SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ १४७८ 0 अभावेऽवधित्वाभाव: 0 १०/९ કોઈક ઈમ કહસ્યાં જે “જિમ લોકનઈ પાસઈ અલોકનો છેહ છઈ, તિમ આગઇ પણિ હસ્ય.” તેહનઈ કહિઈ જે “લોક તો ભાવરૂપ છઈ, તે અવધિ ઘટઇં, પણિ આગઈ કેવલ અભાવનઈ "પણિ અલોકાવધિપણું કિમ ઘટઈ? શશશૃંગ કુણનું અવધિ હોઈ ? (અવધિ અભાવનઈ ફોક વલગી લાગઈ.) यस्तु यथा लोकान्तेऽलोकाकाशस्यारम्भः तथैवाऽग्रे तस्यान्तोऽपि भविष्यतीत्याचष्टे स एवं प्रज्ञापनीयः - लोकस्य पञ्चास्तिकायमयत्वेन भावस्वरूपत्वाद्-अलोकावधित्वं सङ्गच्छते। किन्तु अलोकेऽग्रे किमपि अलोकातिरिक्तं नास्ति। स्वस्य तु स्वावधित्वं नैव सम्भवति । स्वातिरिक्तस्य तु तत्राऽभाव एव । अभावमात्रे तु कथमलोकस्य उत्तरावधित्वं सङ्गच्छेत ? अभावस्य अवधित्वं फल्गु = निरर्थकम् । कुत्र वै पदार्थे अभावस्य अवधित्वम् = अभावावधिकत्वं दृष्टम् ? अन्यथा क्वचिद् वस्तुनि शशशृङ्गावधिकत्वं अपि आपद्येत । न हि शशशृङ्गं कस्याऽप्यवधितया सम्पद्यते । ૪ અલોક સાંત કે અનંત? તેની મીમાંસા (વસ્તુ) જે વિદ્વાનો એવો કુતર્ક કરે છે કે “જે રીતે લોકના અંતે = છેડે અલોકાકાશનો પ્રારંભ થાય છે તે જ રીતે આગળ અલોકાકાશનો પણ અંત = અવધિ આવશે. તેથી અલોકને અનંત = અનવધિ = નિરવધિ કહી ન શકાય' - તે વિદ્વાનોને એમ સમજાવવું કે લોક પંચાસ્તિકાયમય હોવાથી ભાવસ્વરૂપ છે. તેથી અલોકની અવધિ = મર્યાદા લોક બની શકે છે. તેથી “અલોકની અવધિ લોક છે' - આ વાત સંગત છે. અલોકમાં આગળને આગળ વધે જ રાખો તો આગળ અલોકભિન્ન કશું જ નથી. વળી, પોતે તો પોતાની અવધિ ન જ બની શકે. તથા પોતાનાથી = અલોકથી ભિન્ન ભાવાત્મક ઘટાદિ વસ્તુનો તો ત્યાં અભાવ જ છે. તથા તેથી અભાવમાત્ર તો કઈ રીતે અલોકની ઉત્તર અવધિ (આગળનો છેડો) બની શકે ? અભાવમાં કોઈનું અવધિપણું માનવું વ્યર્થ છે. ક્યા પદાર્થમાં અભાવ અવધિ હોય તેવું જોવા મળે છે ? બાકી તો કોઈક વસ્તુની અવધિ = મર્યાદા શશશૃંગ પણ બનવાની આપત્તિ આવશે. પરંતુ શશશૃંગ કોઈ પણ પદાર્થની અવધિ = મર્યાદા બનતું નથી. જ સર્વથા અસત્ વસ્તુ અવધિ ન બને જ સ્પષ્ટતા :- “ભારત દેશ ક્યાં જઈને અટકે છે?' આ પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે પાકિસ્તાન, નેપાળ વગેરે દેશ પાસે ભારત દેશ સમાપ્ત થાય છે. પાકિસ્તાન, નેપાળ વગેરે ભારતની સરહદ = અવધિ = મર્યાદા કહેવાય છે. અત્યારે પાકિસ્તાન, નેપાળ સુધી ભારત ફેલાયેલ છે. પાકિસ્તાન, નેપાળ વગેરે દેશો આવે એટલે “ભારતનો અંત = છેડો આવી ગયો’ એમ કહેવાય. કારણ કે પાકિસ્તાન વગેરે દેશો ભાવાત્મક પદાર્થ છે. પરંતુ “શશશૃંગ સુધી ભારત ફેલાયેલ છે. શશશૃંગ આવે એટલે ભારતનો અંત આવી ગયો’ – એવું કહી શકાતું નથી. કેમ કે શશશૃંગ તુચ્છ છે. તેમ “લોકના અંતે જેનો પ્રારંભ થાય છે તેવો અલોક આગળ ક્યાં જઈને અટકે છે ?' આ પ્રશ્નના જવાબમાં એમ જ કહેવું પડે છે કે - અલોક આગળ વધીને ક્યાંય અટકતો નથી. અલોકનો કોઈ છેડો = અંત = અવધિ = મર્યાદા નથી. “આગળ શશશૃંગ સુધી, અભાવ સુધી અલોક લાયેલ છે. શશશૃંગ આવે, અભાવ આવે એટલે અલોકનો અંત આવી ગયો છે આ.(૧)માં “કહેસે’ પાઠ. લી.(૧)માં “અલોક કેહવઉં' પાઠ. જે હુયઈ = હુસિઈ = થશે. આધારગ્રંથનેમિરંગરત્નાકર છંદ (લાવણ્યસમયકૃત), પ્રકાશક: એલ.ડી.ઈન્ડોલોજી, અમદાવાદ, • ફક્ત લો.(૨)માં “પણિ છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy