SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ १४८० ० अलोकाकाशे उत्पाद-व्ययादिसिद्धिः । १०/९ આકાશદેશસ્વરૂપનઇ તો તદંતપણું કહેતાં વદડ્યાઘાત હોઈ.” તે માટઈં અલોકાકાશ અનંત જાણવષે. ૧૦|લા. (મ.ફૂ.૨/૧૦/૨૨/9.9૧૧) તિા પર્તન કનોાિશોત્પા-વ્યય પિ સમર્થિત, સાધુपर्यायोत्पादादिद्वारा तदुपपत्तेः। इदमेवाऽभिप्रेत्य अलोकमुद्दिश्य तत्त्वार्थसूत्रसिद्धसेनीयवृत्ती “यत्राऽपि अवगाहकं जीव-पुद्गलं नास्ति तत्राऽपि अगुरुलघ्वादिपर्यायवत्तया अवश्यन्तयैव अनित्यता अभ्युपेया। ते तु अन्ये चाऽन्ये च भवन्ति” (त.सू.५/३० वृ.) इति दर्शितम्। ततश्च त्रिलक्षणं सर्वव्यापि मन्तव्यम् । न चाऽस्त्वाकाशदेशस्यैवाऽलोकाकाशोत्तराऽवधित्वमिति वाच्यम्, तथात्वे वदतो व्याघातापत्तेः। आकाशे आकाशावयवावधित्वं कथं भवेत् ? अयमाशयः - अलोकाकाशावधिरूपेण द्वौ देशौ स्यातां तर्हि स्यादेव स सावधिकः। न चैवमस्ति । तथाहि - तस्य पूर्वावधिविधया धर्मास्तिकायादिद्रव्याणि यथा सन्ति तथोत्तरावधिरूपेण किञ्चिद् अन्यद् द्रव्यं स्यात् तर्हि तस्य अलोकाकाशोत्तरावधित्वं सम्भवेत् । किन्तु अग्रे अलोकाकाशातिरिक्तं किञ्चिद् अपि અજીવદ્રવ્યનો એક દેશ છે, અગુરુલઘુ છે, અનંતા અતીન્દ્રિય અગુરુલઘુ ગુણોથી યુક્ત છે.” આવું કહેવા દ્વારા અલોકાકાશમાં થનારા ઉત્પાદ-વ્યયનું પણ સમર્થન થઈ ગયું. કારણ કે અગુરુલઘુપર્યાયની ઉત્પત્તિ વગેરે દ્વારા તે તે સ્વરૂપે અલોકાકાશના ઉત્પાદાદિની સંગતિ થઈ શકે છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીયવ્યાખ્યામાં અલોકને ઉદેશીને જણાવેલ છે કે “જ્યાં પણ અવગાહક પુદ્ગલ-જીવદ્રવ્ય ન હોય ત્યાં અલોકાકાશમાં પણ અગુરુલઘુપર્યાયવિશિષ્ટરૂપે અવશ્ય અનિત્યતા સ્વીકારવી જ જોઈએ. અગુરુલઘુપર્યાયો તો અલગ-અલગ થયે જ રાખે છે, બદલાયે જ રાખે છે.” મતલબ કે અગુરુલઘુપર્યાયના ઉત્પાદ-વ્યય દ્વારા અલોકાકાશના ઉત્પાદ-વ્યય શ્રીસિદ્ધસેનગણિવરને પણ માન્ય છે. તેથી ઉત્પાદાદિ ત્રિલક્ષણને સર્વવ્યાપી સમજવું. શંકા :- (ર થા.) અલોકમાં આકાશના દેશ અને પ્રદેશ તો રહેલા જ છે. તેથી અલોકાકાશની આગલી મર્યાદા તરીકે આકાશદેશને કે આકાશપ્રદેશને માની લો. તેથી અલોકાકાશ સાત જ હશે. જ પોતાના દેશ-પ્રદેશ પોતાની અવધિ ન બને છે સમાધાન :- (તથાā) તમારી આ દલીલ પણ બરાબર નથી. કારણ કે “અલોકને અવધિસ્વરૂપ દ્રવ્ય આકાશદેશરૂપ છે' - આવું તો બોલવા માત્રથી જ વ્યાઘાત = વિરોધ આવશે. કારણ કે આકાશને આકાશદેશથી = આકાશથી જ અવધિ શી રીતે આવે ? જેમ “મારી માતા વાંઝણી છે' - આવું વચન વિરોધગ્રસ્ત છે, તેમ “અલોકાકાશની ઉત્તર મર્યાદા = પાછલી અવધિ અલોકાકાશના અવયવો જ છે' - આવું વચન પણ વિરોધગ્રસ્ત છે. આશય એ છે કે અલોકાકાશના અવધિરૂપે બે ભાગ = બે છેડા = બે અંત હોય તો અલોકાકાશને જરૂર સાવધિ કહી શકાય. પરંતુ તેવું નથી. તે આ રીતે સમજી શકાય છે. એક પૂર્વ = આગલો છેડો અને એક ઉત્તર = પાછલો છેડો. લોક તરફનો છેડો તે આગલો છેડો. તથા તેનાથી વિપરીત તરફનો = સામી બાજુનો છેડો તે પાછલો છેડો. લોક તરફ તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે. તેથી તે અલોકની આગલી અવધિ બને છે. તે રીતે જો અલોકની પાછલી અવધિ માનીએ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy