________________
१०/१३ ० षड्दर्शनसमुच्चयबृहद्वृत्तिसंवादोपदर्शनम् ।
१५१९ ततश्च “उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सदिति” (त.सू.५/२९) सल्लक्षणयोगात् सत् कालद्रव्यम्, “गुण-पर्यायवद् प द्रव्यम्” - (त.सू.५/३७) इति द्रव्यलक्षणयोगाच्च द्रव्यम् । एष च कालो हेमन्तातुविभागेन परिणममानः ग शीतोष्णादिपरिणामानाम् अपेक्षाकारणम्, बलाकाप्रसवस्येव गर्जितध्वनिरिति । तन्मतमाश्रित्याह – “कालस्स व जस्स जो लोए” इति, 'वा' शब्दो मतान्तरसूचकः, यस्य कालस्य हेमन्तादेर्यो धर्मः शीतकारित्वादिलक्षणो । लोके प्रसिद्धः स कालस्य सम्बन्धी धर्मः कालधर्म इत्युच्यते” (ध.स.३२ वृ.) इति। ___ तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ अपि श्रीगुणरत्नसूरिभिः कालगोचरमतद्वयमुप-क दर्शितम् । तदुक्तं तत्र “ये केचनाचार्याः कालं द्रव्यं नाभ्युपयन्ति किन्तु धर्मादिद्रव्याणां पर्यायमेव, तन्मते .. धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मको लोकः। ये तु कालं द्रव्यमिच्छन्ति, तन्मते षड्व्व्यात्मको " लोकः, पञ्चानां धर्मादिद्रव्याणां कालद्रव्यस्य च तत्र सद्भावाद्” (ष.स.बृ.वृ.४९/पृष्ठ २५०) इति। का શકે. પરંતુ કોઈકને કોઈક સ્વરૂપે તેનો અન્વય = હાજરી ઉત્તર અવસ્થામાં પણ હોય છે જ. અદ્ધાસમય એ મનુષ્યક્ષેત્રવ્યાપી એક અન્વયી દ્રવ્ય છે. તેથી તે સ્વરૂપે તે કાળ દ્રવ્યનું જે અન્વયી સ્વરૂપ છે તે જ દ્રૌવ્ય છે. પૂર્વ અવસ્થાનો નાશ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ હોવાથી કાળ તત્ત્વમાં ઉત્પાદ -વ્યય પણ હાજર છે. આમ કાળ દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્પદાર્થનું લક્ષણ વિદ્યમાન હોવાથી કાળ તત્ત્વ સત્ છે. શ્રીઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત્ કહેવાય' આવું જણાવેલ છે. તથા “ગુણ-પર્યાયયુક્ત હોય તેને દ્રવ્ય કહેવાય' - આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ કાળતત્ત્વમાં હોવાના કારણે તે દ્રવ્ય છે. આ કાળ હેમંત-શિશિર વગેરે ઋતુના વિભાગથી પરિણમતો હોવાથી શીત . -ઉષ્ણ વગેરે પરિણામ સ્વરૂપ કાર્ય પ્રત્યે અપેક્ષાકારણ છે. જેમ વાદળાની ગર્જનાનો અવાજ બગલીને પ્રસૂતિમાં અપેક્ષાકારણ છે તેમ આ વાત સમજવી. આ રીતે સ્વતંત્રદ્રવ્યાત્મક કાળદ્રવ્યને માનનારા આચાર્ય વા ભગવંતોના મતને આશ્રયીને શ્રીહરિભદ્રસૂરિએ ધર્મસંગ્રહણિગાથાના ઉત્તરાર્ધમાં “
વાસ વ..' ઈત્યાદિ જણાવેલ છે. “વ” શબ્દ મતાંતરનો સૂચક છે. મતલબ કે હેમંત, શિશિર વગેરે જે કાળ છે તેનો શીતકારિત્વ રમે વગેરે સ્વરૂપ ધર્મ લોકમાં પ્રસિદ્ધ છે. કાળનો સંબંધી ધર્મ તે કાલગુણધર્મ તરીકે કહેવાય છે. આમ કાલ દ્રવ્ય છે અને શીતકારિત્વ વગેરે તેના ગુણધર્મો છે.” આ પ્રમાણે ધર્મસંગ્રહણિવ્યાખ્યામાં પર્યાયકાલવાદી અને દ્રવ્યકાલવાદી બન્ને આચાર્યોના બન્ને મતો સમજાવેલ છે.
જ કાળ અંગે બે મત - ગદ્દર્શનસમુચ્ચયવૃત્તિ ૪ (ત.) શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ષડ્રદર્શનસમુચ્ચય નામનો ગ્રંથ રચેલ છે. તેના ઉપર પૂર્વાચાર્ય શ્રીગુણરત્નસૂરિ મહારાજે તર્કરહસ્યદીપિકા નામની બૃહત ટીકા બનાવેલ છે. તેમાં પણ કાલ અંગે બે મત બતાવેલ છે. તેઓએ ત્યાં બતાવેલ છે કે “અમુક આચાર્યો કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા. તેમના મતે ધર્માસ્તિકાય વગેરે જડ તેમજ ચેતન દ્રવ્યોના પર્યાય સ્વરૂપ કાલ છે. તેમના મતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને જીવ - આ પાંચ અસ્તિકાય સ્વરૂપ લોક છે. જે આચાર્ય કાળને સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય માને છે. તેમના મતે આ લોકમાં છ દ્રવ્યો મળે છે. આથી લોક પદ્રવ્યાત્મક છે. ધર્માસ્તિકાય વગેરે પાંચ અને કાળ - આ છ દ્રવ્યો છે.”