SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ स्वतन्त्राऽवयविनिराकरणम् प प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरयस्तु “ अस्तयश्चेह प्रदेशाः, तेषां कायः = सङ्घातः, य खंधे वग्गे तहेव रासी य” (विशेषावश्यकभाष्य - ९०० ) इति वचनात् । अस्तिकायः इत्यर्थः । धर्मश्चासौ अस्तिकायश्च धर्मास्तिकायः । अनेन च सकलमेव धर्मास्तिकायरूपम् अवयविद्रव्यमाह । अवयवी च नाम अवयवानां तथारूपसङ्घातपरिणामविशेष एव । न पुनः अवयवद्रव्येभ्यः पृथग् अर्थान्तरं द्रव्यम्, तथाऽनुपलम्भात् । तन्तव एव हि आतान-वितानरूपसङ्घातपरिणामविशेषमापन्ना लोके पटव्यपदेशभाज उपलभ्यन्ते । न तदतिरिक्तं पटाऽऽख्यं नाम । उक्तञ्चान्यैरपि “ तन्त्वादिव्यतिरेकेण न પટાધુપતમ્મનમ્। તત્ત્વાવયો વિશિષ્ટા ફ્રિ પાવિવ્યપવેશિનઃ।।” ( )” (પ્રજ્ઞા.૧/પૂ.રૂ રૃ.પૃ.૮) કૃતિ વ્યાવ્યાનિર્વિભાગ નિર્વિભાજ્ય = ભાગ. પ્રકૃષ્ટ દેશ એટલે પ્રદેશ કહેવાય. અર્થાત્ ‘દ્રવ્યના નિરંશ એવા અંશો અવયવો એટલે પ્રદેશ કહેવાય' આ પ્રમાણે અહીં આશય છે. १४०२ = = - = १०/३ 'गण-काय - निकाए प्रदेशसङ्घात = 1, = = → અસ્તિકાયસ્વરૂપ : શ્રીમલયગિરિસૂરિજીની દૃષ્ટિએ કે (પ્રજ્ઞાપના.) શ્રીમલયગિરિસૂરિજી મહારાજે તો પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં ‘અસ્તિકાય’ શબ્દની વ્યુત્પત્તિ વગેરેને જણાવતાં એવું કહેલ છે કે “ધર્માસ્તિકાય વગેરે શબ્દોમાં રહેલ ‘અસ્તિકાય’ શબ્દનો અર્થ આ મુજબ છે. અસ્તિ = પ્રદેશ. કાય = સંઘાત = સમૂહ. પ્રદેશોનો સમૂહ એટલે અસ્તિકાય. આવું અર્થઘટન કરવામાં વિશેષાવશ્યકભાષ્ય પણ સંવાદનો સૂર પૂરાવે છે. તે શાસ્ત્રોક્તિ આ રહી - ‘ગણ, કાય, નિકાય, સ્કંધ, વર્ગ તથા રાશિ શબ્દ એક અર્થમાં પ્રયોજાય છે.' આ શાસ્ત્રોક્તિ ‘કાય' શબ્દનો અર્થ સ્કંધ સંઘાત સમૂહ થાય - તેવું જણાવે છે. તેથી અસ્તિકાય એટલે પ્રદેશસમૂહ = નિરવયવઅંશસ્કંધ - આવું ફલિત થાય છે. ધર્મસ્વરૂપ અસ્તિકાય એટલે ધર્માસ્તિકાય. આ પ્રમાણે જે અર્થઘટન અહીં કરેલ છે તે જણાવે છે કે ‘ધર્માસ્તિકાય’ શબ્દ સંપૂર્ણ ધર્માસ્તિકાયસ્વરૂપ અવયવી દ્રવ્યનો વાચક છે. - અવયવી સ્વતંત્ર નથી = (ઝવ.) અવયવોનો તથાવિધ વિશિષ્ટ સંઘાતપરિણામ જ અવયવી છે. અવયવ દ્રવ્યો કરતાં અલગ કોઈ સ્વતંત્ર પદાર્થસ્વરૂપ અવયવી દ્રવ્ય નથી. કારણ કે અવયવો કરતાં સ્વતંત્ર એવું કોઈ અવયવી દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી. જેમ કે તંતુઓ કરતાં સ્વતંત્ર તદ્દન નિરપેક્ષ અવયવીદ્રવ્યાત્મક પટ ઉપલબ્ધ થતો નથી. પરંતુ આતાન-વિતાન સ્વરૂપ = પરસ્પર તાણા-વાણાસ્વરૂપ વિશેષ પ્રકારના સંઘાતપરિણામને પામેલા તંતુઓ જ લોકોમાં ‘પટ’ તરીકેનો વ્યવહાર પામે છે. આ પ્રમાણે જ લોકવ્યવહાર દેખાય છે. પરસ્પર તાણા-વાણા સ્વરૂપે વણાયેલા તંતુઓને છોડી કોઈ અલગ સ્વતંત્ર દ્રવ્યમાં ‘પટ’ તરીકેનો વ્યવહાર થતો નથી. તેથી જ તો બૌદ્ધ વિદ્વાનો પણ કહે છે કે “તત્તુ વગેરે અવયવોની ગેરહાજરીમાં, તંતુ આદિથી ભિન્ન કોઈ પટ વગેરે અવયવી દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી. પરંતુ આતાન-વિતાનાદિ વિશિષ્ટ અવસ્થાને ધારણ કરનારા તંતુઓ જ ‘પટ’ વગેરે વ્યવહારનો વિષય બને છે.” આમ બૌદ્ધમત મુજબ પણ અતિરિક્ત અવયવી અસિદ્ધ છે. તેથી અસંખ્યપ્રદેશસ્કંધપરિણામાત્મક હોવાથી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવે છે.” આ પ્રમાણે શ્રીમલયગિરિસૂરિવરે પ્રજ્ઞાપનાવૃત્તિમાં વ્યાખ્યા કરેલ 1. શળ-ાય-નિાયાશ્વ ધ વર્ન તથૈવ રાશિઃ ૬
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy