________________
१०/९ ० धर्माऽधर्मयोः न विभुत्वम् ।
१४८१ द्रव्यं नास्ति ।
अथालोकाकाशदेशस्य एव उत्तरावधिविधया अभ्युपगमे तस्य काल्पनिकतया अलोकाकाशस्यैव अलोकाकाशोत्तरावधित्वापत्त्या वदव्याघातापत्तिः। न हि स्वस्य जातु स्वावधित्वं सम्भवति। न खलु पटुरपि नटबटुः स्वस्कन्धम् आरोढुं शक्तः । तस्माद् लोकाकाशस्योत्तरावधिशून्यतयाऽलोकाकाशस्याऽनन्तत्वमागमाभिहितमेवाभ्युपगन्तव्यम् । इत्थञ्च पारमार्थिकं विभुत्वम् आकाशाऽस्तिकाये एवाऽस्तीति સિદ્ધમ્ |
अथ आकाशवदेव धर्माऽधर्मावपि विभू स्याताम् इति चेत् ?
न, “धर्माऽधर्मास्तिकायौ विभू न भवतः, तद्विभुत्वे तत्सामर्थ्यतो जीव-पुद्गलानाम् अस्खलितप्रचारप्रवृत्ती लोकाऽलोकव्यवस्थाऽनुपपत्तेः। अस्ति च लोकालोकव्यवस्था, तत्र तत्र प्रदेशे सूत्रे साक्षाद् दर्शनात्। ततो यावति क्षेत्रे (धर्माऽधर्मों) अवगाढी तावत्प्रमाणो लोकः, शेषस्तु अलोक इति सिद्धम्” (प्र.सू.१/४/पृ.९) इति प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरयः । તો ત્યાં કોઈક અન્ય ભાવાત્મક દ્રવ્ય હોવું જરૂરી છે. પરંતુ ત્યાં તો બીજું કોઈ દ્રવ્ય છે જ નહિ. કેવળ આકાશ જ છે.
(થા.) હવે જો અલોકાકાશના જ એક દેશને ઉત્તર અવધિરૂપે માનીએ તો તે દેશ = ભાગ = વિભાગ તો કાલ્પનિક જ છે. તેથી અલોકાકાશને જ અલોકાકાશની પાછલી અવધિરૂપે માનવાથી વદતો વ્યાઘાત થશે. વાસ્તવમાં તો અલોકાકાશનો કોઈ દેશ અવધિરૂપ બની શકતો જ નથી. કેમ કે બીજા ભાવ પદાર્થના લીધે દેશાદિની કલ્પના થાય છે. તે તો અલોકમાં છે જ નહિ. માટે કાલ્પનિક જ દેશ કહેવાય. તેથી પોતાને જ પોતાની પાછલી અવધિ માનવાની વાત આવવાથી વદતો વ્યાઘાત આવે છે. પોતે ક્યારેય પોતાની અવધિ બની ન શકે. દોરડા ઉપર નાચવામાં અત્યંત કુશલ એવો પણ નટપુત્ર પોતાના ખભા ઉપર ચઢવા માટે શક્તિમાન નથી હોતો. આમ ફલિત એ થાય છે કે અલોકાકાશની પાછલી અવધિ તરીકે નહિ તો શશશૃંગ વગેરે બની શકે કે નહિ તો અન્ય કોઈ દ્રવ્ય બની શકે કે નહિ તો અલોકાકાશપ્રદેશાદિ બની શકે. આમ “આગળની કોઈ સરહદ = અવધિ ન હોવાથી “અલોકાકાશ અનંત છે' - આ મુજબ જૈનાગમમાં દર્શાવેલ હકીકતને જ સ્વીકારવી જોઈએ” - તેમ સિદ્ધ થાય છે. આ રીતે સિદ્ધ થાય છે કે પારમાર્થિક વિભુત્વ આકાશાસ્તિકાયમાં જ છે, અન્યત્ર નહિ. આક્ષેપ :- (ક.) આકાશની જેમ જ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયને પણ વિભુ = સર્વવ્યાપી માનો.
ધર્મ-અધર્મદ્રવ્ય પરમાર્થથી વિભ નથી . નિરાકરણ :- () ના, “ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિભુદ્રવ્ય નથી. કારણ કે જો તે બન્ને વિભુ = સર્વવ્યાપી હોય તો તે બન્ને દ્રવ્યની શક્તિથી જીવ અને પુદ્ગલ દ્રવ્યની સર્વત્ર અખ્ખલિતપણે ફેલાવાની પ્રવૃત્તિ થવાથી લોક-અલોકની વ્યવસ્થા જ અસંગત બની જશે. પરંતુ લોકાલોકની વ્યવસ્થા તો શાસ્ત્રસંમત છે. કારણ કે તે તે સ્થળે આગમમાં તે દેખાય જ છે. તેથી જેટલા ક્ષેત્રમાં ધર્મ-અધર્મ અવગાહીને રહેલા છે તેટલા પ્રમાણમાં લોકાકાશ છે. તે સિવાયનું ક્ષેત્ર તે અલોકાકાશ છે - તેમ સિદ્ધ થાય.” આ પ્રમાણે પન્નવણાવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે.