________________
•
१४५२
कृतज्ञता न मोक्तव्या
१०/६
वयं कर्ममुक्ताः सम्भूय सिद्धशिलां गमिष्यामः तदाऽपि धर्मद्रव्यमस्मदनुग्राहकं भविष्यति । एनं धर्मद्रव्योपकारं चेतसिकृत्य सूक्ष्मा कृतज्ञतापरिणतिः नास्माभिः मोक्तव्या इत्युपदिश्यते आध्यात्मिकરૃા
इत्थञ्च क्रमेण “अयोगिकेवली निःशेषितमलकलङ्कोऽवाप्तशुद्धनिजस्वभाव ऊर्ध्वगतिपरिणामस्वाभाव्यात् निवातप्रदेशप्रदीपशिखावद् ऊर्ध्वं गच्छति एकसमयेन आलोकान्तात् । विनिर्मुक्ताऽशेषबन्धनस्य प्राप्तनिजस्वरूपस्य आत्मनो लोकान्ते अवस्थानं मोक्षः” (स.त.काण्ड-३/का.६३, पृ. ७३६) इति सम्मतितर्कवृत्तौ दर्शितरीत्या મોક્ષમાત્માર્થી - તમતે ।।૧૦/૬।।
થાય છે કે કર્મમુક્ત થઈને ચૌદ રાજલોકના છેડે સિદ્ધશિલાની ઉપર પહોંચવા માટે પણ ધર્માસ્તિકાય દ્રવ્ય આપણું અનુગ્રાહક બનશે. ધર્માસ્તિકાય દ્રવ્યનું આ ઋણ નજર સમક્ષ રાખીને તેના પ્રત્યેની સૂક્ષ્મ ( કૃતજ્ઞતાપરિણતિ આપણે ચૂકી ન જઈએ તેવો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
♦ મોક્ષસ્વરૂપની વિચારણા ♦
(કૃત્ય.) આ રીતે ક્રમશઃ મોક્ષ માર્ગે આગળ વધતાં સમ્મતિતર્કવૃત્તિમાં બતાવેલી પદ્ધતિએ આત્માર્થી સાધક મોક્ષને મેળવે છે. ત્યાં જણાવેલ છે કે ‘તમામ કર્મમલકલંકને દૂર કરીને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ મેળવીને અયોગી કેવલજ્ઞાની મહાત્મા ઊર્ધ્વગતિપરિણામના સ્વભાવથી પવનશૂન્ય સ્થાનમાં રહેલા દીવાની જ્યોતિની જેમ ઊર્ધ્વ ગમન કરે છે. તે એક સમયમાં ઊર્ધ્વલોકના છેડે પહોંચી જાય છે. તમામ બંધનમાંથી છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્મા ઊર્ધ્વલોકના છેડે રહે તે જ મોક્ષ છે.' (૧૦/૬)
·
•
લખી રાખો ડાયરીમાં......S
બુદ્ધિ બીજાને ભૂલની સજા કરી પોતાની જાતને મલિન કરે છે.
શ્રદ્ધા બીજાની ભૂલ માફ કરી પોતાની જાતને સાફ કરે છે.
સાધના ઘણી વાર બીજાનું ગતાનુગતિક અનુકરણ કરે છે.
ઉપાસના નિત્ય નવી કેડી રચે છે, પ્રભુ પાસે પહોંચવાની.