SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ १५१० * कालद्रव्यस्थापनम् અનઈં વર્તનાપર્યાયનું સાધારણાપેક્ષ દ્રવ્ય ન કહીઇં, તો ગતિ-સ્થિત્યવગાહનાસાધારણાપેક્ષાકારણપણઇં ધર્માધર્માકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. युक्तेरुभयत्र तुल्यत्वात्, अन्यथा वाक्यभेदापत्तेरित्यवधेयम् । अथाऽस्तु कालसिद्धिः परं तस्य निरुपचरितद्रव्यत्वाऽनभ्युपगमे किं बाधकम् इति चेत् ? न, यतः वर्त्तनापर्यायसामान्यं प्रति अपेक्षाकारणं यदि द्रव्यं न स्यात् तर्हि गति-जन्यस्थित्यवगाहनाम पर्यायसामान्यं प्रति अपेक्षाकारणविधया सिध्यतां धर्माऽधर्माऽऽकाशास्तिकायानामपि द्रव्यत्वमश्रद्धेयं ત્યાત્ા एतेन वर्तनापर्यायः स्वयमेव कालः । अतः तदपेक्षाकारणविधया कालद्रव्यकल्पना नाऽऽवश्यकीति निरस्तम्, प jet ch १०/१२ गति-स्थित्याद्यपेक्षाकारणविधया धर्माऽधर्मादिद्रव्यसिद्ध्ययोगात् । પણ દ્રવ્ય માનીએ જ છીએ.” જો ત્યાં કાળને ઔપચારિક દ્રવ્ય માનીએ તો આકાશને પણ ઔપચારિક દ્રવ્ય માનવાની આપત્તિ આવે. કારણ કે એક જ વાક્યમાં બન્નેનો ઉલ્લેખ હોવાથી કાં તો બન્નેને ઔપચારિક દ્રવ્ય માનવા જોઈએ કાં તો બન્નેને પારમાર્થિક દ્રવ્ય માનવા જોઈએ. આ રીતે જ અર્થઘટન યુક્તિસંગત બની શકે. ‘કાળમાં દ્રવ્યત્વ ઉપચરિત છે અને આકાશમાં દ્રવ્યત્વ વાસ્તવિક છે' - આવું માનવામાં આવે તો વાક્યભેદ દોષ લાગુ પડે. આ વાત ખ્યાલમાં રાખવી. પ્રશ્ન :- (ગયા.) ભલે કાલની સિદ્ધિ થાય. પરંતુ તેને વાસ્તવિક દ્રવ્ય ન માનીએ તો શું વાંધો ? * કાળને પારમાર્થિક દ્રવ્ય ન માનવામાં બાધ સુ al જવાબ :- (ન, યત:.) તમારા સવાલનો જવાબ બહુ સરળ છે. તે જવાબ એ છે કે વર્તનાપર્યાય સામાન્ય પ્રત્યે = તમામ વર્તનાપર્યાય પ્રત્યે અપેક્ષાકારણીભૂત કાલ પદાર્થ જો દ્રવ્યાત્મક ન હોય તો ગતિસામાન્ય પ્રત્યે અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થતા ધર્માસ્તિકાય પદાર્થમાં પણ દ્રવ્યત્વની કોઈને શ્રદ્ધા નહિ થઈ શકે, જન્યસ્થિતિસામાન્ય પ્રત્યે અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થતા અધર્માસ્તિકાય પદાર્થમાં પણ દ્રવ્યત્વની શ્રદ્ધા થઈ નહિ શકે તથા અવગાહના પર્યાયસામાન્ય પ્રત્યે અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થનાર આકાશાસ્તિકાયમાં પણ દ્રવ્યત્વની શ્રદ્ધા થઈ નહિ શકે. પરંતુ ગતિ વગેરે કાર્ય પ્રત્યે અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થતા ધર્માસ્તિકાય વગેરે પદાર્થમાં દ્રવ્યત્વ તો પ્રસિદ્ધ જ છે. તે જ રીતે વર્તનાપર્યાયસામાન્ય પ્રત્યે અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થનાર કાળમાં પણ નિરુપચરિત પારમાર્થિક દ્રવ્યત્વ માનવું જ પડશે. પૂર્વપક્ષ :- (તેન.) વર્તનાપર્યાય સ્વયં જ કાળસ્વરૂપ છે. તેથી તેના અપેક્ષાકારણરૂપે અતિરિક્ત દ્રવ્યાત્મક કાળને માનવાની આવશ્યકતા નથી. = * કાળદ્રવ્યપક્ષમાં અનુકૂળ તર્ક “ ઉત્તરપક્ષ :- (તિ.) જો વર્તનાપર્યાયના અપેક્ષાકારણ તરીકે અતિરિક્ત કાળદ્રવ્યનો સ્વીકાર તમે ના કરો તો ગતિ, સ્થિતિ વગેરે કાર્યના અપેક્ષાકારણરૂપે સ્વતંત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની ૦ કો.(૧૩)માં ‘સાપેક્ષગતિદ્રવ્યઃ' પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy