________________
૧/૨૨ ० ज्ञानयोगपराकाष्ठोपायोपदर्शनम् ।
१३३५ मुच्येत, पुद्गलद्रव्यवद् एकीकरणभावापत्तौ तु प्रभूतावद्यबन्धनैः बध्येत ।
इदमप्यत्राऽवधातव्यं यदुत धर्मास्तिकायादिनिष्क्रियद्रव्येऽपि सक्रियद्रव्यसंयोग-कालतत्त्वद्वारा जायमानौ उत्पाद-व्ययौ केवलं ज्ञेयौ न तूपादेय-हेयौ। शास्त्र-शास्त्रानुसारितर्कानुसारेण तत्तथाभ्युपगमेन (१) सर्वज्ञगोचरप्रत्ययाऽऽदरादिभावः समुल्लसितो भवति, (२) बुद्धिः शास्त्रपरिकर्मिता सूक्ष्मा च सम्पद्यते, । (३) चित्तमेकाग्रं शान्तञ्चोपजायते, (४) मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमः स्थिरः बलिष्ठश्च जायते, र (५) तथा ज्ञानयोगस्य योग्यता पराकाष्ठा च प्राप्येते । ततश्च “लोके तत्सदृशो ह्यर्थः कृत्स्नेऽप्यन्यो के न विद्यते। उपमीयेत तद् येन तस्माद् निरुपमं सुखम् ।।” (त.सू.का.३०) इति तत्त्वार्थसूत्रकारिकाप्रदर्शितं ण निरुपमं मोक्षसुखं प्रत्यासन्नतरं स्यात् ।।९/२२ ।। રહે, ન્યારો રહે તો ઘણા પાપકર્મબંધનથી બચી શકે. તથા પુદ્ગલદ્રવ્યો જેમ એક-બીજામાં ભળે છે તેમ જીવ પાપપ્રવૃત્તિમાં અંદરથી ભળી જાય તો ઘણા પાપકર્મ બાંધે. આ બોધપાઠ અહીં લેવા યોગ્ય છે.
જ જ્ઞાનયોગને યોગ્ય બનીએ જ (રૂ.) તદુપરાંત બીજી એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે - ધર્માસ્તિકાય વગેરે નિષ્ક્રિય દ્રવ્યોમાં પણ સક્રિય દ્રવ્યના સંયોગનિમિત્તે કે કાળતત્ત્વના માધ્યમથી થતા ઉત્પાદ-વ્યય કેવલી શેય છે, હેય કે ઉપાદેય નહિ. શાસ્ત્રાનુસાર કે શાસ્ત્રાનુસારી તકનુસાર તેનો તથાસ્વરૂપે સ્વીકાર કરવાથી (૧) સર્વજ્ઞ ભગવંત પ્રત્યે આપણો વિશ્વાસ અને આદરભાવ ઉલ્લસિત થાય છે, (૨) બુદ્ધિ સૂક્ષ્મ અને શાસ્ત્રપરિકર્ષિત થાય છે, (૩) મન એકાગ્ર અને શાંત થાય છે, (૪) મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ સ્થિર અને બળવાન થાય છે, (૫) જ્ઞાનયોગની યોગ્યતા અને પરાકાષ્ઠા પ્રગટે છે. તેના લીધે તત્ત્વાર્થસૂત્રકારિકામાં વર્ણવેલ નિરુપમ મોક્ષસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં મોક્ષસુખને જણાવતાં કહેલ છે કે “આખા વિશ્વમાં મોક્ષસુખતુલ્ય બીજો કોઈ પદાર્થ વિદ્યમાન નથી કે જેની ઉપમા મોક્ષસુખને લાગુ પડે. તેથી તે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખ નિરુપમ = ઉપમાશૂન્ય છે.” (૨૨)
- લખી રાખો ડાયરીમાં...* બુદ્ધિ સમડી જેવી છે. ઊંચે ઊડવા છતાં નીચે નજર નાખે છે. શ્રદ્ધા બુલબુલ જેવી છે, ચાતક જેવી છે. નીચે બેસવા છતાં ઊંચે નજર રાખે છે.