________________
१०/१३ ० दर्शनान्तरेषु स्वतन्त्रनित्यकालद्रव्यप्रतिक्षेपः ।
१५३३ द्रव्यं प्रतिषेधयति, अन्यथा न्यूनता आपद्येत इति विभावनीयम्।
परैरपि कैश्चित् कालस्याऽतिरिक्तनित्यद्रव्यता नाऽङ्गीक्रियते। तथाहि - न्यायभूषणे भासर्वज्ञेन प “न द्रव्यं कालः” (न्या.भू.परि.३/पृ.५९३) इत्यादिना, रघुनाथशिरोमणिना च नव्यनैयायिकमुख्येन पदार्थतत्त्वनिरूपणे “दिक्कालौ नेश्वरादतिरिच्येते, मानाभावाद्” (प.त.नि.पृ.१) इत्यादिना कालस्य स्वतन्त्रद्रव्यत्वं निराकृतम्।
वेदान्तिना चित्सुखाचार्येण तु तत्त्वप्रदीपिकायां “प्रत्यक्षाऽगोचरत्वेन परत्वादेरलिङ्गतः। स्वस्पतोऽनिमित्तत्वादुपाधौ निष्फलत्वतः।। दिवाकरपरिस्पन्द-पिण्डसंयोगसम्भवात् । व्यापिनश्चेतनादेव कथं कालः के प्रसिध्यति ।।” (त.प्र.पृ.५१०) इत्यादिना कालस्याऽतिरिक्तद्रव्यता प्रतिक्षिप्ता।
__ “सूर्यो योनिः कालस्य” (मै.उप.५/२) इति मैत्रायण्युपनिषदुक्तिरपि कालस्य नित्यद्रव्यत्वे बाधिका वर्तते । सूर्ययोनिकत्वोक्त्या पर्यायात्मकस्य कालस्य सार्धद्वितयद्वीपवर्तिता ध्वन्यते । રૈલોક્યઘટક એવું અતિરિક્ત કાલ નામનું છઠ્ઠું દ્રવ્ય નથી - તેવું અર્થપત્તિથી સૂચિત કરે છે. કાળ સ્વતંત્ર દ્રવ્ય હોય તો રૈલોક્યને અસ્તિકાયનિષ્પન્ન કહેવામાં ન્યૂનતા દોષ લાગુ પડે. કેમ કે કાળ અસ્તિકાય તરીકે કોઈને પણ માન્ય નથી. આ પ્રમાણે ઊંડાણથી વિભાવના કરવી.
૬ અન્ય દર્શનકારોની દૃષ્ટિએ અતિરિક્ત કાળ દ્રવ્યનું નિરાકરણ , (પ) અન્ય પણ કેટલાક દર્શનકારો કાળને અતિરિક્ત નિત્યદ્રવ્ય માનતા નથી. તે આ મુજબ. (૧) ન્યાયભૂષણ ગ્રંથમાં ભાસર્વજ્ઞ નામના વિદ્વાને જણાવેલ છે કે “કાળ એ દ્રવ્ય નથી.”
(૨) નવ્યર્નયાયિકશિરોમણિ રઘુનાથ શિરોમણિએ પદાર્થતત્ત્વનિરૂપણ નામના ગ્રંથમાં “દિશા અને કાળ ઈશ્વર કરતાં અતિરિક્ત નથી. કારણ કે તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી - ઈત્યાદિ નિરૂપણ કરવા દ્વારા “કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી' - તેવું પ્રતિપાદન કરેલ છે.
(૩) (વેકા) ચિસુખ નામના વેદાંતી આચાર્ય તો “કાળ એ અતિરિક્ત દ્રવ્ય નથી' - એવું સિદ્ધ કરવા માટે તત્ત્વપ્રદીપિકા ગ્રંથમાં જણાવેલ છે કે “કાળ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. પરત્વ વગેરે કાળના લિંગ નથી. સ્વરૂપથી કોઈ પણ કાર્યનું નિમિત્ત કાળતત્ત્વ નથી. ઉપાધિને સ્વીકારવામાં આવે તો કાળતત્ત્વનો સ્વીકાર નિષ્ફળ જાય છે. અર્થાત્ કાળતત્ત્વ પોતાના સ્વરૂપથી કોઈ પણ કાર્ય કરતું ન હોય અને ઉપાધિથી = કાલિકઉપાધિથી = અનિત્યપદાર્થથી તે સ્વકાર્યને કરતું હોય તો તેવા ઉપાધિસાપેક્ષ કાળતત્ત્વનો સ્વીકાર નિષ્ફળ છે. તેવા કાળતત્ત્વનો સ્વીકાર કરવાનું કોઈ પ્રયોજન નથી. તથા સર્વવ્યાપી ચેતનાથી = બ્રહ્મતત્ત્વથી જ સૂર્યની પરિસ્પંદક્રિયા અને દેહાદિ પિંડનો સંયોગ સંભવી શકે છે અને તેના દ્વારા જ પરત્વ-અપરતાદિનો વ્યવહાર સંભવી શકે. તેથી સ્વતંત્ર કાળદ્રવ્ય કઈ રીતે પ્રમાણ દ્વારા સિદ્ધ થાય ?'
(૪) (“સૂર્યો.) “સૂર્ય કાળની યોનિ છે' - આ મૈત્રાયણી ઉપનિષનું વચન પણ કાળને નિત્ય દ્રવ્ય માનવામાં બાધક છે. સૂર્ય કાળની યોનિ છે' - આ ઉક્તિથી “પર્યાયાત્મક કાળ અઢી દ્વીપમાં રહે છે' - તેવું ધ્વનિત થાય છે. કારણ કે હરતા-ફરતા સૂર્ય તો અઢી દ્વીપમાં જ રહે છે.