________________
० शास्त्रश्रद्धाधिकस्वकल्पनाभिनिवेशस्य त्याज्यता 0 १३९७ ___ उक्तं च - सुंदरबुद्धीए कयं, बहुअं पि ण सुंदरं होइ। (उपदेशमाला गाथा-४१४)
निर्दोषोञ्छोग्रतपश्चर्यादिकारिणः स्वल्पशास्त्रबोधस्य गीतार्थाऽनिश्रितस्य शास्त्रश्रद्धाधिकस्वकल्पनाऽभिनिवेशग्रस्तत्वेन तबुद्धेः परमार्थतोऽसुन्दरत्वात्, आभासिकसुन्दरत्वोपेतबुद्धिकृतकार्यस्याऽपि असुन्दरत्वाच्च। तदुक्तं धर्मदासगणिभिः उपदेशमालायां '“अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं તુ તવી ‘સુંદરવુદ્ધી યે વહુä પિ જ સુંદર દોફા” (૩૫.મા.૪૧૪) તિા.
એ છે કે અગીતાર્થ મહાત્માઓ સમુદાયને છોડીને ઉગ્ર તપશ્ચર્યા કે નિર્દોષ ગોચરી-પાણી વાપરવી વગેરે જે ક્રિયા કરે તે ક્રિયા આગમોક્ત જ છે. તથા તેવી આગમોક્ત ક્રિયામાં સુંદરપણાની બુદ્ધિ પણ તેવા એકલવિહારી અગીતાર્થ મહાત્માઓ પાસે હોય છે. આ બુદ્ધિ શાસ્ત્રાનુસારી હોવાથી સાચી છે. તેથી તેવા અગીતાર્થ મહાત્માઓ પણ શાસ્ત્રદષ્ટિસંપન્ન જ છે. તેથી તેમનામાં જન્માંધતા કે મતિઅંધતા બતાવવી કઈ રીતે વ્યાજબી કહી શકાય ?
ન કદાગ્રહીની શાસ્ત્રબુદ્ધિ પણ મિથ્યા ન સમાધાન :- (નિર્દો) તમારી વાત ઊંડાણથી ન વિચારીએ ત્યાં સુધી સારી લાગે છે. પરંતુ શાસ્ત્રના ઊંડા અભ્યાસપૂર્વક જો વિચાર કરવામાં આવે તો સ્પષ્ટપણે સમજાય તેમ છે કે નિર્દોષ ગોચરીચર્યા વગેરે માટે ગુરુકુળવાસનો ત્યાગ કરનારા અગીતાર્થ મહાત્માઓની બુદ્ધિ પરમાર્થથી મિથ્યા જ છે. કારણ કે નિર્દોષ ગોચરીચર્યા, ઉગ્ર તપ વગેરે કરનારા અલ્પશાસ્ત્રબોધવાળા તેવા એકલવિહારી, અગીતાર્થ કે અગીતાર્થનિશ્રિત મહાત્માઓને શાસ્ત્રની જેટલી શ્રદ્ધા છે તેના કરતાં પોતાની કલ્પનાનો અભિનિવેશ ૩ વધારે છે. “ગુરુકુળવાસમાં રહીને શક્તિ છૂપાવ્યા વિના, જયણાપૂર્વક સંયમની સાધના કરવી” – આ મુખ્ય શાસ્ત્રાજ્ઞા છે. અગીતાર્થ એકલવિહારી મહાત્મા અથવા ૪/૫ ના સમુદાયમાં રહેનારા તેવા છે ? અગીતાર્થનિશ્રિત મહાત્માઓ નિર્મળ ગુરુકુળવાસમાં રહેવાની મુખ્ય શાસ્ત્રાજ્ઞાને છોડી કેવળ નિર્દોષ ગોચરીચર્યા સ્વરૂપ ક્રિયામાર્ગને જ મુખ્ય બનાવે છે. મુખ્ય શાસ્ત્રાજ્ઞાને દફનાવી ગૌણ શાસ્ત્રાજ્ઞાને પોતાની પસંદગીનો મુખ્ય વિષય બનાવવો તે એક જાતનો કદાગ્રહ જ કહેવાય. તેથી નિર્દોષ ગોચરીચર્યાસ્વરૂપ શાસ્ત્રોક્ત ક્રિયા કરવાની બુદ્ધિ પ્રસ્તુતમાં કદાગ્રહગ્રસ્ત બની જવાથી પરમાર્થથી મિથ્યા બની જાય છે. તથા કદાગ્રહગ્રસ્ત બુદ્ધિ તો ખરાબ જ કહેવાય ને ! તથા કદાગ્રહગ્રસ્ત આભાસિક સુંદરતાને ધારણ કરનારી બુદ્ધિથી જે કંઈ કામ કરાય તે પણ સુંદર બની ન શકે. તેથી જ શ્રીધર્મદાસગણી મહારાજે ઉપદેશમાલા ગ્રંથમાં જણાવેલ છે કે “થોડું ભણેલો જો કે અતિદુષ્કર એવા તપને કરતો હોય તો પણ તે માત્ર અજ્ઞાનકષ્ટ જ ભોગવી રહ્યો છે. કારણ કે કાલ્પનિક સુંદરતાને ધારણ કરનારી બુદ્ધિથી ઘણું બધું પણ કામ કરવામાં આવે તો તે સુંદર હોતું નથી. (કેમ કે તે અજ્ઞાનથી ઉપહત છે. જેમ કે અજ્ઞાની તાપસ વગેરેના લૌકિક તપ-કષ્ટ.)”
1. अल्पागमः क्लिश्यति यद्यपि करोति अतिदुष्करं तु तपः। 2. सुन्दरबुद्ध्या कृतं बह्वपि न सुन्दरं भवति ।।