SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ९/१९ • मुक्त्युत्पत्तेरवैस्रसिकत्वेन उद्यमापेक्षा 0 १३१३ मुक्तम् । ततोऽपि तृतीया मिश्रोत्पत्तिः सिध्यतीत्यवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – स्थानाङ्गसूत्र-भगवतीसूत्राद्यनुसारेण सामान्यतया उत्पत्तिः । प्रयोगतः विस्रसात उभयतो वा जायतां क्षपकश्रेणि-वीतरागता-केवलज्ञानाद्युत्पत्तिस्तु नैव वैनसिकी। अत एव तत्कृतेऽन्तरङ्गो ज्ञानपुरुषकारो बहिरङ्गश्च चारित्रपुरुषकारः कर्तव्य एव। विवेकपूर्वं । जिनाज्ञानुसारेण उभयपुरुषकारसमन्वये एव “जं अप्पसहावादो मूलोत्तरपयडिं संचियं मुयइ। तं मुक्खं" (द्र.स्व.प्र.१५८) इति द्रव्यस्वभावप्रकाशाऽपराभिधाने बृहन्नयचक्रे माइल्लधवलवर्णितो मोक्षः सुलभः स्यात् के T૧/૧૨TI આ મુજબ ભગવતીસૂત્રમાં પ્રત્યેક ઉત્પત્તિથી પરિણત પુદ્ગલોના પાંચ-પાંચ પ્રકારને બતાવેલા છે તેનાથી પણ મિશ્નોત્પત્તિ = પ્રયોગ-વિગ્નસાઉભયપરિણામજન્ય ઉત્પત્તિ સિદ્ધ થાય છે. આ વાત પણ અહીં ધ્યાનમાં રાખવા યોગ્ય છે. TV મિશ્ર ઉત્પત્તિ પણ વાસ્તવિક છે સ્પષ્ટતા :- ભગવતીસૂત્રના ઉપરોકત બન્ને સંદર્ભો મિશ્રઉત્પત્તિને = પ્રયોગ-વિગ્નસાઉભયપરિણામજન્ય ઉત્પત્તિને નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. જે ઉત્પત્તિમાં જીવનો પ્રયત્ન કામ કરે અને પુદ્ગલનો સ્વાભાવિક પરિણામ પણ કામ કરે તે મિશ્ર ઉત્પત્તિ કહેવાય. ઉનાળાના કોરા (જલશૂન્ય) વાદળાની ઉત્પત્તિ વિગ્નસાજન્ય તથા ચોમાસાના સચિત્તપાણીવાળા વાદળાની ઉત્પત્તિ મિશ્રપરિણામજન્ય = પ્રયોગ -વિગ્નસાઉભયજન્ય = એકેન્દ્રિયમિશ્રપરિણામજન્ય = એકેન્દ્રિયપ્રયોગ-વિગ્નસાઉભયપરિણામજન્ય હોય - તેવું કહી શકાય. હS અંતરંગ-બહિરંગ સત્ પુરુષાર્થ ન ચૂકીએ હS આધ્યાત્મિક ઉપનય :- સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર વગેરે મુજબ સામાન્યતયા ઉત્પત્તિ ભલે પ્રયોગજન્ય, વિગ્નસાજન્ય, ઉભયજન્ય – આમ ત્રણ પ્રકારે હોય. પરંતુ આપણી ક્ષપકશ્રેણિ, વીતરાગતા, કેવલજ્ઞાનાદિ વિભૂતિ વગેરેની ઉત્પત્તિ તો વિગ્નસાજન્ય નથી જ. તેથી જ તે માટે તો આપણે અંતરંગ જ્ઞાનપુરુષાર્થ અને બહિરંગ ચારિત્રપુરુષાર્થ કરવો જ રહ્યો. વિવેકપૂર્વક જિનાજ્ઞા મુજબ આ બન્ને ઉદ્યમમાં સંતુલન રાખીએ તો જ બૃહદ્ નયચક્ર (તેનું બીજું નામ છે દ્રવ્યસ્વભાવપ્રકાશ) ગ્રંથમાં દર્શાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં માઈલ્લધવલે જણાવેલ છે કે “પોતાના સ્વભાવના લીધે જીવ સંચિત થયેલ મૂલઉત્તર કર્મપ્રકૃતિને છોડે છે, તે મોક્ષ કહેવાય છે.” ચાલો, અંતરંગ-બહિરંગ પુરુષાર્થને પ્રામાણિકપણે કેળવીને કૈવલ્યલક્ષ્મીને તથા મુક્તિને પ્રાપ્ત કરીએ. (૯/૧૯) (લખી રાખો ડાયરીમાં.... • વાસનાને આક્રમણમાં રસ છે. ઉપાસનાને પ્રતિક્રમણમાં રસ છે. 1, ય ગાત્મસ્વમાવાન્ મૂનોત્તરપ્રકૃતિ સવિતા મુતિ ા સ મોક્ષ: |
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy