SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ १०/३ • कालादौ अस्तिकायसमर्थनम् । १४०९ समुदायात्मकास्तिकायत्वस्य काले चोत्पाद-व्यय-ध्रौव्यप्रचयलक्षणकायत्वस्याऽभ्युपगमेन अनेकान्तराद्धान्ताऽव्याकोपात् । इदमेवाभिप्रेत्य द्रव्यालङ्कारवृत्तौ रामचन्द्र-गुणचन्द्राचार्याभ्यां “भावांशाः स्पर्श-रस-गन्ध-वर्णादयः, तैः परमाणुः कायव्यपदेशं लभते । यद्यपि परमाणौ स्कन्धवद् द्रव्यांशाः न सन्ति, तथापि भावांशाः सन्ति। ततः तैः सोऽपि काय इत्युच्यते ।... कायशब्देन हि प्रचय उच्यते । प्रचयश्चोत्पाद-व्यय-ध्रौव्याणामेव” (द्रव्या.प्रकाश३/पृ.१६२ वृ.) इत्युक्तम् । अत्रार्थे सङ्ग्रहश्लोकः द्रव्यालङ्कारे अकम्पप्रकाशे एवम् “कायः प्रदेशबाहुल्यं भावांशैस्तदणोः पुनः। उत्पाद-व्यय-ध्रौव्याणां यद्वा कायः समुच्चयः ।।” (द्रव्या.प्र.३/पृ.२१३) इति भावनीयम् अनेकान्ताऽनुविद्धाऽऽगमानुसारेण। देवचन्द्रवाचकैः आगमसारे बुद्धिसागरसूरिभिः च षड्द्रव्यविचारे “निश्चयनयमते षड् द्रव्याणि सक्रियाणि, અસ્તિકાયત્વ પુગલપરમાણુમાં કે કાળમાં ભલે ન હોય છતાં પણ તે બન્નેમાં બીજા પ્રકારનું કાયત્વ રહે જ છે. તે આ રીતે – સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ભાવોનો સમૂહ એ પણ એક પ્રકારનું કાવત્વ જ છે. તથા આવું કાયવ પુગલ પરમાણુમાં રહે જ છે. આમ પ્રદેશબાહુલ્યની દૃષ્ટિએ પરમાણુ ભલે અસ્તિકાય નથી તથા ભાવાંશ બાહુલ્યની દૃષ્ટિએ પરમાણુ અસ્તિકાય છે. આમ અનેકાંતવાદનો સિદ્ધાન્ત ભાંગી પડતો નથી. તે જ રીતે કાળમાં પ્રદેશસમૂહસાપેક્ષ કાયવ ન હોવા છતાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસમૂહસ્વરૂપ કાયત્વ અમને માન્ય જ છે. તેથી અનેકાન્ત સિદ્ધાન્ત અમારા ઉપર કોપાયમાન થતો નથી. # ત્રિવિધ કાયલક્ષણની વિચારણા 6. (.) અમે ઉપર જે વાત કરી છે તે અમારા મનની કોરી કલ્પના નથી. પણ શાસ્ત્રસંમત હકીકત છે. કેમ કે અમે ઉપર જે વાત કરેલ છે એ જ બાબતને જણાવવાના અભિપ્રાયથી રામચંદ્રસૂરિએ અને ગુણચંદ્રસૂરિએ દ્રવ્યાલંકાર ગ્રંથની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવેલ છે કે “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ભાવાંશો છે. તેની અપેક્ષાએ પરમાણુ કાયપણાના વ્યવહારને પ્રાપ્ત કરે છે. જો કે સ્કંધની જેમ પરમાણુમાં દ્રવ્યાંશો = નિરવયવપ્રદેશો હોતા નથી છતાં પણ પરમાણુમાં ભાવાંશો = સ્પર્શાદિ પરિણામો હોય છે. તેથી ભાવાંશો વડે પરમાણુ પણ “કાય' કહેવાય છે. ... કાય શબ્દથી વાસ્તવમાં પ્રચય કહેવાય છે. તે પ્રચય = સમૂહ તો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનો જ હોય છે.” આ બાબતની વિસ્તારથી ત્યાં છણાવટ કરવામાં આવેલ છે. આ પદાર્થનો સંગ્રહ કરનાર એક શ્લોક દ્રવ્યાલંકારના ત્રીજા અકંપપ્રકાશમાં મળે છે. તેનો અર્થ આ મુજબ છે. “(૧) પ્રદેશબાહુલ્ય એ કાય છે. (૨) વળી, તે અણુમાં ભાવશો દ્વારા સંભવે છે. અથવા (૩) ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્યનો સમૂહ એ જ કાય છે.” જીવાદિ દ્રવ્યોમાં પ્રથમ કાયત્વ, પુદ્ગલપરમાણુમાં બીજું કાયવ અને કાલમાં ત્રીજું કાયત્વ લઈને વાચકવર્ગે અનેકાન્તવાદમય આગમ મુજબ ઊંડાણથી પ્રસ્તુતમાં વિભાવના કરવી. હમ સક્રિયદ્રવ્યો નિશ્ચયથી છ, વ્યવહારથી બે . | (વ.) આગમસારમાં ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી તથા પદ્રવ્યવિચાર ગ્રંથમાં ઘંટાકર્ણપ્રતિબોધક શ્રીબુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે “નિશ્ચયનયે એ દ્રવ્ય સક્રિય છે. વ્યવહારનયે જીવ અને પુગલ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy