SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૪ ० अर्थान्तरभावगमनेऽपि ध्रौव्यमव्याहतम् । १३५१ ચારિત્ના.૩/૨૮/પૃ.૬૭૩, થા.વૃ-૧૦/કૂ.૭૦૩-ભા.રૂ, માલૂ.9૪/૪/.૧૪/પૃ.૬૪૧ વૃ, પ્રજ્ઞા.9રૂ/.9૮૨ પૃ.૨૮૪, નયો.શ્નો.9૭ વૃ. 9.9૪૪, ચા.મ. .ર૭ ) તિા ૩ત્ર ૩૫ર્થાન્તર!મને થષ્યિ વધ્યમાં वस्तुतः द्रव्यास्तिकनयाभिप्रायेण परिणामान्तरात् परिणामोत्पत्तौ पूर्वपरिणामविगमे उत्तरपरिणामोत्पादे । च सत्यपि परिणामसामान्यं नित्यमवतिष्ठते । इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये '“परिणामंतरओ वय र -विभवे वि परिणामसामण्णं निच्चं" (वि.आ.भा.३३८०) इत्युक्तम् । युक्तञ्चैतत् । न हि विवक्षितैकपरि-म णाममात्रव्यापकं द्रव्यमिष्यते, किन्तु अतीताऽनागत-वर्तमानार्थ-व्यञ्जनपर्यायकदम्बकव्यापि। यथोक्तं । सम्मतितकें “एगदवियम्मि जे अत्थपज्जवा वयणपज्जवा यावि। तीआणागयभूआ तावइअं तं हवइ दव्वं ।।” । (स.त.१/३१) इति । सम्मतञ्चैतद् दिगम्बराणामपि। यदुक्तं नेमिचन्द्राचार्येण गोम्मटसारे “एयदवियम्मि जे अत्थपज्जया वियणपज्जया चावि। तीदाणागदभूदा तावदियं तं हवदि दव्वं ।।” (गो.सा.जी.का. ५८२) ण इति । ततश्च मृत्पिण्डस्य घटतया परिणमनदशायां मृत्पिण्डत्वरूपेण नाशेऽपि मृत्त्वादिसामान्यपरिणाम- का रूपेण अनाशाद् न ध्रौव्यव्याघात इति भावः। અર્થાન્તરગમન = દ્રવ્યાન્તરપ્રાપ્તિ. વસ્તુનું સર્વથા = સર્વસ્વરૂપે અવસ્થાન = અસ્તિત્વ તે પરિણામ નથી. વસ્તુનો સર્વથા વિનાશ પણ પરિણામ નથી. આ પ્રમાણે પરિણામવેત્તાઓ પરિણામને માને છે.” અહીં અર્થાન્તરગમન સર્વથા નહિ પણ કથંચિત્ = અમુક ચોક્કસ પ્રકારે જાણવું. જ પરિણામ પણ નિત્ય છે : દ્રવ્યાજ્ઞિક ર. (વસ્તુ) વાસ્તવમાં તો દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાય મુજબ, એક પરિણામ દ્વારા બીજા પરિણામની ઉત્પત્તિ થાય ત્યારે પૂર્વપરિણામનાશ અને નૂતનપરિણામજન્મ થવા છતાં પણ પરિણામસામાન્ય તો નિત્ય જ રહે છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પરિણામાંતરથી પરિણામના છે નાશ અને ઉત્પાદ થવા છતાં પણ પરિણામસામાન્ય નિત્ય જ છે.” આ વાત વ્યાજબી પણ છે. કારણ કે ચોક્કસ એકાદ પર્યાયમાં જ દ્રવ્ય છવાયેલું નથી. પરંતુ અતીત, અનાગત, વર્તમાનકાલીન એવા અનેક અર્થપર્યાયોમાં અને વ્યંજનપર્યાયોમાં દ્રવ્ય વણાયેલું છે. આ અંગે સંમતિતર્કમાં જણાવેલ છે કે 1 એક દ્રવ્યમાં અતીત-અનાગત-વર્તમાનકાલીન જેટલા અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે, તે સર્વના સમૂહમાં જે વણાયેલું હોય તે દ્રવ્ય થાય.' આ વાત ફક્ત અમને શ્વેતાંબરોને જ માન્ય છે - તેવું નથી. દિગંબરોને પણ આ વાત સંમત છે. તેથી જ દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મદસારમાં જીવકાંડમાં જણાવેલ છે કે “એક દ્રવ્યમાં અતીત-અનાગત-વર્તમાનકાલીન જેટલા અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે તે સર્વના સમૂહમાં વણાયેલું તે દ્રવ્ય હોય છે.” મતલબ કે એકાદ પર્યાયસ્વરૂપે દ્રવ્ય નાશ પામે તો પણ અન્ય અનંત પર્યાયસ્વરૂપે તેનું અસ્તિત્વ નિરાબાધ જ છે. તેથી પ્રસ્તુતમાં કહી શકાય છે કે મૃતિપડમાંથી ઘડો ઉત્પન્ન થાય ત્યારે મૃત્પિડનો મૃત્પિડસ્વરૂપે નાશ થવા છતાં મૃદ્દવ્યસ્વરૂપે મૃત્પિડનો નાશ થતો નથી. તેથી ઘડો મૃત્પિડનો અર્થાન્તરગમનસ્વરૂપ પરિણામ હોવા છતાં મૃત્પિડમાં 1. परिणामान्तरतो व्यय-विभवयोरपि परिणामसामान्यं नित्यम् । 2+3. एकद्रव्ये येऽर्थपर्याया वचनपर्ययाश्चाऽपि। अतीतानागत-भूताः तावत् तद् भवति द्रव्यम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy