SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ १३६४० समुदयविभागनाशस्य प्रतियोगिप्रत्यक्षप्रतिपन्थित्वम् । ૧/૨ प पूर्वकत्वेनान्ततः क्षणध्वंसे तद्विशिष्टध्वंसनियमाच्चोपेयः । समुदायजनितश्च द्विभेदः - समुदायविभागलक्षणः अर्थान्तरगमनलक्षणश्च । तत्राऽऽद्यस्य प्रतियोगिप्रतिपत्तिविरोधित्वेऽपि अन्त्यस्याऽतथात्वादनुपपत्तिविरहाद्” (शा.स.१/४९,वृत्ति) इति प्रथमस्तबके स्याद्वाद7 कल्पलतायां व्यक्तम् । अत्र बहु वक्तव्यम्, तत्तु नोच्यते, अतिविस्तरभयात् । शे प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – यथा प्रकाशः अन्धकारतया परमाणुश्च स्कन्धतया परिणमति क तथा आत्मा न जातुचिद् अनात्मतया परिणमति । तथापि सम्यग्ज्ञानाधुपयोगरूपेण आत्मनोऽपरिणामने ગતિનું સહકારી કારણ કહેવાય છે. જે સમયે ધર્માસ્તિકાયનો સંબંધ થવા છતાં કોઈ વસ્તુવિશેષ ગતિમાન ન થાય તે સમયે ધર્માસ્તિકાયમાં તે વસ્તુની ગતિની અનાધારતા = અનુપષ્ટભક્તા હોય છે. આ અનાધારતા એ જ તે ક્ષણોમાં તેનો પર્યાય છે. પરંતુ જ્યારે ધર્માસ્તિકાયની સહાયથી તે વસ્તુમાં ગતિની ઉત્પત્તિ થાય છે, ત્યારે ધર્માસ્તિકાયમાં તે વસ્તુની ગતિઆધારકારૂપ પર્યાયનો ઉદય થાય છે. આ ગતિઆધારતા પર્યાયનો ઉદય થવાથી ગતિઅનાધારનારૂપ પર્યાયનો નાશ થાય છે. પર્યાય પોતાના આધારથી કથંચિત અભિન્ન હોવાથી પર્યાયના ઉત્પાદ-વ્યય દ્વારા ધર્માસ્તિકાય વગેરેનો ઉત્પાદ-વ્યય સિદ્ધ થાય છે. ક્યારેક ધર્માસ્તિકાયના અમુકદેશાવચ્છેદન કોઈ પણ વસ્તુમાં ગતિ ન થાય તો પણ અંતતો ગવા (= છેવટે તો) પ્રથમ ક્ષણનો બીજી ક્ષણે નાશ થતાં ફલતઃ પ્રથમક્ષણસંબંધનો પણ નાશ થવાથી પ્રથમક્ષણસંબંધવિશિષ્ટ વસ્તુનો પણ નાશ થાય છે. ધર્માસ્તિકાયેદ્રવ્યનો આ નાશ એનો ઐકત્વિક નાશ છે. અલ અર્થાન્તરગમનનાશ પ્રતિયોગીપ્રત્યક્ષનો અવિરોધી -- (મુ.) સમુદયજન્યધ્વંસના બે પ્રકાર છે - સમુદયવિભાગરૂપ અને અર્થાતરગમનરૂપ (૧) સમુદયવિભાગનો , અર્થ છે – વસ્તુના તે અંશોમાં = અવયવોમાં ભિન્નતા (= અલગાવ) કે જેના સંયોગથી વસ્તુ ઉત્પન્ન થાય છે. દા.ત. જે તંતુઓના સંયોગથી પટ ઉત્પન્ન થાય છે તે તંતુઓમાં ભિન્નતા. આ પટનાશ અવયવસમુદયવિભાગસ્વરૂપ નાશ છે. (૨) અર્થાતરગમનનો અર્થ એ છે કે - પૂર્વ સ્વરૂપની હાજરીમાં કોઈક નવા સ્વરૂપનું ગ્રહણ. દા.ત.તંતુ જે મૂળ દ્રવ્યની એક અવસ્થા છે તે મૂળ દ્રવ્ય આગળ જઈને તંતુની હાજરીમાં જ પટરૂપને ગ્રહણ કરે છે. તંતુના મૂળરૂપના આ પટરૂપગ્રહણને તંતુના અર્થાતરગમનરૂપ નાશ કહેવાય છે. આમાં સમુદયવિભાગરૂપ નાશ તો પ્રતિયોગીની ઉપલબ્ધિનો વિરોધી હોય છે. દા.ત. પટ તંતુના સંયોગથી ઉત્પન્ન થાય છે. તંતુઓનો વિભાગ કરી નાખીએ તો પટની પ્રાપ્તિ નહિ થાય. તેથી સમુદયવિભાગરૂપ પટનાશ પસાક્ષાત્કારનો વિરોધી કહેવાશે. પરંતુ અર્થાતરગમનસ્વરૂપ વિનાશ પ્રતિયોગીની ઉપલબ્ધિનો વિરોધી નથી. માટે પટાત્મકપરિણામરૂપ તંતુનાશ થવા છતાં પણ પ્રતિયોગીની = તંતુની ઉપલબ્ધિ અખંડિત રહે છે” – આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતાવ્યાખ્યામાં જણાવેલ છે. હજુ અહીં ઘણી બધી બાબત કહેવા યોગ્ય છે. પરંતુ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યાનું કદ ઘણું વધી ન જાય માટે અહીં વધુ છણાવટ કરવામાં નથી આવતી. વિજ્ઞ વાચકવર્ગે સ્વયં તે વિચારણા કરવી. # આત્મા પણ અનાત્મા ! # આધ્યાત્મિક ઉપનય :- જેમ પ્રકાશનું અંધકાર સ્વરૂપે પરિણમન થાય છે તથા પરમાણુનું સ્કંધરૂપે પરિણમન થાય છે, તેમ આત્માનું કદાપિ અનાત્મસ્વરૂપે પરિણમન થવાનું નથી. તેમ છતાં આત્મા
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy