SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ १०/५ . अधर्मद्रव्यकार्यतावच्छेदकविमर्शः । १४२७ રૂત્યુચ્યતે” (રૂ.૨૮/૧ વૃઢવૃત્તિ:) તિા प्रकृते 'जन्यस्थितित्वावच्छिन्नकार्यतानिरूपिता कारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात्, घटकारणतावदि'त्यनुमानतः जन्यस्थितिकारणतावच्छेदकतयाऽधर्मास्तिकायत्वस्य सिद्धिः। धर्मश्च क्वचिदाश्रितः धर्मत्वादित्यनुमानप्रयोगाद् जन्यस्थितिकारणतावच्छेदकधर्माश्रयविधयाऽधर्मास्तिकायसिद्धिः । ‘सिद्धः पदार्थ एको नित्यश्चेत् तदा लाघवम्, असति बाधके' इति पूर्वोक्ताद् न्यायाद् धर्मिग्राहकप्रमाणादेव शे तस्यैकत्वं नित्यत्वञ्च सिध्यतः। रत्नप्रभापृथिव्यादिस्थितेः नित्यत्वात् कार्यतावच्छेदकधर्मस्याऽतिरिक्तवृत्तित्वेनाऽन्वयव्यभिचारवाકાર્યથી અધર્માસ્તિકાય જણાય છે.” - અનુમાન પ્રમાણથી અધર્મદ્રવ્યની સિદ્ધિ - (તે.) પ્રસ્તુતમાં નવ્ય ન્યાયની પરિભાષા મુજબ અનુમાનપ્રયોગ એવો થઈ શકે છે કે - જન્યસ્થિતિત્વઅવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત કારણતા (= પક્ષ) કોઈક ગુણધર્મથી અવચ્છિન્ન = નિયંત્રિત છે (= સાધ્ય). કેમ કે તે કારણતા છે (= હેતુ). જેમ કે ઘટકારણતા (= દૃષ્ટાંત). જે જે કારણતા હોય તે તે કોઈક ગુણધર્મથી અવચ્છિન્ન હોય – આવી વ્યક્તિ છે. જેમ ઘટકારતા દંડત્વથી અવચ્છિન્ન છે તેમ જન્યસ્થિતિનિરૂપિત કારણતા પણ કોઈક ગુણધર્મથી અવચ્છિન્ન હોવી જોઈએ. તે ગુણધર્મ બીજો કોઈ નહિ પણ અધર્માસ્તિકાયત્વ છે. આમ ઉપરોક્ત અનુમાન પ્રમાણથી જ સ્થિતિનિરૂપિત કારણતાના અવચ્છેદક ધર્મ તરીકે અધર્માસ્તિકાયત્વની સિદ્ધિ થાય છે. તથા ગુણધર્મ કોઈકને કોઈક આશ્રયમાં રહે છે - આવો નિયમ (= વ્યાપ્તિ) પ્રમાણસિદ્ધ છે. તેથી તેના બળથી જન્ય = કાર્યભૂત સ્થિતિના નું કારણતાઅવચ્છેદક ગુણધર્મના = અધર્માસ્તિકાયત્વના આશ્રય તરીકે અધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ થાય છે. તથા પૂર્વે (૧૦(૪) એક ન્યાય = નિયમ જણાવી ગયા હતા કે “સિદ્ધ થનાર પદાર્થ એક અને નિત્ય હોય તો લાઘવ છે, જો તેને એક અને નિત્ય માનવામાં કોઈ બાધક પ્રમાણ ઉપસ્થિત થતું ન હોય તો.’ આ નિયમ મુજબ અધર્માસ્તિકાય દ્રવ્ય એક અને નિત્ય સિદ્ધ થાય છે. કારણ કે તેને એક તથા નિત્ય માનવામાં કોઈ પ્રમાણ બાધક = વિરોધી બનતું નથી. આમ ધર્મીગ્રાહક પ્રમાણથી જ અધર્માસ્તિકાયમાં એત્વની અને નિત્યત્વની સિદ્ધિ થાય છે. | શંકા :- સ્થિતિકારણતાઅવચ્છેદકરૂપે અધર્માસ્તિકાયત્વની સિદ્ધિ કરવાના બદલે જ સ્થિતિકારણતાઅવચ્છેદકરૂપે શા માટે તેની સિદ્ધિ = અનુમિતિ કરવામાં આવે છે? જ સ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માનવું યોગ્ય જણાતું નથી. કારણ કે તેમ માનવામાં ‘સ્થિતિત્વ' ના બદલે “જન્યસ્થિતિત્વ' કાર્યતાઅવચ્છેદક બનશે. આથી કાર્યતાઅવચ્છેદક ધર્મમાં ગૌરવ થશે. ઇ જન્યસ્થિતિત્વ જ અધમસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક Sિ સમાધાન :- (રત્ન.) તમારી વાત વ્યાજબી છે કે અમે જે રીતે અધર્માસ્તિકાયની સિદ્ધિ કરી છે તે રીતે કાર્યતાઅવચ્છેદક ધર્મ ‘સ્થિતિત્વ' ના બદલે “જન્યસ્થિતિત્વ' થવાથી ગૌરવ જરૂર થાય છે. પરંતુ તેવું ગૌરવ સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. કારણ કે સ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માની શકાય તેમ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy