SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/રૂ • अस्तिनिपातस्य त्रिकालवाचित्वम् । १४०३ तवन्तः। तृतीयशाखायां (३/३-४) यत् स्वतन्त्राऽवयविद्रव्यनिराकरणं कृतं तदत्राऽनुसन्धेयम् । __ तत्त्वार्थभाष्यवृत्ती सिद्धसेनगणिभिस्तु “कायशब्दः उपसमाधानवचनः। प्रदेशानामवयवानां च सामीप्येनान्योन्यानुवृत्त्या सम्यग् मर्यादया धारणम् = अवस्थानम् = उपसमाधानम् । अथवा काया इवैते कायाः, शरीराणि यथा प्रदेशावयवित्वात् कायशब्दवाच्यान्येवमेतेऽपि” (त.भा.५/१, वृत्ति, पृ.३१६) इत्युक्तमित्यवधेयम् । म स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः तु “अस्ति इत्ययं त्रिकालवचनो निपातः अभूवन् भवन्ति भविष्यन्ति चेति भावना। अतोऽस्ति च ते प्रदेशानां कायाश्च राशय इति । अस्तिशब्देन प्रदेशाः क्वचिदुच्यन्ते, છે. પૂર્વે ત્રીજી શાખાના ત્રીજા-ચોથા શ્લોકમાં અતિરિક્ત અવયવી દ્રવ્યનું જે નિરાકરણ કરવામાં આવેલ છે, તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. અસ્તિકાયસ્વરૂપ : શ્રીસિદ્ધસેનગણિવરની દ્રષ્ટિએ જ (તસ્વા.) તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે તો “અસ્તિકાય’ શબ્દની વ્યાખ્યા એવી કરેલ છે કે “ધર્માસ્તિકાય વગેરે પદમાં જે “અસ્તિકાય’ શબ્દ રહેલ છે તેનો અર્થ આ મુજબ સમજવો. અસ્તિઓનો = પ્રદેશોનો કાય. અહીં કાય’ શબ્દ ઉપસમાધાન અર્થનો વાચક છે. ઉપ = સમીપ. સમ્ = મર્યાદા. આધાન = ધારણ = અવસ્થાન. પ્રદેશો અને અવયવો સમીપ રહીને પરસ્પર અનુવૃત્તિથી = અનુગમથી સારી રીતે મર્યાદાપૂર્વક એકબીજાને ધારણ કરીને રહે તે ઉપસમાધાન કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ વગેરેના પ્રદેશો (= નિરંશ અંશો = સૂક્ષ્મ ભાગો) અને અવયવો ( = સાંશ અંશો = દેશો = સ્થૂલ ભાગો) એકબીજાની નજીક રહીને, એકબીજાથી અનુવિદ્ધ થઈને, પોતપોતાની મર્યાદા મુજબ પરસ્પરને ધારણ કરીને રહેલા હોવાથી તે ધર્મ-અધર્મ આદિ દ્રવ્યોને અસ્તિકાય કહેવામાં આવે છે. અથવા એમ પણ કહી શકાય કે “અસ્તિકાય' પદમાં ઘટક તરીકે જે “કાય’ શબ્દ રહેલ છે તે કાયાને તો = શરીરને દર્શાવે છે. અર્થાતુ ધર્માદિ પાંચ દ્રવ્યોના પ્રદેશો કાયા જેવા હોવાથી તે દ્રવ્યો “અસ્તિકાય” શબ્દથી વ્યવહર્તવ્ય બને છે. જેમ શરીરો પ્રદેશના અવયવી હોવાથી કાય' શબ્દથી ઓળખાય છે રે તેમ પ્રસ્તુત ધર્માદિ પાંચ દ્રવ્યો પણ સ્વપ્રદેશોના અવયવી હોવાથી કાય’ શબ્દ દ્વારા જણાવાય છે.” આ પ્રમાણે સિદ્ધસેનગણિવરનો મત પણ વાચકવર્ગે ધ્યાનમાં રાખવો. ; અતિકાયસ્વરૂપઃ શ્રીઅભયદેવસૂરિજીની દ્રષ્ટિએ પ્રક (ાના) સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે તો “અસ્તિકાય’ શબ્દની વ્યાખ્યા કરતા એવું જણાવેલ છે કે “અસ્તિકાય પદમાં રહેલ “અસ્તિ' શબ્દ ત્રિકાલવાચક નિપાત છે. મતલબ કે જે ભૂતકાળમાં હતા, વર્તમાનકાળમાં હોય છે અને ભવિષ્યમાં રહેવાના છે તેને અસ્તિ કહેવાય. આ પ્રમાણે અહીં ભાવના સમજવી. અહીં “કાય' શબ્દથી “સમૂહ = પ્રદેશોનો સમૂહ અર્થ જાણવો. તેથી અહીં ‘ત્તિ જ તે વાયાગ્ન = સ્વિછાયા' આવો કર્મધારય સમાસ સ્વીકારવાથી અસ્તિકાય શબ્દનો અર્થ એવો પ્રાપ્ત થાય છે કે અસ્તિકાય = શાશ્વત એવો પ્રદેશસમૂહ. ધર્મ, અધર્મ આદિ પાંચેય દ્રવ્યના અસંખ્ય પ્રદેશો શાશ્વત છે. તથા ધર્માદિ પાંચેય દ્રવ્ય અસંખ્યપ્રદેશાત્મક છે. તેથી શાશ્વત અસંખ્યપ્રદેશસમૂહાત્મક ધર્માદિ પાંચેય દ્રવ્યોને અસ્તિકાય શબ્દથી જણાવવામાં આવે છે. કોઈક સ્થળે અસ્તિ શબ્દથી પ્રદેશો કહેવાય છે. તેથી તે રીતે વિચારવામાં આવે તો અસ્તિકાય શબ્દનો બીજો અર્થ એવો ફલિત થશે કે અસ્તિઓનો
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy