________________
१५१२ • आधाराधेयभावप्रयुक्त्या कालद्रव्यसिद्धि:
१०/१२ ऽगुरुलघुत्व-सूक्ष्मत्वादयो गुणाः। जीवादिपर्यायाणां परिणामहेतुत्व-परत्वाऽपरत्वादिप्रत्ययहेतुत्वादयस्तु पर्यायाः” (द्रव्या.प्र.३/पृ.२१४) इत्यादि । ततश्च ‘कालः स्वतन्त्रद्रव्यमि'त्यत्राऽर्थे युक्तिग्राह्यताऽप्यस्ति ।
इदमेवाभिप्रेत्योक्तं नियमसारे कुन्दकुन्दस्वामिना '“जीवादिदव्वाणं परियट्टणकारणं हवे कालो” (नि. म सा.३३) इति । गोम्मटसारेऽपि जीवकाण्डे “वत्तणहेदू कालो, वत्तणगुणमविय दव्वणिचयेसु । कालाधारेणेव र्श य वट्टति हु सव्वदव्याणि ।।” (गो.सा.जी.का. ५६८) इत्युक्तम् । आधाराऽऽधेयभावयुक्त्या अपि - सर्वद्रव्यानुगताऽऽधारविधयाऽत्र स्वतन्त्रकालद्रव्यसिद्धिरभिप्रेतेति भावः।
अतः कालस्य निरुपचरितद्रव्यत्वे युक्तिग्राह्ये केवलाज्ञाग्राह्यत्वोक्त्या मीमांसामांसलमतिमता न 1 स्वाभ्युपगमे सन्तोषो विधेयः, अपितु आगमानुसारिदृढनवीनतर्कान्वेषणे यत्नः कर्तव्यः एव । इत्थमेव का सम्यग्दर्शन-योग-क्षेम-शुद्धि-वृद्धिप्रकर्षोपपत्तेः इत्यवधेयम् ।
છે. આ કાળપદાર્થ દ્રવ્ય છે. કારણ કે તે ગુણ-પર્યાયનો આશ્રય છે. સંયોગ, વિભાગ, સંખ્યા, પરિમાણ (=આકૃતિ), અમૂર્તત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ વગેરે ગુણો કાળમાં રહે છે. તે જ રીતે જીવાદિગત પર્યાયોના પરિણમનની અપેક્ષાકારણતા, કાલિક પરત્વ-અપરત્વની પ્રતીતિની કારણતા વગેરે પર્યાયો પણ કાળમાં રહે છે. ગુણોનો અને પર્યાયોનો આશ્રય હોવાથી કાળપદાર્થ દ્રવ્ય છે.” આમ દ્રવ્યાલંકારવૃત્તિમાં જણાવેલ છે. આથી “કાળ સ્વતંત્ર દ્રવ્ય છે' - આ બાબત યુક્તિગ્રાહ્ય પણ છે.
ક વર્તનાકારણ કાળ : દિગંબરમત છે (મે.) કાર્ય-કારણભાવસ્વરૂપ યુક્તિથી કાળદ્રવ્યની સિદ્ધિ થઈ શકે છે. આવું જણાવવાના જ અભિપ્રાયથી દિગંબરાચાર્ય કુંદકુંદસ્વામીએ નિયમસારમાં જણાવેલ છે કે “જીવાદિ દ્રવ્યોની પરિવર્તનાનું 'S = વર્તનાનું કારણ કાળ બને છે.” ગોમ્મદસારના જીવકાંડમાં નેમિચંદ્રાચાર્યએ પણ જણાવેલ છે કે ‘વનાનો વ, હેતુ કાળ છે. સર્વ દ્રવ્યોમાં એવો ગુણ છે કે તે પોતપોતાના સ્વભાવમાં વર્તે - તેમ તું જાણ. કાળના
આધારે જ સર્વ દ્રવ્યો નિજસ્વભાવમાં વર્તી રહેલા છે. અહીં સર્વ દ્રવ્યોની નિજસ્વભાવમાં જે વર્તના ત્ર છે, તેના બાહ્ય સહકારીકારણસ્વરૂપે સ્વતંત્ર કાલદ્રવ્યની સિદ્ધિ કરવાનો આશય રહેલો છે. સર્વ દ્રવ્યો કાળમાં આધેય છે. તેથી પણ તે સર્વના અનુગત આધાર તરીકે સ્વતંત્ર કાળ દ્રવ્યને ગોમ્મદસાર ગ્રંથમાં સિદ્ધ કરેલ છે.
છે યુક્તિસંશોધન કર્તવ્ય છે (ક.) આથી “કાળ નિરુપચરિત દ્રવ્ય છે' - આ બાબત યુક્તિગ્રાહ્ય છે. તેથી આ બાબત કેવળ આજ્ઞાગમ્ય છે' - એવું કહીને મીમાંસાથી પરિપુષ્ટ પ્રજ્ઞાથી સંપન્ન વ્યક્તિએ કાળગત પારમાર્થિકદ્રવ્યત્વસંબંધી પોતાના મતમાં સંતોષ ન કરવો. પરંતુ આગમાનુસારી મજબૂત નવા તર્કને શોધવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. આ રીતે કરવામાં આવે તો જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા, શુદ્ધિ, વૃદ્ધિમાં પ્રકર્ષ સંભવી શકે - આ વાત પ્રાજ્ઞ પુરુષોએ ખ્યાલમાં રાખવી. 1. બવારિદ્રવ્યા પરિવર્તનવારને મત વાત: 2. वर्तनाहेतुः कालो वर्तनागुणमवेहि द्रव्यनिचयेषु। कालाधारेण एव च वर्तन्ते हि सर्व्वद्रव्याणि ।।