈત્રાયણી [] ઉપનિષત્કારે તેવો ફેરફાર બતાવેલ છે. માટે ‘કાળ વિભુતત્ત્વ નથી’ - એવું સિદ્ધ થાય છે. કાળ તત્ત્વ
બ્રહ્મ તત્ત્વથી ભિન્ન નથી. પરંતુ તેનું જ એક વિશેષ પ્રકારનું સ્વરૂપ છે. આ પ્રમાણે મૈત્રાયણી ઉપનિષદ્ આ જે જણાવે છે, તેનાથી બ્રહ્મતત્ત્વનો = શુદ્ધાત્મતત્ત્વનો પર્યાય કાળ છે - એવું સિદ્ધ થાય છે. કાળને બ્રહ્મનું એક વિશેષપ્રકારનું સ્વરૂપ જણાવવા દ્વારા ‘કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી' - એવું પણ સૂચિત થાય છે. આમ પ્રકારાંતરથી ‘કાળ દ્રવ્યાત્મક નથી પણ પર્યાયાત્મક છે' - તેવું ફલિત થાય છે.
ઊ મૂર્ત-અમૂર્ત કાળ : મૈત્રાયણી ઉપનિષદ્
(૬) (તેન.) ‘કાળ મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે' આ પ્રમાણે મૈત્રાયણી ઉપનિષમાં જે જણાવેલ છે તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત વિવેચન દ્વારા થઈ જાય છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્ત છે તથા જીવાદિ ચાર દ્રવ્ય અમૂર્ત છે. જૈન દર્શન મુજબ જીવ અને અજીવ તરીકે માન્ય કુલ પાંચ દ્રવ્યોને મૂર્ત અને અમૂર્ત એમ બે વિભાગમાં ગોઠવી શકાય છે. અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચેય દ્રવ્યનો સંગ્રહ જેમ ‘જીવ-અજીવ’ પદ દ્વારા થઈ શકે છે તેમ ‘મૂર્ત-અમૂર્ત' પદ દ્વારા પણ તે પાંચેયનો સમાવેશ થઈ શકે છે. તેથી પુદ્ગલ આદિ પાંચેય દ્રવ્યના પર્યાય સ્વરૂપ કાળને મૂર્ત અને અમૂર્ત કહેવા દ્વારા ‘કાળ તત્ત્વ મૂર્ત-અમૂર્ત દ્રવ્યના પર્યાય સ્વરૂપ છે’ - તેવું પ્રતિપાદન કરવામાં ઉપરોક્ત ચૈત્રાયણી ઉપનિષદ્નું વચન તત્પર છે. એવું અર્થઘટન કરીને સ્યાદ્વાદી વિદ્વાનો તેની સંગતિ કરી શકે છે.